SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ અંતગડ દસાઓ-પ/૧/૨૦ - ત્યાર પછી તે પદ્માવતીદેવી ઈશાનખૂણામાં જાય છે. જઈને પોતાની મેળે જ નાના-મોટા બધા આભૂષણોને ઉતારે છે. ઉતારીને પોતાની મેળે જ પંચમુષ્ટિ લોચ કર છે. લોચ કરીને જ્યાં અરિહંત અરિષ્ટનેમિ ભગવાન હતા ત્યાં આવે છે. ત્યાં આવીને અરિહંત અરિષ્ટનેમિ ભગવાન વંદન-નમસ્કાર કરે છે, - ભંતે ! આ જગતુ જરા અને મરણાદિ દુઃખરૂપ અગ્નિથી બળી રહ્યું છે ભાવતુ હું આપની પાસે દીક્ષા અંગીકાર કરવા ઈચ્છું છું. આપ મને ધર્મનો ઉપદેશ સંભળાવો. ત્યાર પછી ભગવાન અરિહંત અરિષ્ટ નેમિ સ્વયં પદ્માવતી દેવીને દીક્ષિત કરે છે, તે પોતે ભાવથી મુંડિત કરે છે. તેને ભગવાન પોતે યક્ષિણી આયજીિને શિધ્યારૂપમાં સોંપે છે. ત્યાર પછી યક્ષિણી સાથ્વી પદ્માવતી દેવીને પોતાના હાથે દીક્ષિત કરે છે. અને સંયમ આરાધનામાં પ્રયત્નશીલ રહેવાની શિક્ષા આપે છે. ત્યાર પછી તે પદ્માવતીદેવી સંયમસાધનામાં યત્નશીલ બને છે. આ પ્રમાણે પઢાતીદેવી આય બની ગયા. ઈયસિમિતિ, ભાષાસ મિતિ આદિનું પાલન કરીને જિતેન્દ્રિય તેમજ બ્રહ્મચારિણી બની ગઈ. પદ્માવતી સાધ્વીએ યક્ષિણી સાથ્વી પાસે રહી સામાયિક-આચારાંગ આદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું. છઠ્ઠ-અઠ્ઠમા આદિ અનેક પ્રકારના તપથી પોતાના આત્માને ભાવિત કરતી થકી તે વિચારવા લાગી. આ પ્રમાણે પદ્માવતી આ સંપૂર્ણ વીસ વર્ષ સુધી શ્રામ શ્યપર્યાય-સંયમ પાળીને એક માસનો સંથારો કરીને આત્માને આરાધિત કરીને સાઠ ભક્તને અનશન વ્રત દ્વારા છેદે છે. તે છેદીને જે ઉદ્દેશથી નગ્નભાવ-ધારણ કરેલ યાવતુ તે ઉદ્દેશને સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે. કેવળજ્ઞાનથી બધા પદાર્થોને જાણે છે, સંપૂર્ણ કર્મથી રહિત થાય છે, સકલ કર્મજન્ય સંતાપોથી મુક્ત થાય છે, બધા દુઃખોનો અંત કરે છે. | વર્ગ પ-અધ્યયન-૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (વર્ગ-૧ અધ્યયન કરથી૮) [૨૧] તે કાળે અને તે સમયે દ્વારિકા નગરી હતી. ત્યાં રૈવતકપર્વત હતો. નંદનવન ઉદ્યાન હતું. ત્યાં દ્વારિકા નગરીમાં કૃષ્ણ વાસુદેવને ગૌરીદેવી નામની રાણી હતી.એક વાર અહંતુ અરિષ્ટનેમિ ભગવાન દ્વારિકા નગરીમાં પધાર્યા. કૃષ્ણ વાસુદેવ તેમના દર્શન કરવા માટે નીકળ્યા. મહારાણી પદ્માવતીની જેમ ગૌરીદેવી પણ ભગવાનના દર્શન કરવા ગઈ. ભગવાને ધર્મકથા સંભળાવી. ધર્મકથા સાંભળી જનતા ચાલી ગઈ. કૃષ્ણ વાસુદેવ પણ ચાલ્યા ગયા. ત્યાર પછી જેવી રીતે પદ્માવતી રાણી દીક્ષિત થયા હતા. તેમ ગૌરીદેવી પણ દીક્ષિત થયા યાવતુ સિદ્ધ પદને પ્રાપ્ત કર્યું. ગૌરી દેવીની જેમ ગાંધારીદેવી, લક્ષ્મણાદેવી, જાંબવતીદેવી, સત્યભામાદેવી, રુક્ષ્મણીદેવી આદિ પદ્માવતી સહિત આ આઠેના જીવનચરિત પદ્માવતી દેવીની સમાન છે. | વર્ગ પ-અધ્યયન-રથી૮નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (વર્ગ-પઅધ્યયન-૯-૧૦) [૨૨] તે કાળે અને તે સમયે દ્વારિકા નગરીના રૈવતક નામના પર્વત પર નંદનવન નામનું ઉધાન હતું. ત્યાં કૃષ્ણ વાસુદેવ રાજા હતા. દ્વારિકા નગરીના રાજા કૃષ્ણ વાસુ દેવના પુત્ર, જાંબવતી દેવીના આત્મજ, શાંબ નામના કુમાર હતા. પરિપૂર્ણ પંચેન્દ્રિયથી ? Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy