SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવઇ - ૧૫/-૨-૨૬૩૭ આજીવિકસંઘવડે પરિવૃતથઈ આજીવિકસિદ્ધાંતવડે આત્માને ભાવિત કરતો વિહરે છે. તે વખતે તે મંખલિપુત્ર ગોશાલકની પાસે અન્ય કોઈ દિવસે આ છ દિશાચરો પૂર્વશ્રુતમાં કહેલા આઠ પ્રકારના નિમિત્ત, (નવમાં) ગીતમાર્ગ અને દશમાં નૃત્યમાર્ગન પોતપોતાની મતિના દર્શનવડે (પૂર્વશ્રુતમાંથી) ઉદ્વરી મંલિ પુત્ર સર્વ ભૂતો, સર્વ જીવો અને સર્વ સત્વોને આ છ બાબતના અનતિક્રમણીય ઉત્તર આપે છે, લાભ, અલાભ, સુખ, દુઃખ, જીવિત અને મરણ. ત્યારપછી તે મંખલિપુત્ર ગોશાલક અષ્ટાંગ મહાનિ મિત્તના કોઈક એવા ઉપદેશમાત્રવટે શ્રાવસ્તીનગરીમાં અજિન છતાં ‘હું જિન છું” એમ પ્રલાપ કરતો. અર્હત્ નહિ છતાં ‘હું અર્હત્ છું’એમ મિથ્યા બકવાદ કરતો, કેવલી નહિ છતાં ‘હું કેવલી છું’ એમ નિરર્થક બોલતો, સર્વજ્ઞ નહિ છતાં હું સર્વજ્ઞ છું’ એમ મિથ્યા કથન કરતો અને અજિન છતાં જિન શબ્દનો પ્રકાશ કરતો વિચરે છે. ૩૩૪ [૩૮]ત્યાર બાદ શ્રાવસ્તીનગરીમાં શૃંગાટકના આકારવાળા ત્રિક યાવત્ રાજમાર્ગોને વિષે ઘણાં માણસો પરસ્પર એ પ્રમાણે કહે છે, યાવત્-એમ પ્રરુપે છે કે હું દેવાનુપ્રિય! એ પ્રમાણે ખરેખર મંખલિપુત્ર ગોશાલક જિન થઈને પોતાને જિન કહેતો, યાવજિન શબ્દનો પ્રકાશ કરતો વિચરે છે, તો એ પ્રમાણે કેમ માની શકાય’? તે કાલે તે સમયે મહાવીર સ્વામી સમોસ, યાવત્-પર્ષદા (પા) પછી ગઈ તે કાલે-તે સમયે શ્રમણભગવંતમહાવીરના જ્યેષ્ઠ અંતેવાસી · ગૌતમગોત્રીય ઈન્દ્રભૂતિ નામે અનગાર યાવત્-છટ્ઠ છઠ્ઠને પારણે ઈત્યાદિ બીજા શતકના નિર્પ્રન્થ ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણએ યાવત્-ગોચરી માટે ફરતાં ઘણાં માણસોનો શબ્દ સાંભળે છે, ઘણાં માણસો પરસ્પર આ પ્રમાણે કહે છે કે, ‘હે દેવાનુપ્રિય! ખરેખર મંખલિપુત્ર ગોશાલક જિન થઈને પોતાને જિન કહેતો, યાવજિન શબ્દનો પ્રકાશ કરતો વિચરે છે, તો એ પ્રમાણે કેમ માની શકાય ? ત્યારબાદ ભગવાન ગૌતમ યાવત્-ભાતપાણી દેખાડી યાવત્-પ{પાસના કરતા આ પ્રમાણે બોલ્યા-એ પ્રમાણે ખરેખર હે ભગવન્ ! ઈત્યાદિ પૂર્વોક્ત કહેવું, યાવત્-તે ગોશાલક જિન શબ્દનો પ્રકાશ કરતો વિહરે છે, તો હે ભગવન્ ! એ પ્રમાણે કેમ હોય ? માટે હે ભગવન્ મંખલપુત્ર ગોશાલકના જન્મથી આરંભીને અન્ત સુધીનો આપનાથી કહેવાયેલો વૃત્તાન્ત સાંભળવા ઈચ્છું છું” ‘હે ગૌતમ! જે ઘણાં માણસો પરસ્પર આ પ્રમાણે કહે છે, તે મિથ્યા છે.‘એ પ્રમાણે ખરેખર આ મંખલિપુત્રગોશાલકનો મંખલિનામે મંખજાતિનો પિતા હતો. તેને ભદ્રા નામે સ્ત્રી હતી. તે સુકુમાલ હાથપગ વાળી, યાવતુ-પ્રતિરુપ-સુંદર હતી. ત્યાર બાદ તે ભદ્રા નામે સ્ત્રી અન્ય કોઈ દિવસે ગર્ભિણી થઈ. તે કાલે અને તે સમયે સરવળ નામે ગામ હતું. તે ઋદ્ધિવાળું, ઉપદ્રવરહિત, યાવત્-દેવલોક સમાન પ્રકાશવાળું અને મનને પ્રસન્નતા આપનાર હતું. તે સરવળ નામે ગામને વિષે ગોબહુલ નામે બ્રાહ્મણ રહેતો હતો. તે ધનિક, યાવત્-કોઈથી પરાભવ ન પામે તેવો અને ઋગ્વેદ-ઈત્યાદિ યાવત્ બ્રાહ્મણના શાસ્ત્રોને વિષે નિપુણ હતો. તે ગોબહુલ બ્રાહ્મણને એક ગોશાલા હતી. તે વખતે તે મંલિ નામે મંખભિક્ષાચાર અન્ય કોઈ દિવસે ગર્ભિણી એવી ભદ્રા નામે સ્ત્રી સાથે ચિત્રનું પાટીયું હાથમાં લઈ ભિક્ષાચ૨ પણાવડે આત્માને ભાવિત કરતો અનુક્રમે વિચરતો એક ગામથી બીજે ગામ જતો જ્યાં શરવળ નામે સન્નિવેશ-ગ્રામ છે અને જ્યાં ગોબહુલ નામે બ્રાહ્મણની ગોશાલા છે ત્યાં આવ્યો, ત્યાં આવીને ગોબહુલ નામે બ્રાહ્મણની ગોશાલાના એકભાગનું પોતાનું રાચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy