SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ જંબુદ્ધીવપન્નત્તિ - ૨/૪૩ ત્યારે તેમણે અપક્વ ઔષધીઓનું સેવન કરવા માંડ્યું, પરંતુ તે ઔષધીઓને પણ તેઓ પચાવી શક્યા નહિ, એથી તેઓ પ્રાયઃ રુગ્ણ રહેવા લાગ્યા તેઓની આવી દુર્દશા જોઈને ભગવાને દયાર્દ્ર થઇને તે ઔષધીઓને પકવવા માટે પકવવામાં સાધન રૂપ પાત્રો ને બનાવવાની શિલ્પકલાનો ઉપદેશ કર્યો. એમાં સૌથી પહેલાં ઘટ નિર્માણરૂપ શિલ્પ કલાનો ઉપદેશ કર્યો. અનાર્ય લોકોથી પ્રજાની રક્ષા કરવા માટે ક્ષત્રિયો પોત પોતાના હાથોમાં હથિયારો રાખવા લાગ્યા, એના માટે પ્રભુએ લોહ શિલ્પનો ઉપદેશ કર્યો. પ્રભુ એ ચિત્ર શિલ્પનો ઉપદેશ કર્યો. પ્રભુએ તંતુવાય શિલ્પનો ઉપદેશ કર્યો નાપિત શિલ્પનો ઉપદેશ કર્યો. આ પ્રમાણે પ્રભુએ ૭૨ કલાઓનો ૬૪ સ્ત્રીઓની કલાઓના અને શિલ્પશતોને પ્રજાજનો માટે ઉપદેશ કરીને તેમણે ભરત બાહુબલિ વગેરે પોતાના સો પુત્રોને કોસલા તક્ષશિલા વગેરે એકસો રાજ્યો પર અભિષેક કર્યો અભિષેક કરીને આ રીતે ૮૩ લાખ પૂર્વ-સુધી ગૃહસ્થાવસ્થામાં રહ્યા અહીંઆ ગ્રીષ્મૠતુના પ્રથમ મહીના એટલેકે ચૈત્ર માસમાં કૃષ્ણ પક્ષમાં નવમી તિથિમાં દિવસના પાછલા ભાગમાં -ચાંદીને છોડીને, સોનાને છોડીને, કોઈ ભાણ્યા ગારને છોડીને, સૈન્યને છોડીને, અશ્વાદિકવાહનોને છોડીને, પુર-નગરને છોડીને, અન્તઃ પુ૨-૨ણવાસને છોડીને, પ્રચુર ગવાદિરૂપ ધનને ત્યજીને રત્નોને મણિઓને મુક્તાફળોને રાજપટ્ટાદિરૂપ શિલાઓને, પ્રવાલોને, આ રીતે બધા જ સત્સાર રૂપ દ્રવ્યોને છોડીને એ બધાથી પોતાનો મમત્વભાવ હટાવીને તેમને નિન્દનીય સમજીને તે સમયે યાચકોનો અભાવ હોવાથી દાયાદોમાં એને વહેંચી દઈને સુદર્શના નામની સુન્દર શિબિકામાં તેઓ આરૂઢ થયા સુદર્શના શિબિકામાં બેસીને જ્યારે પ્રભુ ચાલ્યા તો તે સમયે તેમની સાથે મનુષ્યોની પરિષદા કે જેમાં દેવો અને અસુરો સાથે હતા તે બધા સાથે ચાલ્યા. શંખિકોએ, ચક્રિકોએ, લાંગલિકોએ, મુખ મંગલિકોએ, પુષ્યમાણવોએ- વર્ધમાનકોએ આખ્યાયકોએ લંખોએ મંખોએ ઘંટાવગાડનારાઓએ પ્રસિદ્ધ, ઇષ્ટ, કાન્ત, પ્રિય, મનોજ્ઞ, મનભાવિનઉત્કૃષ્ટ, શબ્દાર્થ યુક્ત, કલ્યાણાર્થ સહિત, નિરૂપદ્રવ શબ્દાર્થ દોષ વગરની, પવિત્ર, મંગલકારી, શબ્દાલંકાર અને અર્થાલંકારથી યુક્ત હોવાથી સશ્રીક, અતએવ ય ગમનીય, કાન અને મનને અત્યંત આનંદ્મદ, સેંકડો અર્થવાળી એવી વાણિયોથી વારંવાર પ્રભુનું અભિનંદન-સત્કાર કર્યું હે નંદ-સમૃદ્ધિશાલિન્ અથવા હે આનંદયિન્ આપ અત્યંત જયશાલી થાવ, હે ભદ્ર કલ્યાણશાલિન્ આપ અત્યંત યશાલી બનો. સાધન ભૂત ધર્મના પ્રભાવથી દેવ, મનુષ્યો અને તિર્યંચો દ્વારા ક૨વામાં આવેલ પરીષહ અને ઉપસર્ગોથી ભય રહિત-નિડર બનો. ભયંકર જે ઘોર પ્રાણિયો છે તેમનાથી કરવામાં આવેલ ઉપદ્રવોના આપ ક્ષાન્તિક્ષમ-ક્ષમા પૂર્વક સહન કરનાર બનો. ચારિત્ર ધર્મની આરાધનામાં આપને કોઇ પણ પ્રકારનું વિઘ્ન-ન થાવ. આ પ્રમાણે કહીને ફરીથી તેઓએ વારંવાર પ્રભુનું અભિનંદન કર્યું, સત્કાર કર્યો અને પ્રશંસા કરી. તે પછી તે કૌલિક ૠષભ અર્હત નાગરિક જનેનિ હજારો નેત્ર પંક્તિઓથી વારંવાર લક્ષ્ય થતા થતા ઉવવાઈ સૂત્રમાં વર્ણિત કૃણિક રાજાના નિર્ગમનની જેમ વિનીતા નામક રાજધાનીના મધ્યમાં આવેલા માર્ગ પર થઇને પસાર થયા ‘થાવત્’ જ્યાં અશોક નામક વ૨ પાદપ હતું ત્યાં તેઓ આવ્યા. ત્યાં પહોંચતાં જ તેની નીચે પ્રભુની શિબિકા ઊભી રહી. શિબિકા નીચે મૂકતાં જ પ્રભુ તેમાંથી બહાર આવ્યા. બહાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy