SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ, અધ્યયન-૧ ૨૫૭ પરિભ્રમણ કરે છે. એકેદ્રિયપણે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક શરીરધારી, સાધારણ શરીરધારીમાં જીવો જન્મમરણનાં દુઃખો ભોગવે છે. તેમાં પ્રત્યેક શરીરી જીવ સંખ્યાતા કાળ સુધી અને સાધારણ શરીરી જીવ અનંત કાળ સધી અનિષ્ટ દુઃખો અનુભવે છે. એકેંદ્રિયપણે ઉત્કૃષ્ટ ઉત્પત્તિ વારંવાર વૃક્ષ મૂહને વિષે છે. જમીન ખોદાતા પૃથ્વીકાયમાં જીવને દુખ ભોગવવાં પડે છે. પાણીમાં રહેલાં એકેંદ્રિયપણે જીવોને મદવુિં, ઉલેચાવું અને અંધાવું પડે છે. અગ્નિ અને વાયુકાય માં જીવોને પરસ્પર એક બીજા સાથે અથડાવું, હણાવું, મરાવું અને પરસ્પર પરિતાપના વેઠવી પડે છે. આવા એકેંદ્રિયાદિકને વાંચ્છના વિના, નિરર્થકપણે, પોતે નહિ ઉત્પન્ન કરેલાં એવાં દુઃખો પરને અર્થે ભોગવવા પડે છે. ઔષધો-આહાર આદિને માટે એકેંદ્રિય જીવોને મનુષ્યો ખાંડે છે, છાલ ઉતારે છે, રાંધે છે, ચૂર્ણ કરે છે, દળે છે, કૂટે છે, સેકે છે, ગાળે છે, ચોળે છે, સેડવે છે, વિભાગ કરે છે, ભાંગે છે, છેદે છે, છોલે છે, ચુંટે છે, મૂડે છે, બાળે છે, ઈત્યાદિ રીતે એકેંદ્રિયપણે જીવો દુઃખોને ભવપરંપરામાં અવિચ્છિન્ન પણે અનુભવતાં ભયાનક સંસારમાં પરિભ્રમણ કરે છે. પ્રાણાતિપાત કરનાર પાપી જીવો એકેંદ્રિયપણે અનંત કાળ સુધી દુઃખ ભોગવીને મનુષ્યપણું પામે તેમજ નરકાદિમાં નીકળીને મનુષ્ય પણું પામે, તોપણ તેઓ બાપડા પુણ્યરહિત હોઈને વિકૃત અંગો અને વિકલ રુપને પામે છે. તેઓ કુબડા, વાંકા શરીરવાળા, ઠીંગણા, બડેરા, કાળા,કોઢવાળા, પાંગળા, ગાત્ર રહિત, મૂંગા, બોબડા, આંધળા, એક આંખવાળા, રોગ-વ્યાધિથી પીડાતા, અલ્પાયુષી, શસ્ત્રથી વિનાશ પામતા, મૂર્ખ, કુલક્ષણા, દુબળા, કુરુપ, રાંક, હલકા કુળના, બળ સત્વ થી હીન, સુખરહિત, અશુભ દુઃખ ભોગવાનારા મનુષ્યપણે ઉત્પન્ન થાય છે. નરકમાં ભોગવતાં બાકી રહેલાં કર્મો ભોગવવા નારકી તીર્થંચ અને ભુંડા માણસના અવતાર પણે પરિભ્રમણ કરતાં અનંત દુઃખને એ પાપ કરનારાઓ પામે છે. એ પ્રમાણે હિંસા કરનારાઓ આ લોક અને પરલોકમાં હિંસાના ફળ-વિપાકને ભોગવે છે. એ ફળવિ પાકમાં અલ્પ સુખ, બહુ દુઃખ રહેલું છે. જેનો કર્મ રુપ મેલ બહુ ચીકણો છે, દારુણ છે, કર્કશ છે, આકરો છે, હજારો વર્ષ સુધી ન છૂટે તેવો છે, તેને તે કર્મ ભોગવ્યા વિના છૂટકો નથી અને તે સિવાય મુક્તિ પણ નથી. આ પ્રમાણે જ્ઞાતકુનંદન મહાત્મા જેણે રાગદ્વેષને જીત્યા છે. જેનું “વીર” એવું શ્રેષ્ઠ નામ છે, તેમણે પ્રાણવધનો ફળવિપાક કહ્યો છે. એ પ્રાણવધ પાપકારી, પ્રચંડ, રુદ્ર-શુદ્ર જનોએ આચરેલો, અનાયએ કરેલો, દયારહિત, ઘાતકી, મહાભયકારી, બીક ના કારણરુપ, ભીષણ, ત્રાસકારકસ અન્યાયકારક, ઉદ્વેગકારક, જીવરક્ષાની અપેક્ષા રહિત, ધર્મરહિત, સ્નેહરહિત કરુણારહિત, જલ્દીથી નરકમાં લઈ જનાર, મોહના મહા ભયનો પ્રવર્તનકાર અને મરણથી દીનતા લાવનાર છે. એ રીતે પહલું અધર્મદ્વાર પૂરું. અધ્યયનઃ આસવદાર-૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (અધ્યયન ર આશ્રવદ્વાર-૨ ) [૯] હવે (અધમ, આસ્રવ દ્વારનું બીજું અધ્યયન કહીશ. મૃષાવાદ ગુણગૌરવ રહિત છે, ચપળ, પુરુષ બોલે છે, ભયકારક છે, દુઃખકારક છે. અપયશકારક છે, વૈર કારક છે, રાગદ્વેષ એવાં લક્ષણવાળો મન ક્લેશ ઉપજાવે છે, શુભ ફળથી રહિત માયા 17] For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy