SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ વખારો-ર ૧૨૩ ઉત્પન્ન થયો. તેથી તેઓશ્રી સર્વજ્ઞ-સર્વદર્શી નૈરયિક તિર્યંચ, નર અને દેવ એમનાથી યુક્ત આ પંચાતિ કયાત્મક જીવ લોકના અને અલોકના જ્ઞાતા-દ્રષ્ટા બની ગયા. આગ મનના, ગમનના, કયસ્થિતિના, અશિતના, ચૌયદિ કર્મના, મૈથુનાદિ કર્મના, આવિષ્ક “ના, પ્રકટ કર્મના અને રહ:કર્મના સાક્ષાત જ્ઞાતા દ્રષ્ટા બની ગયા. સમસ્ત જીવોના, મન-વચન, કાયરૂપયોગોના તેમજ તેમનાથી સંબદ્ધ બીજા પણ સમસ્ત ભાવોના અને અજીવોના સમસ્ત ભાવોને રૂપાદિ અજીવ-ધર્મોના-જ્ઞાતા-દ્રા બની ગયા. તેમજ રત્ન ત્રય રૂપ મુક્તિ માર્ગના અતિશય વિશુદ્ધિયુક્ત-સકલ કર્મોના ક્ષયમાં કારણભૂત ભાવોના-જ્ઞાના ચાર આદિના જ્ઞાતા-દ્રષ્ટા થઈને આ રત્નત્રયાત્મક મુક્તિમાર્ગ નિશ્ચય પૂર્વક મને ઉપદેશક ઋષભને તેમજ મારા સિવાય બીજા ભવ્ય જીવોના માટે હિત-સુખ નિઃશ્રેયસ્કર છે, પરિણામમાં શુભ છે, એથી હિત રૂપ છે. આત્યાત્તિક દુઃખની નિવૃત્તિ રૂપ છે, એથી સુખકર છે અને સકલ કર્મોનો ક્ષય કરનારો છે, એથી નિઃશ્રેયસ્કર સર્વદુઃખ વિમોક્ષણ રૂપ અનન્ત સર્વોત્કૃષ્ટ જે સુખ છે, આ પ્રમાણે જ્ઞાતા-દ્રષ્ટા બની ગયા. ત્યાર બાદ તે શ્રમણ ભગવાન ઋષભદેવે શ્રમણ નિર્ઝન્થોને તેમજ નિગ્રંથીઓને પાંચ પાંચ ભાવનાઓ સહિત પાંચ મહાવ્રતોનો ષદ્વિધજીવનિકાયોનો- ઉપદેશ આપ્યો. તે સમયે તે કૌશલક ઋષભ પ્રભુને ૮૪ ગણ અને ૮૪ ગણધરો થઈ ગયા, એ પ્રભુને ઋષભસેન વગેરે ૮૪ હજાર શ્રમણો હતા. બ્રાહ્મી સુંદરી વિગેરે ૩ ત્રણ લાખ આયઓ હતી. ત્રણ લાખ પાંચ હજાર શ્રેયાંસ વિગેરે શ્રાવકો હતા. પાંચ લાખ ચોપન હજાર સુભદ્રાદિ શ્રમણોપાસિકાઓ-શ્રાવિકાઓ હતી. સવક્ષર સંયોગજ્ઞાતા, જીનભિન્ન પણ જીનસરીખા તેમજ જીનની જેમ અવિતથ અર્થની પ્રરૂપણા કરવાવાળા એવા ચૌદપૂર્વને ધારણ કરનારા ૪૭પ૦ નવ હજાર અવધિજ્ઞાનીયો હતા. વીસ હજાર જીનો હતા. વૈક્રિયલબ્ધિ વાળા વીસ હજાર છસો હતા. ૧૨૬૫૦ વિપુલમતિ મન:પર્યાય જ્ઞાનીયો હતા. અને એટલાજ વાદીયો હતા. એ કૌશલિક ઋષભ અહંતને અનુત્તરોપ પાતિકોની સંખ્યા ૨૨૯૦૦ હતી. હજાર શ્રમણસિદ્ધોની સંખ્યા હતી. આર્થિક સિદ્ધોની સંખ્યા ચાળીસ હજારની હતી તેમાં ઋષભભગવાનના અંતેવાસી-શિષ્ય- સકળજનો દ્વારા પૂજ્ય હતા. તેમાં કેટલાક અંતેવાસી એક માસની દીક્ષાવાળા હતા. આ પાઠથી આરંભીને તમામ અગારવર્ણન ઉવવાઈસૂત્રથી સમજી લેવું. આ પ્રમાણે એ સર્વે અનગારો ૧૭ પ્રકારના સંયમથી અને ૧૨ પ્રકારના તપથી પોતાના આત્માને ભાવિત કરતા હતા. તે આદિનાથ પ્રભુને અન્નકર-મોક્ષગામી જીવોને કાળ-બે પ્રકાર નો થયો. એક યુગાન્તકર ભૂમિ અને બીજી. પયયન્તકર એમનામાં જે યુગાન્તકર ભૂમિ છે તે અસંખ્યાત પુરુષ પરંપરા પ્રમિત હોય છે તથા પર્યાયાન્તકર ભૂમિ એવી છે કે ભગવાન ઋષભને કેવળી થવાની પયયનો અન્તર્મુહૂર્ત પ્રમાણે સમય વ્યતીત થઈ જવા બાદ જે જીવે પોતાના ભવનો અન્ત કરી દીધો એવો તે સમય પયરયાન્તકર ભૂમિ રૂપ કહેવામાં આવેલ છે. ૪િ૫ ઋષભનાથ ભગવાનને પાંચ ઉત્તરાષાઢા નક્ષત્રોમાં થઈ ચ્યવન, જન્મ, રાજ્યાભિષેક, દીક્ષા અને અનુત્તર જ્ઞાન પ્રાપ્તિ તથા અભિજિતુ નામના નક્ષત્રમાં તેઓ નિવણિ કલ્યાણવાળા થયા છે. ઋષભનાથ ભગવાન સવર્થિ સિદ્ધ નામના મહા. વિમાનથી ઉત્તરાષાઢા નક્ષત્રમાં નિર્ગત થઈ ને તે ઉત્તરાષાઢા નક્ષત્રમાં જ મરુદેવની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy