SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૩, દ્વીપસમુદ્ર ૧૨૧ બારહજાર યોજન આગળ જવાથી ત્યાં આવતા સ્થાનમાં ચંદ્રમા ઓના ચંદ્રદ્વીપો છે. અને દ્વીપની પૂર્વ દિશામાં સ્વયં ભૂરમરણ સમુદ્રમાં અસંખ્યાત હજાર યોજન આગળ જવાથી આવતા સ્થાનમાં તેઓની રાજધાનીયો છે. આ કથન પ્રમાણેનું જ કથન સૂર્યોના સૂર્યદ્વીપો હોવામાં સમજવું. હે ભગવનું સ્વયંભૂરમણ સમુદ્રમાં આવેલ ચંદ્રમાઓના ચંદ્રદ્વીપો ક્યાં આવેલા છે ? હે ગૌતમ ! સ્વયંભૂરમણ સમુદ્રની પૂર્વ વેદિકાના અંતથી સ્વયંભૂરમણ સમુદ્રની પશ્ચિમ દિશામાં બારહજાર યોજન સુધી આગળ જવાથી ત્યાં આવતા સ્થાનમાં સ્વયંભૂરમણ સમુદ્રમાં વસનારા ચંદ્રમાના ચંદ્રદ્વીપો આવેલા છે.એજ પ્રમાણે સ્વયંભૂરમણ સમુદ્ર- માં રહેવાવાળા સૂર્યોના સૂર્યો દ્વીપોના સંબંધમાં કથન સમજી લેવું. પરંતુ અહીયા સ્વયં ભૂરમણ સમુદ્રની પશ્ચિમ દિશાની વેદિકાના અંતભાગથી સ્વયંભૂરમણ સમુદ્રની પૂર્વ દિશા તરફ ૧૨ બાર હજાર યોજન પર્યન્ત આગળ જવાથી ત્યાં આવતા સ્થાનમાં સ્વયં ભૂરમણમાં આવેલ સૂના સૂર્યદ્વીપો છે. અને તેમની રાજધાનીયો પોતપોતાના દ્વીપો ની પૂર્વ દિશાની તરફ સ્વયે ભૂરમણ સમુદ્રમાં અસંખ્યાત હજાર યોજન આગળ જવાથી આવે છે. [૨૧૮] હે ભગવનું લવણસમુદ્રમાં વેલંધર છે ? નાગરાજ છે? ખત્રા છે ? અગ્ધા છે? સીહા છે? વિજાતિ છે? હા ગૌતમ ! એ બધા ત્યાં છે. જે પ્રમાણે લવણ સમુદ્રમાં વેલંધર છે, યાવતુ વિજાતિ છે. જલનો હાસ અને વૃદ્ધિ છે. એજ પ્રમાણે શું બહારના સમુદ્રોમાં પણ વેલંધર આદિ છે? હે ગૌતમ! આ અર્થ બરોબર નથી. " [૨૧૯-૨૨૨] હે ભગવનું લવણ સમુદ્રમાં ઉચું ઉછળવાવાળું પાણી છે? અથવા સ્થિર રહેવાવાળું પાણી છે? કે સમસ્થિતિવાળું પાણી છે ? અથવા ક્ષોભ ન પામે તેવું પાણી છે ? હે ગૌતમ ! લવણ સમુદ્રમાં ઉંચું ઉછળવાવાળું પાણી છે. સ્થિર રહેવાવાળું પાણી નથી, ક્ષોભ પામનારૂં પાણી છે, ક્ષોભ ન પામનારૂં પાણી નથી. બહારના સમુદ્રો ઉચે ઉછળવાવાળા પાણીવાળા નથી. પરંતુ સ્થિર પાણીવાળા છે. શ્રુભિત જલવાળા નથી. પરંતુ અક્ષભિત જલવાલા છે. હે ભગવન્! લવણ સમુદ્રમાં અનેક ઉદાર મેઘો સંમૂર્છાનાની સમીપતિ હોય છે? સંપૂર્ઝન જન્મવાળા હોય છે? અને તે પછી તે તેમાં વરસે છે ? હા ગૌતમ તેમ હોય છે. હે ભગવન્! લવણ સમુદ્રની જેમ બહારના સમુદ્રોમાં અનેક ઉદાર મેઘો સંપૂર્ઝનના સમીપતિ હોય છે ? સંપૂર્ઝન જન્મવાળા હોય છે? અને તેઓ ત્યાં વરસે છે શું? હે ગૌતમ!આ અર્થ બરોબર નથી. હે ભગવન્! આપ એવું શા કારણથી કહો છો? હે ગૌતમ ! બહારના સમુદ્રોમાં અનેક ઉદક યોનિક જીવો અને પગલો મેઘ વૃષ્ટિ વિના ત્યાં જાય છે. અને કેટલાક ત્યાં ઉત્પન્ન થતા રહે છે. અર્થાત્ કેટલાક જલકાયિક જીવો ત્યાં જાય છે. અને કેટલાક જલકાયિકો ત્યાં ઉત્પન્ન થાય છે. તથા કેટલાક પુદ્ગલોનો ત્યાં ચય થાય છે. અને ઉપચય થાય છે. તે જળકાયિક જીવોની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. એજ કારણથી હે ગૌતમ ! મેં એવું કહેલ છે. કે બહારના ' સમુદ્રો પાણીથી ભરેલા છે. યાવતું પૂરેપૂરા ભરેલા ઘડા જેવા છે. હે ભગવન્! લવણસમુદ્ર ઉઘની પરિવૃદ્ધિથી કેટલા યોજનનો કહેવામાં આવેલ છે? હે ગૌતમ! લવણ સમુદ્રની બને તરફ પંચાણું પંચાણુ પ્રદેશ જવાથી ત્યાં એક પ્રદેશ રૂપ જે સ્થાન આવે છે. તે ઉદ્દેધ અને પરિવૃદ્ધિની અપેક્ષાએ ત્રસ રેણ, વિગેરે રૂપ કહેવામાં આવેલ છે. પંચાણું પંચાણુ વાલારૂપ સ્થાન પર જવાથી એક વાલાઝની ઉધ પરિવૃદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy