SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ પાવાગરણ ૧/ર/૧૧ જંગલી પશુઓ, રોજ વગેરેની ખબર વાઘરીઓને આપે છે, તે ઉપરાંત પારધીને તેતર, બટેરા,લાવા,કપિંજલ,કબૂતર વગેરે પક્ષીઓની જાણ કરે છે, વળી માછીમારને માછલાં, મગર અને કાચબા વગેરેની ખબર આપે છે, શંખ, કોડા વગેરેની ખબર ધીવરને આપે છે, અજગર, ફેણરહિત સર્પ, મંડલીક સર્પ, ફેણધર, સર્પ મુકુલીન સર્પ વગેરેની ખબર ગાડીને આપે છે, ધો શેળો, સલ્લક, કાકડા વગેરેની ખબર તેના પકડનારને આપે છે; ; હાથી-વાનરનાં ટોળાંની ખબર તેને પાશમાં બાંધ નારને આપે છે, પોપટ, મોર, મેના, કોયલ, હંસનાં ટોળાં, સારસ વગેરેની ખબર તેમને પકડીને પીંજરે પૂરનારાને આપે છે, વધ, બંધન અને પીડા ઉપજાવવાની રીત નગરના કોટવાલ વગેરેને બતાવે છે, ધનધાન્ય તથા ગાય વગેરે પશુંઓની ખબર ચોરને આપે છે, ગામ, નગર, પટ્ટણ વગેરેની ખબર હેરુને આપે છે; માર્ગને અન્ત અથવા માર્ગમાં મુસાફરોને લૂંટવાને માટે લૂટારાઓને ખબર આપે છે; ચોરી કરનાર વિષેની ખબર કોટવાલને આપે છે; પશુના કાન કાપવા, ખસ્સી કરવી, ગાય વાયુ પૂરવો, દોહવું, પોષવું, વાછરડાંને બીજી ગાય સાથે હેળવવાં, બળદ વગેરેને ગાડે જોડવા, ઈત્યાદિ પ્રકારની રીત ગોવાળીયા વગેરેને આપે છે, ધાતુ, મળસીલ, પ્રવાલ, રત્નાદિનાં ઉત્પત્તિસ્થાનની ખબર ખાણ ગાળનારને આપે છે, ફળ-ફુલ વગેરે નીપજાવવાનો વિધિ માળીને કહે છે, બહુમૂલ્ય મધ નીપજાવવાનાં સ્થાનની ખબર ભીલ લોકોને આપે છે; જૂદા જૂદા પ્રકારનો અનિષ્ટ ઉપદેશ આપવો, જેવો કે યંત્રોનો ઉપયોગ વિષપ્રયોગ ક્ષોભાવવું, મંત્રો તથા જડીબુટ્ટી બતાવવા, ચોરીપરદા રાગમન-વગેરે બહુ પાપકર્મની રીતિ શીખવવી,બળને તોડવા સમજાવવું, ગામ ભાંગવાં-વન બાળવા-તળાવ ફાડવા-વગેરે દુષ્કર્મો શીખવવાં, કોઈની સારી બુદ્ધિનો નાશ કરતાં શીખવવું, આ પ્રમાણે ઉપદેશ આપ નારાઓનું કાર્ય ભય, મરણ, ક્લેશાદિ દોષને ઉપજાવનાર છે, મનના ભાવને ક્લેશયુક્ત અને મલીન કરનાર છે. એવા પ્રકારનાં ઉપદેશવચનો પ્રાણીનો ઘાત તથા પરંપરાએ વિનાશ કરાવવાવાળાં છે અને પાપની ઉદીરણા કરનારાં છે. અણવિચાર્યું બોલ્યા કરે તે મૃષાવાદ છે. વળી ઉપદેશ આપવો કે ઉટ, બળદ, રોજ વગેરે જનાવરોને દમો ઘોડા, હાથી, બકરાં, કુકડાને ભાડે ફેરવો, વેચો, વેચાતા લ્યો રાંધો, સગાંસંબંધીઓને તે આપો, મદિરાદિ પાઓ, દાસ-દાસી ચાકર, ભાગીદાર, શિષ્ય ખેપીયા, કામગરા, કિંકર, એવા બધા સ્વજનપરિજનો કેમ નવરા બેઠા છે, તમારી સ્ત્રી કેમ નવરી બેઠી છે ગહન વન, વૃક્ષને કાપી નાંખીને તેનાં યંત્ર, વાસણ, અને બીજાં બહુવિધ સાધનો બનાવો; શેરડીને કાપીને પીલાવો, તલને પીલાવો. ઘરને અર્થે ઈટો પડાવો, ખેતર ખેડો અને ખેડાવો, જંગલમાં ગામ, નગર, ગામડાં વાસ વગેરે વસાવો; ધણી વિશાળ સીમામાં ફળ-ફુલ, કંદ, મૂળાદિ, પાકી નીકળ્યા છે માટે તે સગાં-સંબંધીઓને માટે લઈ લો અને સંગ્રહ કરો; ડાંગર, ચોખા, જવ વગેરે લણાવો, ખેડાવો, ઉપખાવો અને જલ્દી કોઠારમાં ભરો; નાનાં-મોટાં વહાણોના સાથને હણો-લુંટો, ઘોર જંગલમાં જાઓ; લડાઈ ચલાવો, બાળકને ગાડાં વગેરે હાંકતાં શીખવી, મુંડનવિવાહ યજ્ઞાદિ અમુક દિવસે કરો કારણ કે તે દિવસે સારો છે, કારણ- મુહૂત- નક્ષત્રતિથિ સારાં છે, આજે સ્નાન કરો, આનંદપૂર્વક ખાઓ-પીઓ, મંત્ર-મૂલાદિથી સંસ્કારિતા કરેલા જળવડે સ્નાન કરો, શાન્તિ-કર્મ કરો, સર્ય-ચંદ્રના ગ્રહણનાં ફળ તથા માઠાં સ્વમા દિનાં ફળ આવાં છે એમ કહે, સગાં-વહાલાં માટે, પોતાના જીવનની રક્ષા માટે ભોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy