SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ ભગવદ- ૧૫/-I-Hદ૩૯ વસુંધરાનીવૃષ્ટિ, પાંચવર્ણના પુષ્પોનીવૃષ્ટિ, ધ્વજારુપ વસ્ત્રનીવૃષ્ટિ, દેવભિનું વાગવું અને આકાશને વિષે “આશ્ચર્યકારી દાન, આશ્ચર્યકારી દાન-એવી ઉદ્દધોષણા. ત્યાર બાદ રાજગૃહ નગરમાં શૃંગાટક-ત્રિકમાર્ગ, યાવતુ-રાજમાર્ગમાં ઘણાં માણસો પરસ્પર એમ કહે છે, યાવતુ-એવી પ્રરુપણા કરે છે કે હે દેવાનુપ્રિયા વિજયગાથાપતિ, ધન્ય છે, કૃતાર્થ છે, પુણ્યશાળી છે, કતલક્ષણ છે, ઉભય લોક સાર્થક છે અને વિજયગાથ પાપતિનું થી આ પાંચ દિવ્યો પ્રગટ થયા, મનુષ્ય સંબન્ધી જન્મ અને જીવિતનું ફલ પ્રશંસનીય છે. ત્યારબાદ તે મંખલિપુત્ર ગોશાલક ઘણા માણસો પાસેથી આ વાત સાંભળી, અવધારી જેને સંશય અને કુતૂહલ ઉત્પન્ન થયા છે એવો તે વિજયગૃહપતિના ઘેર આવ્યો. આવીને તેણે વિજયગૃહપતિના અને સંતુષ્ટ થઈને તે ગોશાલક જ્યાં હું હતો ત્યાં આવ્યો, ત્યાં આવી અને ત્રણવાર પ્રદક્ષિણા કરી, વંદન નમસ્કાર કરી તેણે આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! તમે મારા ધર્માચાર્ય છો અને હું તમારો ધર્મશિષ્ય છું.' તે વખતે હે ગૌતમ! મેં મખલિપુત્ર ગોશાલકની આ વાતનો આદર ન કર્યો, તેમ સ્વીકાર ન કર્યો, પરંતુ હું મૌન રહ્યો ત્યાર બાદ ગૌતમ! હું રાજગૃહ નગર થકી નીકળી નાલંદાના બહારના મધ્યભાગમાં થઈ જ્યાં તંતુવાયની શાળા છે ત્યાં આવ્યો. ત્યાં આવી બીજા માસક્ષમણનો સ્વીકાર કરી વિહરવા લાગ્યો. ત્યાર પછી પારણાને વિષે તંતવાયની. શાળાથી નીકળી નાલંદાના બહારના મધ્યભાગમાં થઈ જ્યાં રાજગૃહ નગર છે ત્યાં યાવદુભિક્ષા માટે જતાં આનંદગૃહપતિના ઘેર પ્રવેશ કર્યો. ત્યારબાદ તે આનંદગૃહ પતિ મને આવતો જોઈ-ઈત્યાદિ બધો વૃત્તાંત વિજયગૃહપતિની પેઠે જાણવો, પરન્તુ, એટલો વિશેષ છે કે મને અનેક પ્રકારની ભોજન વિધિથી પ્રતિભાભીશ'- એમ વિચારી તે આનંદગૃહપતિ સંતુષ્ટ થયો-ઈત્યાદિ, યાવતુ હું ત્રીજા માસક્ષમણનો સ્વીકાર કરી વિહરવા લાગ્યો. ત્યાર બાદ હે ગૌતમ! મેં ત્રીજા માસક્ષમણના પારણાને વિષે તત્વાય ની શાળાથી બહાર નીકળી યાવતુ-ભિક્ષાએ જતાં સુનન્દગૃહપતિના ઘેર પ્રવેશ કર્યો. ત્યારબાદ તેસુનન્દગૃહપતિએ-ઈત્યાદિ સર્વ વૃત્તાન્ત વિજયગૃપતિની પેઠે જાણવો. પરન્તુ એટલો વિશેષ છે કે તેણે મને સર્વકામના ગુણયુક્ત ભોજનવડે પ્રતિલાવ્યો. ત્યાર પછી હું ચોથા માસક્ષમણનો સ્વીકાર કરી વિહરવા લાગ્યો. હવે તે નાલંદાના બાહરના ભાગથી થોડે દૂર એક કોલ્લાકસન્નિવેશ હતો. તે કોલ્લાક સન્નિવેશને વિષે બહુલ નામે બ્રાહ્મણ વસતો હતો. તે ધનિક, યાવતું કોઈથી પરાભવ ન પામે તેવો હતો, તે ઋગ્વદઈત્યાદ બ્રાહ્મણોના શાસ્ત્ર તથા રીત-રીવાજમાં કુશળ હતો. ત્યારબાદ તે બહલ નામે બ્રાહ્મણે કાર્તિક ચાતુર્માસની પ્રતિપદાને વિષે પુષ્કળ મધુ-ખાંડ અને ઘી-સંયુક્ત પર માત્ર-ક્ષીરવડે બ્રાહ્મણોને જમાડ્યા. તે વખતે હે ગૌતમ! હું ચોથા માસક્ષમણના પારણા ને વિષે તંતુવાયની શાળાથી નીકળી નાલંદાના બહારના મધ્ય ભાગમાં થઈને કોલ્લાક નામેસન્નિવેશ હતોત્યાં આવ્યો,ત્યાં આવી ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળમાં યાવતુ-ભિક્ષા ચર્ચાએ જતાં મેં બહુલ બ્રાહ્મણના ઘેર પ્રવેશ કર્યો. ત્યાર પછી તે બહુલ બ્રાહ્મણે મને આવાતાં જોયો-ઈત્યાદિ પૂર્વ પ્રમાણે કહેવું. યાવતુ-મને મધુ અને વૃત સંયુક્ત પરમાત્ર વડે પ્રતિલાભીશ” એમ ધારી તે સંતુષ્ટ થયો-બાકી બધું વિજયગૃહપતિની પેઠે જાણવું, ત્યારબાદ મંખલિપુત્રગોશાલકે મને ત—વાયની શાળામાં નહિ જેવાથી રાજ ગૃહ નગરની બહાર ને અંદર ચોતરફ મારી ગવેષણા તપાસ કરી, પરંતુ મારી ક્યાંય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy