SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૨૫૬ ૪૫૭. મહાવીર સ્વામી વિચરતા હતા ત્યારે, આ પાઠથી શરૂ કરીને કલ્પસૂત્રમાં જે રીતે સમવસરણ વિષે વર્ણન કર્યું છે તે પ્રકારનું વર્ણન શિષ્ય, પ્રશિષ્ય સહિત સુધમાં સ્વામી અને તે સિવાયના બીજા ગણધરો મોક્ષે સિધાવ્યા ત્યાં સુધીનું કથન ગ્રહણ કરવું. જંબૂદ્વીપ નામના દ્વીપમાં આવેલા ભારત વર્ષમાં અતીત ઉત્સર્પિણી કાલમાં સાત કુલકરો થઈ ગયા છે. તેમના નામમિત્ર દાનનું, સુદામનું, સુપાર્શ્વ, સ્વયંપ્રભ, વિમલઘોષ, સુઘોષ અને સાતમાં મહાઘોષ. [૨પ૭-૨૦૦] જંબૂદ્વીપ નામના દ્વીપમાં આવેલા ભારત વર્ષમાં અતીત અવસપિણી કાળમાં દસ કુલકરો થઈ ગયા છે તેમના નામસ્વયં જલ, શતાયુ, અજિતસેન, કાર્યસેન, ભીમસેન, મહાભીમસેન, વૃઢરથ, દશરથ અને શતરથ. આ જંબૂદીપ નામના પહેલા દ્વીપમાં આવેલા ભારતવર્ષમાં આ ચાલુ અવસર્પિણી કાળમાં સાત કુલકરો થયા છે. તેમના નામ- વિમલવાહન, ચક્ષુષ્માન, યશોમાન, અભિચન્દ્ર, પ્રસેનજિત, મરૂદેવ અને નાભિરાય [૨૬૧-૨૬૨] આ સાત કુલકરોની સાત પત્નીઓ હતી. તેમના નામ-ચન્દ્રયશા, ચન્દ્રકાન્તા, સુરૂપા, પ્રતિરૂપા, ચક્ષુષ્કાન્તા,શ્રીકાન્તા અને મરૂદેવી,એ પ્રમાણે કુલકરોની પત્નીઓના નામ હતા. [૨૬૩-૨૬૭] આ જંબૂદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષના આ અવસર્પિણી કાળમાં ૨૪ તીર્થકરોના પિતા થઈ ગયા છે. તેમના નામ-નાભિ, જિતશત્રજિતારી, સંવર, મેઘ, ઘર, પ્રતિષ્ઠ, મહાસેન, ક્ષત્રિય, દ્રઢરથ, વિષણુ, વાસુપૂજ્ય, ક્ષત્રિય, કૃત વર્મા, સિંહસેન, ભાનુ, વિશ્વસેન, સૂર, સુદર્શન, કુંભ, સુમિત્ર, વિજય, સમુદ્રવિજય, રાજા અશ્વસેન અને ક્ષત્રિય સિદ્ધાર્થ. તીર્થપ્રવર્તક જિનવરોના એ પિતા ઉત્તરોત્તર ઉત્કર્ષ પામતા કુલરૂપ વંશવાળા હતા. માતૃવંશની અને પિતૃવંશની વિશુદ્ધતાથી યુક્ત હતા. સમ્ય દર્શન આદિ તથા દયા, દાન આદિ સગુણોથી યુક્ત હતા. [૨૬૯-૨૭૦] જમ્બુદ્વીપ નામના દ્વીપમાં આવેલા ભારત વર્ષમાં આ અવસર્પિણી કાળમાં ૨૪ તીર્થકરોની ૨૪ માતાઓ થઈ ગઈ છે. તેમના નામ-મરૂદેવી, વિજ્યા, સેના, સિદ્ધાર્થી, મંગલા, સુસીમા, પૃથિવી, લક્ષ્મણા, રામા, નંદા, વિષ્ણુ, જયા, સુયશા, સુવ્રતા, અધિરા શ્રી. દેવી, પ્રભાવતી, પદ્મા વખા, શિવા, વામાં અને ત્રિશલા આ પ્રમાણે ૨૪ તીર્થકરોની ૨૪ માતાઓના નામ છે. [૨૭૧-ર૭પ જેબૂદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં અવસર્પિણી કાળમાં ચોવીસ તીર્થંકરો થઈ ગયા છે. તેમના નામ-ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પપ્રભ, સુપાર્શ્વ, ચંદ્રપ્રભ, સુવિધિપુષ્પદંત, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાન્તિ, કુન્થ, અર, મલ્લિ, મુનિસુવ્રત, નમિ, નેમી, પાર્શ્વ, વર્ધમાન તે તીર્થકરોનાં પૂર્વભવના ચોવીસ નામો આ પ્રમાણે હતા-વજનાભ, વિમલવાહન, ધર્મસિંહ, સુમિત્ર, ધર્મમિત્ર, સુંદરબાહુ, દીર્ઘબાહુ જુગબાહુ, લષ્ટબાહુ દત્ત, ઈન્દ્રદત્ત, સુંદર, માહેન્દ્ર, સિંહરથ, મેઘરથ, રૂકમી, સુદર્શનનંદન, સિંહગિરિ, અદીનશત્ર, શંખ, સુદર્શન, અને નંદન, અવસર્પિણીકાળના તીર્થંકરોનાં પૂર્વભવના ઉપરોક્ત નામો હતા. [૨૭૬-૨૮૩] તે ચોવીસ તીર્થંકરોની ચોવીસ શિબિકાઓ હતી-સુદર્શના, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy