SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ - . ૪૦૨ સમવાય-૨૧ કરવું, એક વર્ષમાં દસવાર નદી આદિને પાર કરવા, એક વર્ષમાં દસવાર માયાચાર સેવવો. પુનઃ પુનઃ સચિત્ત જળથી ધોયેલ હાથથી પ્રદત્ત અશન, પાન, ખાદિમ અથવા સ્વાદિમ આહાર લેવો. મોહનીય કર્મની સાત પ્રકૃતિઓ ક્ષય થઈ ગયો છે એવા નિવૃત્તિબાદર ગુણસ્થાનમાં વર્તતા શ્રમણને મોહનીય કર્મની એકવીસ પ્રકૃતિઓની સત્તા રહે છે- અપ્રત્યાખ્યાન ક્રોધ, માન, માયા, લોભ, પ્રત્યાખ્યાન ક્રોધ, માન માયા, લોભ, સંજ્વલન ક્રોધ, માન, માયા લોભ, ત્રીવેદ, પુરૂષવેદ, નપુસંકવેદ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જાગુ સા. પ્રત્યેક અવસર્પિણીના પાંચમા દુષમા અને છઠ્ઠા દુષમ-દુષમા આરા એકવીસ એકવીસ હજાર વર્ષના હોય છે. પ્રત્યેક ઉત્સર્પિણીનો પહેલો દુષમ-દુષમાં અને બીજો દુષમા આરો એકવીસ-એકવીસ હજાર વર્ષનો હોય છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ એકવીસ પલ્યોપમની છે. તમપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ એકવીસ સાગરોપમની છે. કેટલાક અસરકમાર દેવોની સ્થિતિ એકવીસ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ એકવીસ પલ્યોપમની છે. આરણ કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ એકવીસ સાગરોપમની છે. અશ્રુતકલ્પના દેવોની જઘન્ય સ્થિતિ એકવીસસાગરોપમની છે. શ્રીવત્સ, શ્રીદામકાન્ત, માલ્ય, કૃષ્ટિ ચાપોત્રત, આરણાવતંસક આ છ વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે, તેઓની સ્થિતિ એકવીસ સાગરોપમની છે. તે દેવો એકવીસ પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તેઓને એકવીસ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જે એકવીસ ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સમસ્ત દુઃખોનો અંત કરશે. સમવાય-૨૧ નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (સમવાય-૨૨) પિરી પરીષહ બાવીસ કહ્યા છે–સુધાપરીષહ પિપાસાપરીષહ, શીત-ઉષ્ણ પરીષહ, દેશ-મશક પરીષહ, અચલપરીષહ, અરતિપરીષહ, સ્ત્રીપરીષહ, ચય પરીપહ, નિષઘાપરીષહ, શઠાપરીષહ આક્રોશપરીષહ, વધપરિષહ, યાચના- પરીષહ, જલ્લ (મેલ)પરીષહ, સત્કારપુરસ્કારપરીષહ, અલાભપરીષહ, રોગપરીષહ તૃષ્ણસ્પર્શપરીષહ, પ્રજ્ઞાપરીષહ, અજ્ઞાનપરીષહ, દર્શનપરીષહ. દષ્ટિવાદના બાવીસ સૂત્રો છિત્રછેદ નયવાળા છે અને તે સ્વસમયના સૂત્રોની પરિપાટીમાં છે. દષ્ટિવાદના બાવીસ સૂત્રો અછિન્ન છેદ નયવાળા છે. અને તે આજીવિક સૂત્રોની પરિપાટીમાં છે. દષ્ટિવાદના બાવીસ સૂત્રો ત્રણ નયવાળા છે અને તે વૈરાશિક સૂત્રોની પરિપાટીમાં છે. દષ્ટિવાદના બાવીસ સૂત્રો ચાર નયવાળા છે અને તે સ્વસમયના સૂત્રોની પરિપાટીમાં છે. પુદ્ગલ પરિણામ બાવીસ પ્રકારનું કહ્યું છે-કૃષ્ણવર્ણ પરિણામ, નીલ, રક્ત, હારિદ્ર, શુકલ, સુરભિગંધ, દુરભિગંધ, તિક્ત, કર્ક, આમ્સ, કષાય. મધુરરસ, કર્કશ સ્પર્શ. મદ. ગુરૂ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રુક્ષ, અગુરુલઘુ સ્પર્શ, ગુરૂલઘુસ્પર્શ પરિણામ.આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ બાવીસ પલ્યોપમની છે. તમ પ્રભા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy