SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૫ વર્ગ-૫, અધ્યયન-૧ બોલાવે છે. તેઓને આ પ્રમાણે કહે છે - હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને દ્વારિકા નગરીના જ્યાં ત્રિકથાવતુ અનેક રસ્તાઓ જ્યાં મળતાં હોય ત્યાં ઘોષણાપૂર્વક કહો “હે દેવાનુપ્રિયો! નવ યોજન પહોળી યાવતુ દેવલોક જેવી દ્વારિકા નગરીનો વિનાશ સુરા અગ્નિ અને દ્વૈપાયન ઋષિના કારણે થશે. તેથી હે દેવાનુપ્રિયો ! દ્વારિકા નગરીના કોઈ પણ રાજા હોય અથવા યુવરાજ હોય, ઈશ્વર કે ઐશ્વર્યવાન હોય, તલવર હોય, માંડિલક હોય, કૌટુમ્બિક કુટુંબોનું પાનલ કરવા વાળા, ઈભ્ય હોય, મહારાણી હોય, કુમારી હોય કે કુમાર હોય, જે અરિહંત અરિષ્ટનેમિ પાસે મુંડિત થઈ પ્રવ્રજિત થવાની ભાવના રાખતા હોય તે બધાને કષ્ણ વાસુદેવ આજ્ઞા આપે છે. તેની પાછળ જે કોઈ નિરાશ્રિત હશે તેને માટે કૃષ્ણ વાસુદેવે યથાયોગ્ય આજી વિકાનો પ્રબંધ કરશે. કૃષ્ણ વાસુદેવ દીક્ષા લેનારનો મહાન ઋદ્ધિસત્કારપૂર્વક નિષ્ક્રિમણ-દીક્ષા મહોત્સવ ઊજવશે. આ પ્રમાણે બે ત્રણ ઘોષણા કરો. ત્યાર પછી તે પદ્માવતી દેવી અહિત અરિષ્ટનેમિ પાસે ધર્મકથા સાંભળી તેને હૃદયંગમ કરી આનંદવિભોર બની ગઈ. સંતુષ્ટ થઈ યાવતુ પ્રસન્ન થઈ. અરિહંત અરિષ્ટ નેમિ ભગવાનને વંદના-નમસ્કાર કરે છે. - હે ભગવન્! નિર્ચન્જ પ્રવચન અથતું આપની વાણી પર હું શ્રદ્ધા રાખું છું. આપ જે કહો છો તે સત્ય છે. દેવાનુપ્રિય! હું કૃષ્ણવાસુદેવને પૂછું છું. ત્યાર પછી આપની પાસે મુંડિત થઈ યાવતુ દીક્ષા ગ્રહણ કરીશ. -દેવાનુપ્રિયે ! જેમ તમને સુખ ઉપજે તેમ કરો તેમાં વિલંબ ન કરો. ત્યાર પછી તે પદ્માવતીદેવી ધાર્મિક શ્રેષ્ઠ રથ પર આરૂઢ થાય છે. આરૂઢ થઈ આવી, દ્વારિકા નગરી કૃષ્ણ વાસુદેવ હતા ત્યાં આવે છે. આવીને બે હાથ જોડીને આ પ્રમાણે કહે છે. હે દેવાનુપ્રિય ! જો આપ આજ્ઞા આપો તો અરિહંત અરિષ્ટનેમિ ભગવાન પાસે મુંડિત થઈને યાવતુ દીક્ષા ગ્રહણ કરું. કૃષ્ણ-જેમ તમને સુખ ઊપજે તેમ કરો. - ત્યારપછી કૃષ્ણ વાસુદેવ કૌટુમ્બિક પુરુષોરાજસેવકોને બોલાવે છે અને બોલાવીને આ પ્રમાણે આજ્ઞા આપે છે-દેવાનુપ્રિયો ! પદ્માવતી દેવીના વિશાળ દીક્ષા મહોત્સવની જલદી તૈયારી કરો ત્યાર પછી તે કૃષ્ણ વાસુદેવ પદ્માવતી દેવીને નાનપટ્ટપર બેસાડે છે. એકસો આઠ સોનાના કળશોથી દીક્ષા-મહોત્સવ સંબંધી સ્નાન કરાવે છે. સ્નાન કરાવીને બધા પ્રકારના આભૂષણોથી આભૂષિત કરે છે. તેમ કરીને પુરુષ સહસ્રવાહિની પાલખીમાં બેસાડે છે. દ્વારિકા નગરીની વચોવચ થઈને તે નીકળે છે. નીકળીને જ્યાં રેવતક પર્વત હતો, જ્યાં સહસ્ત્રાભવન નામનો બાગ હતો, ત્યાં આવે છે ત્યાં આવીને પાલખીને ઉતારે છે. પદ્માવતીદેવી પાલખીમાંથી ઊતરે છે. ત્યાર પછી તે કૃષ્ણ વાસુદેવ પદ્માવતી દેવીને પોતાની કરીને જ્યાં અરિહંત અરિષ્ટનેમિ ભગવાન બિરાજમાન હતા ત્યાં આવે છે. આવીને અરિહંત અરિષ્ટનેમિ ભગવાનને ડાબી બાજુ થી જમણી બાજુ સુધીની પ્રદક્ષિણા કરે છે. પ્રદક્ષિણા કરીને વંનંદ-નમસ્કાર કરે છે. ભગવન્! આ પદ્માવતી નામની દેવી મારી પટ્ટરાણી છે, મારા માટે તે ઈષ્ટ છે, કાન્ત છે, 'પ્રિય છે, મનોજ્ઞ છે, મણામ છે યાવતુ ઉદબર પુષ્પની સમાન તેનું નામ સાંભળવું પણ કઠિન છે. ત્યાં તેને જોવાની તો વાત જ ક્યાં? હે દેવાનુપ્રિય! તે પદ્માવતી દેવીને શિષ્યાના રૂપમાં આપને ભિક્ષા આપું છું. આપ શિષ્ણારૂપ આ ભિક્ષાનો સ્વીકાર કરો. ભગવાને કહ્યું- હે કૃષ્ણ ! જેમ તમને સુખ ઊપજે તેમ કરો. 15 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy