SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ જીવાજીવાભિગમ- ૩૯ી.સ./૨૧૨ સિવાય બાકીનું તમામ કથન વિજયા રાજધાનીના કથન પ્રમાણે જ છે. આજ પ્રમાણેનું કથન સૂર્યોના સૂર્ય દ્વીપોના સંબંધમાં પણ સમજી લેવું. પરંતુ કાલોદ સમુદ્રની પશ્ચિમ વેદિકાના અંતથી પૂર્વ દિશામાં બારહજાર યોજન આગળ જવાથી બરોબર એજ સ્થાન પર સૂર્યની દ્વીપ છે. અને એજ પ્રમાણેની રાજધાનીયો છે. પરંતુ એ પોતપોતાના દ્વીપથી પશ્ચિમ દિશામાં જવાથી બીજા કાલોદ સમુદ્રમાં બારહજાર યોજન દૂર છે. એજ પ્રમાણે પુષ્કરવરદ્વીપના પૌરવસ્ય વેદિકાન્તથી પુષ્કરવર સમુદ્રમાં બાર હજાર યોજન આગળ જવાથી ચંદ્રદીપ આવેલ છે. તથા અન્ય પુષ્કરદ્વીપમાં તેની રાજ ધાનીયો છે. એ પ્રમાણે પુષ્કર દ્વીપમાં આવેલ સૂયના દ્વીપો પુષ્કર દ્વીપની પશ્ચિમ દિશાની વેદિકાના અંતથી પુષ્કરવર સમુદ્રને બારહજાર યોજન પાર કરીને પુષ્કરોદધિ સમુદ્રમાં છે. [૨૧૩] દ્વીપ સમુદ્રોમાંના કેટલાક દ્વીપો અને સમુદ્રોના નામો આ પ્રમાણે છે. [૨૧૪-૨૧૬] જંબુદ્વીપ, લવણસમુદ્ર, ધાતકીખંડદ્વીપ, કાલોદસમુદ્ર, પુષ્કરવર દ્વીપ, પુષ્કરવરસમુદ્ર, ધૃતવરદ્વીપ, વૃતવરસમુદ્ર, ઈક્ષવરદ્વીપ, ઇસુવરસમુદ્ર નંદીશ્વર દ્વીપ નંદીશ્વરસમુદ્ર, અરૂણવરદ્વીપ અરૂણવરસમુદ્ર, કુંડલવરદ્વીપ કુંડલવરસમુદ્ર, રૂચકદ્વીપ રૂચકસમુદ્ર. આભરણદ્વીપ, આભરણસમુદ્ર, વસ્ત્રદ્વીપ, વસ્ત્રસમુદ્ર, ગંધદ્વીપ, ગંધસમુદ્ર, ઉત્પલદ્વીપ, ઉત્પલસમુદ્ર, તિલકદ્વીપ, તિલકસમુદ્ર, પૃથિવીદ્વીપ, પૃથ્વીસમુદ્ર, નિધિદ્વીપ નિધિસમુદ્ર, રત્નદ્વીપ, રત્નસમુદ્ર, વર્ષધરદ્વીપ, વર્ષધરસમુદ્ર, હૃહદ્વીપ દ્રહસમુદ્ર, નંદીદ્વીપ, નંદીસમુદ્ર, વિજયદ્વીપ, વિજયસમુદ્ર, વક્ષસ્કારદ્વીપ, વક્ષ સ્કારસમુદ્ર, કપિદ્વીપ, કપિસમુદ્ર, ઈદ્રદ્વીપ, ઈદ્રસમુદ્ર, પુરદ્વીપ, પુરસમુદ્ર, મંદરદ્વીપ મંદર સમુદ્ર, આવાસદ્વીપ આવાસસમુદ્ર, કૂટદ્વીપ કૂટસમુદ્ર, નક્ષત્રદ્વીપ, નક્ષત્રસમુદ્ર, ચંદ્રદ્વીપ, ચંદ્રસમુદ્ર, સૂર્યદ્વીપ, સૂર્યસમુદ્ર વિગેરે અનેક નામોવાળા દ્વીપો અને સમુદ્રો છે. [૧૧૭] હે ભગવન્ દેવદ્વીપના ચંદ્રમાઓનો ચંદ્રદ્વીપ ક્યાં આવેલ છે? હે ગૌતમ ! દેવદ્વીપની પૂર્વ દિશાના અંતભાગથી દેવોદ સમુદ્રમાં બારહજાર યોજન સુધી આગળ જવાથી ત્યાં આવતા સ્થાન પર દેવદ્વીપમાં આવેલ ચંદ્રોનો ચંદ્રઢીપ આવે છે. પોતાના ચંદ્રદ્વીપોની પશ્ચિમદિશામાં એજ વિદ્વીપને તથા અસંખ્યાત દ્વીપ સમુદ્રોને પાર કરવાથી એ સ્થાન પર દેવદ્વીપમાં આવેલ ચંદ્રોની ચંદ્રા નામની રાજધાનીયો છે. એજ પ્રમાણે સૂર્યોના સૂર્યદ્વીપોના સંબંધમાં પણ સમજી લેવું. હે ભગવનું દેવસમુદ્રમાં ચંદ્રોના ચંદ્રદ્વિીપો ક્યાં આવેલા છે? હે ગૌતમ ! દેવોદક સમુદ્રની પૂર્વદિશાની વેદિકાના અંતભાગથી દેવોદધિસમુદ્રને પશ્ચિમમાં બારહજાર યોજન પાર કરવાથી આગળ જતા ત્યાં આવેલા સ્થાન પર દેવોદધિ સમુદ્રના ચંદ્રોનો ચંદ્રદ્વીપ આવે છે. એ જ પ્રમાણે દેવોદગદ્વીપમાં આવેલ સૂના સૂર્યદ્વીપ દેવોદકસમુદ્રના પશ્ચિમાન્ત વેદિકાના અંતભાગથી દેવોદક સમુદ્રની પૂર્વ દિશાના તરફ બારહજાર યોજન આગળ જવાથી ત્યાં આવેલ એજ સ્થાન પર તેમની રાજધાનીયો પોતપોતાના સૂર્યદ્વીપોની પૂર્વ દિશામાં દેવોદક સમુદ્રને પાર કરીને અસંખ્યાત હજાર યોજન આગળ જવાથી ત્યાં આવેલા સ્થાનમાં છે. - આજ પ્રમાણે નાગદ્વીપ, નાગસમુદ્ર, યક્ષદ્વીપ. યક્ષ સમુદ્ર, ભૂતદ્વીપ અને ભૂતસમુદ્ર આ ચાર દ્વીપ સમ- દ્રોના અને સૂર્યોના દ્વીપોના સંબંધમાં પણ કથન કરી લેવું. હે ભગવનું સ્વયંભૂરમણ સમુદ્રમાં આવેલ ચંદ્રમાના ચંદ્રદ્વીપ નામના દ્વીપો ક્યાં આવેલ છે ? સ્વયંભૂરમણ દ્વીપની પૂર્વ વેદિકાના અંતભાગથી સ્વયં ભૂરમણ સમુદ્રમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy