SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ વક્બારો-૨ આવતાં જ પ્રભુએ પહેરેલાં આભરણો તેમજ અલંકારોને પોતાના શરીર પરથી ઉતાર્યા અને ત્યાર બાદ તેમણે શ્રદ્ધા પૂર્વકચાર મુષ્ટિઓ વડે કેશ લુચન કર્યું, પ્રથમ એક મુષ્ટિ વડે મૂછ અને દાઢીના વાળોનું લુચન કર્યું ત્રણ મુષ્ટિઓ વડે માથાના વાળોનું લંચન કર્યું. એના પછી બાકીની એક મુષ્ટિ કે જે પવનના ઝોકાથી હાલી રહી હતી. અને કનકના જેવા અવદાત પ્રભુના સ્કંધો પર આળોટી રહી હતી તેમજ જોવામાં જે મરકતમણિ સદ્રશ કાંતિવાલી હતી, પરમરમણીય તે દ્રશ્યને જોઈને આનંદ રસના પ્રવાહમાં જેનું અન્તઃ કરણ તરબોળ થઈ રહ્યું છે એવા ઈન્દ્ર બને હાથ જોડીને પ્રભુને પ્રાર્થના કરી કે હે ભગવન! મારા ઉપર અનુગ્રહ કરીને આ કેશ મુષ્ટિને આપ હવે રહેવા દો, હવે પ્રભુએ ઇન્દ્રની પ્રાર્થનાને સાંભળીને તે કેશમુષ્ટિને તે પ્રમાણે જ રહેવા દીધી લંચિત થયેલા તે વાળોને શકે હિંસ ચિત્રથી ચિત્રિત થયેલા વસ્ત્રમાં મૂકીને ક્ષીર સાગરમાં નિક્ષિપ્ત કરી દીધા. આ પ્રમાણે લંચન કર્યા બાદ બે ચોવિહાર ઉપવાસો કરેલા. તેમણે ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે ચન્દ્રનોયોગ થયો ત્યારે પોતાના વડે આરક્ષક રૂપમાં નિયુક્ત કરવામાં આવેલ ઉગ્રોની, ગુરુરૂપમાં વ્યવસ્થાપિત કરવામાં આવેલ ભોગોની નિમ્નરૂપમાં સ્વીકત કરવામાં આવેલ રાજન્યોની અને પ્રજા જનોની રક્ષા માટે નિયુક્ત કરવામાં આવેલ ક્ષત્રિયોની ચતુસહસ્ત્રની સાથે એક દેવદૂષ્યને સ્વીકારીને, મુંડીત થઈને, ઘરનો પરિત્યાગ કરીને, અનગારિતા ધારણ કરી | ૪િ૪ો તે કૌશલિક ઋષભનાથ અરહંત કંઈક વધારે એક વર્ષ પર્યન્ત વસ્ત્રધારી રહ્યા. તે પછી તેઓ અચેલક બની ગયા. જ્યારથી કૌશલિક ઋષભનાથ અહંત મુંડિત. થઈને અગાર અવસ્થાનો ત્યાગ કરી અણગાર અવસ્થામાં આવ્યા. ત્યારથી તેઓએ પોતાના શરીરના સંસ્કાર કરવાનું છોડી દીધું, તેઓ ત્યક્ત દેહ બની ગયા. જે કોઈ ઉપસર્ગ તેમનાં પર આવતો દેવો દ્વારા હોય યાવતુ મનુષ્યકત અગર તિર્યંચ દ્વારા કરવામાં આવેલ હોય તે બધાને તેઓ સારી રીતે સહન કરતા હતા. આ ઉપસર્ગ પૈકી જો કોઈ ઉપસર્ગ તેમનાથી વિરૂદ્ધ હોય તો તેને પણ એઓ અત્યંત શાંત ભાવોથી સહન કરતા હતા એ જ પ્રમાણે અનુકૂળ સ્થિતિમાં તેઓ હષવિત થતા ન હતા. પ્રભુ આવા પ્રતિકૂળ અનુકળ પરીષહો અને ઉપસગોને સારી રીતે સહન કરતા હતા. એ ઋષભ એવા શ્રમણ બન્યા કે ઈર્યાસમિતિના, ભાષાસમિતિ ના, એષણાસમિતિના, આદાન ભાંડમાત્રનિક્ષેપણ સમિતિના અને ઉચ્ચારપ્રસ્ત્રવણખલજલ્લશિંઘાણપ રિષ્ઠા- પનિકા સમિતિના પાલનમાં રાગદ્વેષથી વિહીન પરિણતિથી એઓ પ્રવૃત્ત રહ્યા. મનઃ સમિતિ વચ સમિતિ, કાય સમિતિ મનોગુપ્ત ગુપ્ત બ્રહ્મચારી, ક્રોધહીન યાવતુ લોભહીન હતા, શાંત હતા, પ્રશાંત હતા, ઉપશાંત હતા, પરિનિવૃત્ત હતા, શોક વિહીન હતા, ઉપલેપ રહિત હતા, શંખની જેમ નિરંજન હતા, એથી જ શીતલી ભૂત થઈ ગયા હતા. તથા એમનો સંસાર પ્રવાહ સર્વથા છિન્ન છિન્ન થઈ ગયો હતો. દ્રવ્યમલ અને ભાવમલ એ બન્ને પ્રકારના મતોથી વિહીન થઈ ગયા હતા. જીવને મલિન કરનારા અંજનના જેવું કર્મરૂપ મલ જેનાથી દૂર થઈ ગયું છે, વિશુદ્ધ સુવર્ણની જેમ પ્રભુ રાગાદિક કુત્સિત દ્રવ્ય વિહીન હોવા બદલ શુદ્ધસ્વરૂપ યુક્ત હતા. પ્રભુ આદર્શ-દર્પણના પ્રતિબંધની જેમ અનિગૂહિત અભિપ્રાય વાળા હતા. કચ્છપ જેમ પ્રભુ પણ શબ્દાદિ વિષયોમાં આસક્તિ ન થઈ જાય તે ભયથી સદા પોતાની પંચેન્દ્રિયોને તેમના વિષયોથી સંગોષિત-સુરક્ષિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy