SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ જીવાજીવાભિગમ- ૩/જયોતિષ્ક ૩૨૩ તથા કોણ કોના કરતાં વિશેષાધિક છે? હે ગૌતમ! ચંદ્રમા અને સૂર્ય અને પરસ્પર તુલ્ય છે. અને સૌથી કમ છે. તથા એ ગ્રહ નક્ષત્ર અને તારાઓથી અલ્પ છે. નક્ષત્રો ચંદ્ર અને સૂર્ય કરતાં સંખ્યાતગણા વધારે કહ્યા છે. નક્ષત્રો કરતાં ગ્રહો સંખ્યાત ગણા વધારે છે. ગ્રહોના કરતાં તારાઓ સંખ્યાતગણા વધારે છે. પ્રતિપતિઃ ૩-વૈમાનિક | - ઉદેસોઃ ૧ - [૩ર૪] હે ભગવન્! વૈમાનિક દેવોના વિમાન ક્યાં આવેલા છે? અને વૈમાનિક દેવ ક્યાં રહે છે ? હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના સ્થાન પદમાં રત્નપ્રભા પૃથ્વીના રૂચકોપલક્ષિત બહુમરણમીય ભૂમિભાગની ઉપર અનેક યોજન કોટિ કોટિ સુધી જવાથી રત્મભા પૃથ્વીથી દોઢ રજ્જુ પ્રમાણ ઉપર જવાથી સૌધર્મ, ઇશાન સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાન્તક, શુક્ર સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ, અય્યત રૈવેયક અને અનુત્તર વિમાનો આવે છે આ વિમાનો સવત્મિના રત્નમય છે. અને અચ્છ, વિગેરે વિશેષણો વાળા છે. તેમાં અનેક વૈમાનિક દેવો રહે છે. ત્યાં રહેવાને કારણે તેમના નામો એ સ્થાનના જેવાજ થયેલ છે, જેમકે-સૌધર્મ, ઇશાન, યાવતુ રૈવેયક અનુત્તર. સૌધર્મથી લઈને અમ્રુત દેવલોક સુધીના એ સૌધમદિક દેવો ક્રમશઃ મૃગ, મહિષ, વરાહ, સિંહ છગલ, દુર્દર; હય, ગજપતિ, ભુજગ ખંગ, વૃષભાંગ અને વિડિમ આ ચિલોલાળા છે. સૌધર્મકલ્પોમાં બત્રીસ લાખ વિમાનાવાયો છે. આ બધા વિમાનાવાસો અચ્છ યાવતુ પ્રતિરૂપ હોય છે. તેમાં સૌધર્મદેવ રહે છે. એ બધા મહદ્ધિક હોય છે. દસે દિશાઓને ઉદ્યોતિત કરતા આનંદ સુખ પૂર્વક રહે છે. [૩૨૫] હે ભગવનું દેવેન્દ્ર દેવરાજ શક્રની કેટલી પરિષદાઓ કહેવામાં આવેલ છે ? હે ગૌતમ ! ત્રણ પરિષદાઓ છે સમિતા ચંડા અને જાતા તેમાં જે આભ્યન્તર પરિષદા છે તેનું નામ સમિતા છે. મધ્યમાં જે પરિષદા છે તેનું નામ ચંડા એ પ્રમાણેનું છે. અને બહાર જે પરિષદા છે. તેનું નામ જાતા એ પ્રમાણે છે. દેવેન્દ્ર દેવરાજ શક્રની આભ્યન્તર પરિષદામાં ૧૨૦૦૦ દેવો છે. મધ્યમાં પરિષદામાં ૧૪000 દેવો છે. બાહ્ય પરિષદામાં ૧૬000 દેવો કહ્યા છે. તથા આભ્યત્તર પરિષદામાં સાતસો દેવિયો છે મધ્યમાં પરિષદામાં છસો દેવિયો છે. અને બાહ્ય પરિષદામાં પાંચસો દેવિયો છે. દેવેન્દ્ર દેવરાજ શક્રની આભ્યન્તર પરિષદાના દેવોની સ્થિતિ પાંચ પલ્યોપમની છે. મધ્યમ પરિષદાના દેવોની સ્થિતિ ચાર પલ્યોપમની છે. બાહ્ય પરિષદાના દેવોની સ્થિતિ ત્રણ પલ્યોપમની છે, આત્યંતર પરિષદાની દેવિયોની સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. મધ્યમ પરિષદાની દેવિયોની સ્થિતિ બે પલ્યોપમની છે. બાહ્ય પરિષદાની દેવિયોની સ્થિતિ એક પલ્યોપમની છે. ભવન પતિયોના કથન પ્રમાણે જ બાકીનું તમામ કથન અહીયાં કહી લેવું જોઇએ. હે ભગવન! ઈશાન દેવોના વિમાનો ક્યાં કહેલા છે ? હે ગૌતમ ! આ વિષયમાં સઘળું કથન સૌધર્મના કથન પ્રમાણે જ સમજવું. રત્નપ્રભા પૃથ્વીના રૂચકથી ઉપલક્ષિત બહુસમરમણીય ભૂમિભાગની ઉપર ઉંચે ચંદ્ર સૂર્ય વિગેરેને ઓળખીને મેરૂની ઉત્તર દિશામાં ઇશાન દેવોના અઠ્યાવીસ લાખ વિમાના વાસોછે. દેવેન્દ્ર દેવરાજ ઈશાનની ત્રણ પરિષદાઓ છે. સમિતા ચંડા અને જાતા. આભ્યન્તર પરિષદામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy