SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ અંતગડ દસાઓ - ૫/૧/૨૦ દેવ કૃષ્ણને કહ્યું ઃ- આ દ્વારિકા નગરી નો વિનાશ સુરા, અગ્નિ અને દ્વૈપાયન ઋષિના કારણે થશે. કૃષ્ણ વાસુદેવ અત્યંત અરિષ્ટનેમિ પાસેથી આ ઉત્તર સાંભળી વિચારમાં પડી ગયા. તેના હૃદયમાં આવો સંકલ્પ ઉત્પન્ન થયો કે-જાલિકુમાર આદિ હશે ધન્ય છે, કારણ કે તેઓ સુવર્ણ આદિ યાવત્ પોતાનાં ધનને છોડી, પોતાનાં ભાઈઓ તેમજ યાચકોને વહેંચી, અરિહંત ભગવાન અરિષ્ટનેમિ પાસે મુંડિત યાવત્ દીક્ષિત થયા છે. હું અધન્ય છું, પુણ્યહીન છું અને રાજ્યમાં યાવત્ અંતઃપુરમાં મનુષ્યજીવન સંબંધી કામ ભોગોમાં આસક્ત છું. હું અરિહંત અરિષ્ટનેમિ ભગવાન પાસે દીક્ષિત થવા માટે સમર્થ નથી. આ પ્રમાણે કૃષ્ણને વિચારમગ્ન જોઈ અરિહંત અરિષ્ટનેમિ ભગવાને કહ્યું :- હે કૃષ્ણ ! તમને હમણાં એ વિચાર આવ્યો છે કે તે જાલિકુમાર આદિ ધન્ય છે, યાવત્ જેઓ એ દીક્ષા ગ્રહણ કરી છે અને હું અઘન્ય છું કેમકે હું દીક્ષા ગ્રહણ કરી શકતો નથી. કૃષ્ણ ! આ વાત સાચી છે ? કૃષ્ણ-હા. આ વાત સત્ય છે. હે કૃષ્ણ ! ભૂતકાળમાં એમ બન્યું નથી. વર્તમાનમાં બનવાનું નથી અને ભવિષ્યમાં બનશે નહિ કે કોઈ વાસુદેવ રાજ્યપાટ છોડીને સાધુ બને. કૃષ્ણ-ભગવન્!ભૂત યાવત્ ત્રણેકાળમાંકોઈપણવાસુદેવ કેમ દીક્ષિત ન થઈ શકે ? કૃષ્ણ બધા વાસુદેવોએ નિયાણા કરેલ હોય છે તેથી. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે અરિહંત અરિષ્ટનેમિ ભગ વાનને કહ્યું:- હે ભગવન્ ! હું અહીંથી મૃત્યું પામીને-કાળ કરીને ત્યાં જઈશ ? ક્યાં ઉત્પન્ન થઈશ ? અરિહંત અરષ્ટનેમિ ભગવાને કૃષ્ણ વાસુદેવને કહ્યું-અગ્નિકુમાર દેવરૂપ દ્વૈપાયન ઋષિના ક્રોધરૂપ અગ્નિથી દ્વારકા નગરી ભસ્મ થશે. તેથી માતા-પિતા અને પોતાના સંબંધિઓનો વિયોગ થવા પર રામ બલદેવ ની સાથે, દક્ષિણ સમુદ્રના કિનારા તરફ યુધિષ્ઠિર વિગેરે પાંડુ રાજાના પાંચ પુત્રો પાસે પાંડુ મથુર તરફ જતાં, કોશામ્બી વૃક્ષોનાં વનમાં મોટા વડલાનાં ઝાડ નીચે, પૃથ્વી શિલા ઉપર, પીળા વસ્ત્રોથી આચ્છાદિત શરીરવાળા તમે જરાકુમાર દ્વારા ધનુષ્યથી તીક્ષ્ણ બાણથી ડાબો પગ વિંધાઈ જવાનાં કારણે મૃત્યુનાં સમયે કાળ કરશો અને ભયં કર ત્રીજી વાલુકા પ્રભા પૃથ્વીમાં ના૨કરૂપે ઉત્પન્ન થશો. કૃષ્ણ વાસુદેવ અરિહંત અરિષ્ટનેમિ ભગવાન પાસેથી આ વાત સાંભળી તેના પર વિચાર કરી નિરાશ થઈ ગયા. યાવત્ ચિન્તામાં ડૂબી ગયા “અરિહંત અરિષ્ટનેમિએ કહ્યું:- હે દેવાનુપ્રિય ! તમે નિરાશ ન થાવો યાવત્ આર્તધ્યાન ન કરો. તેમ ભયંકર ત્રીજા નરકથી નીકળી અંતર વગર આ જંબૂદ્વીપમાં આવેલા ભારત વર્ષમાં આવતી ઉતત્સ પિણીકાળમાં, પુંડ્ર નામના જનપદના શતદ્વાર નામના નગરમાં બારમાં અમમ નામના તીર્થંકર થશો, ઘણા વર્ષો સુધી કેવળી દશામાં રહી તમે સિદ્ધિ પ્રાપ્ત કરશો, જ્ઞાન દ્વારા સમસ્ત પદાર્થોને જાણશો, સંપૂર્ણ કર્મોથી મુક્ત થશો, સમસ્ત કર્મજન્ય સંતાપોથી મુક્ત થઈ જશો, જન્મમરણજન્ય સમસ્ત દુઃખોનો અંત કરશો. અરિહંત અરિષ્ટનેમિ ભગવાન પાસેથી આ વાત સાંભળી અને હૃદયંગમ કરી કૃષ્ણ વાસુદેવ અત્યંત પ્રસન્ન થયા.તેની ભુજાઓ ફરકવા લાગી.જોરથી અવાજ કરવા લાગ્યા, અવાજ કરીને મલ્લકની જેમ ત્રણવાર પૃથ્વી પર પગ પછાડ્યા-ઉછાળ્યા, સિંહની જેમ ગર્જના કરી, ગર્જના કરીને શ્રીકૃષ્ણ અરિહંત અરિષ્ટનેમિ ભગવાનને વંદના-નમસ્કાર કરે છે. પાછા દ્વારકા આવી ઉત્તમ સિંહા સન ઉપર પૂર્વ દિશા તરફ મુખ રાખીને આસીન થાય છે અને રાજસેવકોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy