SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ જંબુલીવપન્નત્તિ- ૨૪૪ રાખતા હતા. પ્રભુ કમળપત્રની જેમ ઉપલેપથી રહિત હતા. પ્રભુ આકાશની જેમ આલ બિન વિહીન હતા. વાયુ જેમ સંચરણશીલ હોવાથી સર્વત્ર વિહરણશીલ હોય છે, તેમજ પ્રભુ પણ અપ્રતિ બન્ધ વિહારી હોવા બદલ સ્થાનના પ્રતિબન્ધથી રહિત હતા, ચન્દ્રવતુ. સૌમ્યદર્શનવાળા હતા. સૂર્યની જેમ તેજસ્વી હતા. પક્ષીની જેમ પ્રભુ અપ્રતિબદ્ધગામી હતા. સાગર જેમ અતલ સ્પર્શી એટલે કે ગૂઢ હતા. સર્વ પ્રકારના સ્પર્શી ને સહન કરનાર હતા. જીવની જેમ પ્રભુ અપ્રતિબદ્ધગતિવાળા હતા. તે ઋષભનાથ ભગવાન કોઈ પણ સ્થાને આ મારું છે. હું એનો છું “ જાતનો માનસિક વિકારરૂપ ભાવ ઉત્પન્ન થતો નહોતો દ્રવ્યને આશ્રિત કરીને, ક્ષેત્રને આશ્રિત કરીને કાળને આશ્રિત કરીને અને ભાવને આશ્રિત કરીને પ્રતિબંધ દ્રવ્યની અપેક્ષાએ ન હતો સચિત્ત અચિત્ત અને મિશ્રક એવો આ પ્રતિબન્ધ-મમત્વભાવ-તે પ્રભુમાં ન હતો. ક્ષેત્રની અપેક્ષાએ ગ્રામોમાં, નગરોમાં, વનોમાં, ખેતરોમાં, ખળાઓમાં ઘરોમાં અગર આંગણમાં તે પ્રભુને પ્રતિબન્ધ ન હતો. તે પ્રભુને પ્રાણ કસ્તક- મુહૂર્ત, અહોરાત,ઋતુમાં અયનમાં સંવત્સરમાં અથવા બીજા કોઈ પણ દીર્ઘ સમયવાળા વર્ષ શતાદિ રૂપ કાળમાં પ્રતિબન્ધ ન હતો. આ પ્રમાણે જ ભાવની અપેક્ષાએ તે પ્રભુને ક્રોધમાં, યાવતુ હાસ્યમાં પ્રતિ બંધ ન હતો. આ પ્રમાણે પ્રતિબન્ધ રહિત થયેલા તે પ્રભુ ફક્ત વષકાળના સમયને બાદ કરીને બાકીમાં હેમન્ત અને ગ્રીષ્મ ઋતુમાં ગ્રામમાં એક રાત્રિ પર્યંત નિવાસ કરતા હતા. નગરમાં પાંચ રાત પર્યન્ત એ પ્રભુ પૂર્વોક્ત પ્રમાણે નિવાસ કરતા હતા હાસ્ય, શોક, અરતિ માનસિક ઉદ્વેગ, ભય અને પરિત્રાસ-થી સર્વથા રહિત બની ગયા હતા. નિર્મમ નિરહંકાર ઉર્ધ્વગતિક તેથી નિર્ચ અવસ્થા વાળા બનેલા તે પ્રભુને પોતાની ઉપર કુહાડો ચલાવનાર પર પણ કોઈ જાતનો દ્વેષ ભાવ ન હતો અને પોતાના પર ચન્દનનો લેપ કરનારા પ્રત્યે જરા સરખો પણ રાગ ભાવ ન હતો. રાગ દ્વેષરવિહીન થઈ ગયા હતા. તેઓ ઢેખાળા અને સોનામાં ભેદ બુદ્ધિ વિનાના થઈ ગયા હતા. આ લોકમાંપરલોકમાં એમની અભિલાષા પૂર્ણતઃ નાશ પામી જીવન અને મરણમાં એઓ આકાંક્ષા રહિત થઈ ગયા હતાં, સંસારથી પાર જવાની કામનાવાળા હતા. એથી જ કર્મોના અનાદિકાલથી જીવ પ્રદેશની સાથે થયેલ સંબંધને સંપૂર્ણતઃ નિર્મૂળ કરવા માટે એઓ એકદમ કટિબદ્ધ થઈ ગયા હતા. આત્મની પરિણતીમાં એકતાન થઈને વિહાર કરતાં કરતાં પ્રભુને જ્યારે એક હજાર વર્ષ પૂરા થઈ ગયા ત્યારે પુરિમતાલ નગરની બહાર શકટ મુખ નામના ઉદ્યાનમાં વગ્રોધ વૃક્ષની નીચે ધ્યાનાન્તરિકામાં વિરાજમાન થઈ ગયા. ફાલ્ગન મહીનાના કૃષ્ણપક્ષની એકાદશીના દિવસે પૂવલ કાળના સમયમાં અષ્ટમભક્તથી યુક્તા હતા ત્યારે ચન્દ્રની સાથે ઉત્તરાષાઢા નક્ષત્રના યોગમાં અનુત્તરજ્ઞાનથી ક્ષપકશ્રેણી પર આરૂઢ થયેલા અનુત્તરદર્શનથી અનુત્તર ચારિત્રથી તથા સર્વોત્કૃષ્ટ તપથી, અનુત્તર બળથી, અનુત્તર નિદષા વસતિથી, અનુત્તર-વિહારથી ગોચરી વિગેરમાં દોષ નિવૃત્તિ પૂર્વક વિચરણથી અનુત્તરભાવ નાથી અનુત્તરક્ષાંતિથી અનુત્તર ગુપ્તિથી અનુત્તર મુક્તિથી અનુત્તર સંતોષથી અનુત્તર માયા નિરોધથી અનુત્તર માદેવથી અનુત્તર લાઘવથી-ક્રિયામાં નિપુણતાથી અનુત્તર સુચરિત નિવણ માર્ગથી પોતે પોતાને ભાવિત કરતા અનંત, અનુત્તર, નિવ્યઘિાત, નિરાવરણ કૃત્ન, પ્રતિપૂર્ણ, કેવલવર જ્ઞાનદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy