SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ પાવાગર-૧/૨/૯ અને અવિશ્વાસનો અત્યન્ત વ્યાપાર છે, નીચ જનોથી સેવાય છે, સૂગરહિત છે. વિશ્વાસ વિનાશક છે, સારા સાધુએ નિંદવાવલાયક છે, પરપીડાકારક છે, ઉત્કૃષ્ટ કૃષ્ણ લેયાથી યુક્ત છે, દુગતિમાં લઈ જનાર છે, સંસાર વધારનાર છે, વારંવાર જન્મ કરાવનાર છે, ધણા કાળથી પરિચિત છે, સાથે ચાલ્યું આવે છે, અને અંતે દુઃખ ઉપજા વનાર છે. [૧૦]બીજા અધર્મદ્વારમાં મૃષાવાદનાં ત્રીસ ગુણનિષ્પન્ન નામ નીચે મુજબ કહ્યાં છે -જુઠું, માયાવી શબ્દો, અનાર્યવચન, કપટયુક્ત જુઠ્ઠ. ન હોય તે વાત કહેવી તે. ઓછું, અધિક અને નિરર્થક બોલવું તે. મિથ્યા પ્રલાપ. વિદ્વેષયુક્ત નિંદા. વક્ર વચન. માયાપાપવાનું વચન ઠગાઈભર્યું વચન. "મિથ્યા કહ્યું” એવું કહ્યા છતાં પાછળથી તેવુંજ કરવું તે. અવિશ્વાસુ વચન. પોતાના દોષ અને પારકા ગુણને ઢાંકનારું કથન.ન્યાયથી ઉપરવટ વચન. આર્તધ્યાન.આળ મૂકવું.મલિન વચન.વાંકું બોલવું.વનના જેવું ગહન વચન. મર્મયુક્ત વચન. ગૂઢાચારવાનું વચન. માયાપૂર્વક ગોપ વેલું વચન. અપ્રતીતિજનક વચન. અસમ્યફ આચારયુક્ત વચન. ખોટી પ્રતિજ્ઞા. સત્ય વચન પ્રત્યે શત્રુતાભર્યું કથન. અવ હેલનાવાળા શબ્દો. માયાએ કરી અશુદ્ધ વચન. વસ્તુના સભાવને ઢાંકનારું કથન. [૧૧] મૃષાવચન કોણ બોલે છે. તે વિષે ત્રીજે દ્વાર કહે છે. પાપી, અસંયત, અવિરતિ (પાપથી નિવત્યા નથી તેઓ) કપટી, કુટિલ, દારુણ સ્વભાવવાળા, ચપળ ક્ષણે. ક્ષણે નવા ભાવવાળા, ક્રોધ, લોભી, બીજાને ભય ઉપજાવનારા મશ્કરીખોર સાખીયા, ચોર, માંગણહારા, માંડવીયા, જીતેલા જુગારી, ગીરો રાખનાર, માયાવી, ખોટા વેશ ધારી, વાણિજ્ય કાર, ખોટું તોળનારા, ખોટું માપનારા, ખોટા સીકકા ચલાવી આજીવિકા ચલાવનારા, વણકર-સોની-છીપા-બંધારા વગેરે, ઠગારા, હેરું મુખ કોટવાળ, જાર કર્મને કરનારા, દુષ્ટ વચન બોલનારા, ચાડીયા, ઋણને નાક બૂલ કરનારા, પહેલું વચન બોલવામાં ચતુર સાહસિક માણસો, તોછડા માણસો, અસત્ય હેતવાળા, ઋદ્ધિ વગેરેના ગર્વવાળા, અસત્યને સત્ય તરીકે સ્થાપનારા, અહંકારી, અનિગ્રહી, નિરંકુશ, સ્વચ્છેદી, જેમ-તેમ બોલી નાંખનારા, એ બધા જૂઠું બોલનારા હોય છે. જેઓ જુઠથી નિવત્ય નથી તેઓ પણ મૃષાવાદી છે. તે ઉપરાંત નાસ્તિકવાદી. તથા લોકસ્વરુપને વિપરીત કહેનારાઓ છે, કે જેઓ એમ કહે અને સાંભળે છે કે-જીવો અજીવ નહિ, જન્મ-જાતિ નથી. ઈહલોક-પરલોક નથી, અને જીવને પુણ્ય કે પાપ કાંઈ લાગતાં નથી અને તેનાં ફળરુપે સુખ-દુઃખ પણ નથી, પંચ મહાભૂત એકઠાં થવાથીજ માત્ર શરીર ઉત્પન્ન થયું છે અને તે માત્ર વાયુના યોગથી સહિત છે. કેટલાકો પાંચ સ્કંધને જીવ કહે છે. કેટલાક મનનેજ જીવ કહે છે. કેટલાક શ્વાસોચ્છુવાસને જીવ કહે છે કેટલાકો કહે છે કે આ શરીરજ માત્ર આદિ અને અંત છે આ. ભવ છે જે એકજ ભવ છે, કેટલાક મૃષાવાદી કહે છે કે દાન, વ્રત, પૌષધ, તપ, સંયમ, બ્રહ્મચર્ય આદિનું ફળ કલ્યાણકારક છે એવું કાંઈ નથી, વળી તેઓ કહે છે, હિંસા, જૂઠ, ચોરી, પરદારાસેવન, પરિગ્રહ એ પાપકર્મો નથી; તેમજ નરકતિર્યંચ-મનુષ્યની યોનિ માં ઉત્પન્ન થવાપણું નથી અને દેવલોકમાં કે સિદ્ધગતિમાં જવાપણું નથી; મા-બાપ પણ નથી, ઉદ્યમ કરવાપણું નથી, પ્રત્યાખ્યાનની જરુર નથી, કાળ નથી કે મૃત્યુ પણ નથી; તેવીજ રીતે અરિહંત, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ પણ નથી, કોઈ ઋષિ-મુનિ પણ નથી, થોડું કે ઝાઝું ધર્મ-અધર્મનું ફળ પણ નથી; ઈદ્રિયોને અનુકૂલ સર્વ પ્રકારના વિષયો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy