SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૫, ૩૩૫ રચીલું મૂક્યું, મૂકીને શરવળ નામે ગામમાં ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળના ઘર સમુદાય માં ભિક્ષા માટે ફરતો રહેવા માટે ચોતરફ સ્થાનની ગવેષણ કરવા લાગ્યો, કોઈ પણ સ્થળે રહેવાનું સ્થાન નહિ મળતાં તેણે ગોબહુ બ્રાહ્મણની ગોશાળાના એક ભાગમાં વર્ષા ઋતુ માટે આવાસ કર્યો. તે વખતે તે ભદ્રાનામે સ્ત્રીએ પૂરા નવમાસ અને સાડા સાત દિવસ વીત્યા પછી સુકમાલહાથપગવાળા અને યાવતુ-સુન્દર એવા પુત્રને જન્મ આપ્યો. ત્યાર બાદ તે બાળકની માતપિતાએ અગિયારમો દિવસ વીત્યા પછી વાવબારમે દિવસે આ આવા પ્રકારનું ગુણયુક્ત અને ગુણનિષ્પન્ન ‘ગોશાલક' એવું નામ પાડ્યું. ત્યાર બાદ તે બાળક બાલ્યાવસ્થાનો ત્યાગ કરી વિજ્ઞાનવડે પરિણત મતિવાળો થઈ યૌવનને પ્રાપ્ત થયો અને પોતે જ સ્વતંત્ર ચિત્રપટ હાથમાં લઈ મંખપસાવડે આત્માને ભાવિત કરતો વિહરવા લાગ્યો. [૩]તે કાલે અને તે સમયે હે ગૌતમ! મેં ત્રીશ વર્ષ સુધી ગૃહવાસમાં રહીને માતાપિતા દેવગત થયા પછી એ પ્રમાણે- ભાવનાઅધ્યયનને વિશે કહ્યા પ્રમાણે “માતા પિતા જીવતા દીક્ષા નહિ લઉં' આવો અભિગ્રહ પૂર્ણ થયો જાણી સુવર્ણનો ત્યાગ કરી, બળનો ત્યાગ કરી-ઈત્યાદિ યાવતુ-એક દેવદુષ્ય વસ્ત્રને ગ્રહણ કરી મંડ-દીક્ષિત થઈને ગૃહસ્થાવાસનો ત્યાગ કરી પ્રવ્રજ્યાનો સ્વીકાર કર્યો. તે વખતે બીજા વર્ષે માસ માસ ક્ષમણ કરતાં કરતાં અનુક્રમે વિહાર કરતાં, એક ગામથી બીજે ગામ જતાં જ્ય રાગૃહ નગર છે, જ્યાં નાલંદાનો બાહ્ય ભાગ છે અને જ્યાં તંતુવાય- વણકરની શાળા છે ત્યાં આવ્યો,આવીને યથાયોગ્ય અવગ્રહને ગ્રહણ કરી તંતવાયની શાળાના એક ભાગમાં વષ ઋતુમાં રહ્યો. ત્યાર બાદ હે ગૌતમ! હું પ્રથમમાસક્ષમણનો સ્વીકાર કરી વિહરવા લાગ્યો.તે સમયેjખલિપુત્રગોશાલકચિત્રપટ હાથમાં ગ્રહણ કરીમુખપણા વડે આત્માને ભાવિત કરતો અનુક્રમે વિચરતો, યાવતુ- જ્યાં રાજગૃહ નગર છે, જ્યાં નાલંદાનો બાહ્ય ભાગ છે અને જ્યાં વણકરની શાળા છે ત્યાં આવ્યો, ત્યાં આવીને રાજગૃહનગરમાં ઉંચ નીચ અને મધ્યમ કુળમાં આહારને માટે જતો, યાવતુ-બીજે ક્યાંય પણ વસતિ નહિ મળતાં તે તંતુવાયની શાળાના એક ભાગમાં જ્યાં હું રહેતો હતો ત્યાં વર્ષા ઋતુમાં રહેવા માટે આવ્યો. ત્યારબાદ હે ગૌતમ! હું પ્રથમ માસક્ષમણ પારણાને દિવસે તંતુવાય નીશાળા થકી બહાર નીકળી નાલંદાના બહારના ભાગના મધ્ય ભાગમાં થઈ જયાં રાજ ગૃહ નગર છે ત્યાં આવ્યો. રાજગૃહ નગરમાં ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળમાં યાવતુઆહાર માટે ફરતા મેં વિજયગાથાપતિના ઘરમાં પ્રવેશ કર્યો. તે વખતે તે વિજયનામે ગાથાપતિ મને આવતાં જોયો, મને આવતા જોઈને પ્રસન્ન અને સંતુષ્ટ થઈ તે તુરત આસનથી ઉઠ્યો, ઉઠીને જલદી સિંહાસનથી ઉતરી પાદુકાનો ત્યાગ કરી એક સાડી વાળ ઉત્તરાસંગ કરી, અંજલિવડે હાથ જોડી સાત આઠ પગલાં મારી સામો આવ્યો,મને ત્રણપ્રદક્ષિણા કરી, વંદન અને નમસ્કાર કર્યા, “મને પુષ્કળ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહારથી પ્રતિલોભીશ’-એમ વિચારી તે સંતુષ્ટ થયો, પ્રતિલા ભતાં પણ સંતુષ્ટ થયો, પ્રતિલાવ્યા બાદ પણ સંતુષ્ટ થયો, અને ત્યાર પછી તે વિજય ગાથાપતિએ દ્રવ્યની શુદ્ધિથી, દાયકની શુદ્ધિથી અને પાત્રની શુદ્ધિથી તથા ત્રિવિધ-મન, વચન, કાયાની શુદ્ધિથી અને ત્રિકરણ શુદ્ધિથી દાનવડે મને પ્રતિલાભવાથી દેવનું આયુષ બાંધ્યું, સંસાર અલ્પ ક્યો અને તેના ઘરમાં આ પાંચ દિવ્યો પ્રગટ થયાં, તે આ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy