SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ સમવાય—પ્રકીર્ણક સુપ્રભાસિદ્ધાર્થા, સુપ્રસિદ્ધા, વિજ્યા, વૈજયન્તી જયન્તી, અપરાજિતા, અરૂણપ્રભા, ચંદ્રપ્રભા, સૂપ્રભા, અગ્નિસપ્રભા, વિમલા, પંચવર્ણા, સાગરદત્તા, નાગદત્તા, અભયકરા, નિવૃત્તિરા, મનોરમા, મનોહરા, દેવકુરા, ઉત્તરકુરા, વિશાલા અને ચંદ્રપ્રભા સમસ્ત જગતપર વાત્સલ્ય રાખનારા તે જિનવરોની તે શિબિકાઓ સમસ્ત ઋતુઓનાં સુખથી અને શુભ છાપથી યુક્ત હતી. પહેલા તે શિબિકાઓને હર્ષથી યુક્ત મનુષ્યો લાવીને ત્યાં હાજર કરે છે એટલે કે સૌથી પહેલાં તે શિબિકાઓને માણસો ઉપાડે છે. ત્યારબાદ તે શિબિકાઓને અસુરેન્દ્ર, સુરેન્દ્ર અને નાગેન્દ્ર ઉપાડે છે. સુર અને અસુરોથી વંદિત તે જિનેદ્રોની શિબિકાને ચલચપલ કુંડલધારી દેવો કે જે પોતાની ઈચ્છા પ્રમાણે વિક્રુર્વિત આભૂષણોને ધારણ કરતા હોય છે. પૂર્વ તરફથી વહન કરીને આગળને આગળ ચાલે છે. નાગકુમાર દેવો દક્ષિણ બાજુથી,અસુરકુમાર દેવો પશ્ચિમ તરફથી અને સુપર્ણકુમાર નામના ભવનપતિ દેવો ઉત્તર તરફથી તે શિબિકાને ઉપાડે છે. [૨૮૪-૨૮૫] ઋષભદેવ વિનીતાનગરીમાં દીક્ષા લીધી હતી. અરિષ્ટનેમિ ભગવાને દ્વારાવતીમાં દીક્ષા અંગીકાર કરી હતી. બાકીના બાવીસ તીર્થંકરોએ પોત પોતના જન્મસ્થાનોમાં દીક્ષા લીધી હતી. સમસ્ત તીર્થંકરોએ એક જ દેવ દૂષ્યવસ્ત્ર ધારણ કરીને દીક્ષા અંગીકાર કરી હતી. તે તીર્થંકરોએ સ્થવિર કલ્પિક આદિરૂપ અન્યલિંગમાં દીક્ષા ન હતી. ગૃહસ્થરૂપ લિંગમાં પણ દીક્ષા લીધી ન હતી. કુલિંગમાં પણ દીક્ષા લીધી ન હતી. પણ તીર્થંકર રૂપે જ દીક્ષિત થયાં હતાં. ૪૫૮ [૨૮૬-૨૮૮] ભગવાન મહાવીરે એકલાં જ દીક્ષા લીધી હતી. તથા પાર્શ્વનાથ ભગવાને અને મલ્લિનાથ ભગવાને ૩૦૦-૩૦૦ ના પરિવાર સહિત દીક્ષા ગ્રહણ કરી હતી ભગવાન વાસુપૂજ્યે ૬૦૦ પુરૂષો સાથે દીક્ષા ગ્રહણ કરી હતી. ઉગ્રવંશના ભોગવંશના રાજાઓ અને ક્ષત્રિયોના ચાર હજારના પરિવાર સહિત ભગવાન ઋષભદેવ દીક્ષા અંગાકીર કરી હતી. તે સિવાયના તીર્થંકરોએ એક એક હજાર પુરૂષો સાથે દીક્ષા લીધી હતી. ભગવાન સુમતિનાથે ઉપવાસ કર્યા વિના જ દીક્ષા લીધી હતી. ભગવાન વાસુપૂજ્યે એક ઉપવાસ કરીને દીક્ષા ગ્રહણ કરી હતી પાર્શ્વનાથ ભગવાને તથા મલ્લિનાથ ભગવાને અઠ્ઠમ કરીને તથા બાકીના તીર્થંકરેએ છઠ્ઠની તપસ્યા કરીને દીક્ષા ધારણ કરી હતી. [૨૮૯-૨૯૬] તે ચોવીસ તીર્થંકરોને સૌથી પહેલાં ભિક્ષા દેનારાં જે ચોવીસ ભિક્ષાદાતાઓ હતા. તેમના નામ- શ્રેયાંસ, બ્રહ્મત્ત, સુરેન્દ્રદત્ત, ઈન્દ્રદત્ત, પદ્મ, સોમદેવ, માહેંન્દ્ર, સોમદત્ત, પુષ્ય, પુનર્વસુ, પૂર્ણાનન્દ, સુનન્દ, જય, વિજય, ધર્મસિંહ, સુમિત્ર, વસિંહ, અપરાજિત, વિશ્વસેન, દત્ત, વરદત્ત, ધન અને બહુલ. ઉપર પ્રમાણે ક્રમશઃ ૨ પ્રથમ ભિક્ષાદાતાઓ હતા. તે ચોવીસ ભિક્ષાદાતાઓએ પ્રભુ પ્રત્યેની અનન્ય ભક્તિથી પ્રેરાઇને વિશુદ્ધ લેશ્યાથી યુક્ત થઈને બન્ને હાથ જોડીને તે કાળે ને સમયે જિનેન્દ્રોએ આહારદાન લીધું હતું. લોકના નાથ ભગવાન ઋષભદેવે એક વર્ષે પહેલી શિક્ષા પ્રાપ્ત કરી હતી. બાકીના તીર્થંકરોએ બીજે દિવસેજ પ્રથમ ભિક્ષા પ્રાપ્ત કરી હતી. લોકનાથ ૠષભદેવને પ્રથમ ભિક્ષા ઈક્ષુરસની મળી હતી. બાકીના ત્રેવીસ તીર્થંકરોને પ્રથમ ભિક્ષામાં અમૃતરસ જેવી ખીર મળી હતી. તીર્થકરોએ જ્યાં જ્યાં પહેલી ભિક્ષા ગ્રહણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy