SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ આશ્રવ, અધ્યયન-૨ ભોગવવાની ક્રિયામાં કાંઈ પાપ નથી કે અક્રિયામાં નિર્જરા નથી. એ પ્રમાણે નાસ્તિકો, કહે છે. કુદર્શનીઓ અને અસભાવવાદીઓ અને મૂઢ લોકો બીજું એવું પણ કહે છે કે આ જગત ઈંડામાંથી પોતાની મેળે જખ્યું છે. એ પ્રમાણે તેઓ અસત્ય પ્રપણા કરે છે. વળી કેટલાકો ઈશ્વરને જગત્કતા કહે છે, કેટલાકો આ જગતને વિષણમય માને છે. કેટલાકો પંચભૂતમાંથી આ જગતુ પોતાની મેળે બન્યું છે એમ માને છે. આત્મા વ્યાપી. રહેલો છે, તે સુકૃત-દુષ્કૃતનો કત નથી પણ ભોક્તા છે, ઈદ્રિયોજ સર્વથા સુકત-દુષ્કતના કારણરુપ છે, સર્વ પ્રકારે નિત્ય, ક્રિયારહિત, ગુણ રહિત અને કર્મબંધનના લેપરહિત એવો જગતમાં એકજ આત્મા છે. વળી કેટલાક એવો મૃષાવાદ કરે છે કે જે કાંઈ આ મનુષ્યલોકમાં સુકૃત-દુષ્કતનાં ફળ દેખાય છે સ્વાભાવિક રીતે જન્મે છે અથવા દેવ પ્રભાવથી ઉત્પન્ન થાય છે, પરંતુ પ્રાણીએ પોતે કરેલા ઉદ્યમનું ફળ એ નથી. એ પ્રમાણે ભવિતવ્યતાવાદીઓ પરમાર્થના સ્વરુપનું લક્ષણવિ ધાન કરે છે. ઋદ્ધિગારવ, રસ ગારવ અને શાતાગા રવમાં તત્પર એવા ઘણા લોકો જેઓ ધર્મક્રિયા કરવામાં આળસુ છે તેઓ ધર્મની વિચારણામાં મૃષા બોલે છે, બીજા લોકો અધર્મ અંગીકાર કરતાં રાજ્યની વિરુદ્ધ જૂઠાં આળ ચડાવે છે અને ચોરી નહિ કરનારને ચોર કહે છે, સમભાવી અને સરલ માણસને કજીયાખોર કહે છે; સુશીલવંત માણસને દુશીલવંત વિનયવંતને દુર્વિનીત કહે છે. બીજા દુષ્ટ મનુષ્યોકહે છે કે “એ તો પોતાના મિત્રની સ્ત્રીનું સેવન કરે છે.” કેટલાકો બીજાઓને ધર્મભ્રષ્ટ વિશ્વાસધાતી પાપકર્મી લોક વિરુદ્ધ કર્મ કરનારા, અગમ્ય એવી સ્ત્રીઓ સાથે દુષ્ટાચાર સેવનાર, દુરાત્મા, બહુપાતકી કહે છે, અને એ રીતે ભલા પુરુષોને મત્સરધારી મનુષ્યો અવગુણયુક્ત કહે છે. એવાં જૂઠાં વચન બોલ વામાં હોશિયાર અને બીજાને દોષિત ઠરાવવામાં આસક્ત મનુષ્યો જેઓ અણવિચાય વચનો બોલે છે અને જેઓનું મુખ તેમના શત્રુરુપ છે તેઓ પોતાના આત્માને અક્ષય દુઃખનાં બીજાં એવાં કર્મોના બંધને કરીને વીંટે છે, વળી એવા લોકો પારકી થાપણ પચાવી પાડવા જુઠું બોલે છે, પારકા ધનને વિષે આસક્ત હોઈ લોભને વશ વર્તતા બીજાઓ ઉપર અછતા દોષોનું આરોપણ કરે છે, જૂઠી સાક્ષી પૂરે છે, ધનને અર્થે કન્યાને અર્થે ભૂમિને અર્થે, તેમજ ચૌપદાદિ-જાનવરોને અર્થે જૂઠું બોલનારાઓ અધોગતિને પામે છે. બીજાઓ પણજૂઠું બોલે છે. કેટલાંકો જાતિ- કુલ-શીલ વિષે કપટપૂર્વક જૂઠું બોલે છે. ચપળ મનુષ્ય આઘું પાછું બોલે છે, ચાડી કરે છે, પરમ અર્થ૫ મુક્તિનાં ઘાતક એવાં વચન બોલે છે. કેટલાકો અછતું, દ્વેષયુક્ત અનર્થકારી, પાપકર્મના મૂલરુપ વચન, અસમ્યક્ પ્રકારે દેખેલું અને અસમ્યક પ્રકારે સાંભળેલું હોય એવું અવિચાર્યું નિર્લજ્જ વ લોકનિંઘ અત્યંત વધ-બંધન અને પરિતાપ ઉત્પન્ન થાય તેવાં, વચન, જરા-મરણદુઃખ-શોકના કારણરુપ વચન અને અશુદ્ધ પરિણામે મલીને એવા વચન બોલે છે. વળી ખોટા અભિપ્રાયમાં પ્રવર્તનારા, અછતા ગુણને બોલનારા, છતા ગુણને ઉડાડી મૂકનારા, હિંસા વડે જીવનો નાશ થાય તેવું વચન બોલનારા મૃષાવાદયુક્ત વચન બોલનારા, સાવધ અકુશલ અને સાધુજનોથી નિંદાયેલું વચન બોલનારા અને અધર્મજનક બોલ નારાઓ પણ મૃષાવાદી છે. તે ઉપરાંત પુણ્ય-પાપના અજાણ. અધિકરણથી થતી ક્રિયા ના પ્રવર્તક, પોતાનો અને પરનો અનર્થ તથા વિનાશના કરનારા એ બધા મૃષાવાદી છે. કેટલાકો ભેંસો, ડુક્કરો, વગેરેના ઘાતકોને ખબર આપે છે, તેમજ સસલાં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy