SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૫૦ ૪૦૧ કર્યા વિના ચાલવું, સારી રીતે પ્રમાર્જન કર્યા વિના ચાલવું, શાસ્ત્રની મર્યાદા કરતાં વધારે આસન અને શવ્યાનો ઉપભોગ કરવો, અધિક જ્ઞાનાદિક ગુણસંપન્ન શ્રમણનો તિરસ્કાર કરવો, સ્થવિર શ્રમણોને પીડા પહોંચાડવી, ક્ષણ ક્ષણમાં ક્રોધ કરવો, અત્યંત ક્રોધ કરવો, પીઠ પાછળ અન્યના દોષો પ્રગટ કરવા, વારંવાર નિશ્ચય વાળી ભાષા બોલવી, નવો કલેશ ઉત્પન્ન કરવો, ઉપશાંત કલેશને ફરીથી ઉશ્કેરવો, સચિત્ત હાથપગથી ભિક્ષા ગ્રહણ કરવી અથવા ભિક્ષા માટે જવું, અકાળમાં સ્વાધ્યાય કરવો, કલહ કરવો, રાત્રિમાં ઉચ્ચસ્વરથી બોલવું, કલહ કરીને ગચ્છમાં ફૂટ પાડવી, સૂર્યાસ્ત સમય સુધી ભોજન કરવું, એષણા કર્યા વિના આહાર આદિ લેવો. ભગવાન મુનિસુવ્રત તીર્થંકર વીસ ધનુષ્ય ઉંચા હતા. સર્વ ઘનોદધિનો વિસ્તાર વીસ હજાર યોજનાનો છે. પ્રાણત કલ્પેન્દ્રની વીસહજાર સામાનિક દેવો છે. નપુસંક વેદનીય કર્મની બંધસ્થિતિ વીસ સાગરોપમ કોટાકોટીની છે. પ્રત્યાખ્યાન પૂર્વની વીસ વસ્તુ છે, ઉત્સપિણી અને અવસર્પિણી મળીને વીસ સાગરોપમ કોટાકોટીનું કાલચક્ર છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નરયિકોની સ્થિતિ વિસ પલ્યોપમની છે. તમ પ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ વીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ વીસ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ વિસ પલ્યોપમની છે. પ્રાણત કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિવસસાગરોપમનીછે.આરણ કલ્પના દેવોની જઘન્ય સ્થિતિ વીસે સાગરોપમની છે. સાત, વિસાત, સુવિસાત, સિદ્ધાર્થ, ઉત્પલ, ભિત્તિલ, તિગિચ્છ, દિશા સૌવ- સિક, પ્રલંબ, રૂચિર, પુષ્પ, સુપુષ્પ, પુષ્પાવત, પુષ્પપ્રભ, પુષ્પકાન્ત, પુષ્પવર્ણ, પુષ્પ- લેશ્ય, પુષ્પધ્વજ, પુષ્પકાન્ત, પુષ્પશ્રેષ્ઠ, પુષ્પોત્તરાવતંક, એ એકવીસ વિમાનોમાં ઉત્પન્ન થનાર દેવોની સ્થિતિ વીસ સાગરોપમની છે. તે દેવો વીસ પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તેઓને વીસ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ વીસ ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સમસ્ત દુઃખોનો અંત કરશે. સમવાય-૨૦નીમુનિદીપરત્નસાગરે કરેલગુ ઈરછાયાપૂર્ણ સમવાય-૧) [૫૧] શબલ દોષો એકવીસ છે - હસ્તકર્મ કરવું મૈથુન સેવન કરવું રાત્રિભોજન કરવું. આધાકર્મીઆહાર લેવો, રાજપિંડને ઉપભોગમાં લેવો, સાધુને માટે વેચાતો લીધેલ હોય, આહત-પામિઆચ્છિન્નમાંથી કોઈ આહાર લેવો વારંવાર પ્રત્યાખ્યાન તોડીને ભોજન કરવું, છ માસમાં પોતાના ગચ્છમાંથી બીજા. ગચ્છમાં જવું, એકમહિનામાં ત્રણવાર નદી પાર કરવી, એકમાસ દરમ્યાન ત્રણવાર માયાચારનું સેવન કરવું. શય્યાતરપિંડ લેવો, જાણીબુઝીને જીવહિંસા કરવી, જાણી- બુઝીને મૃષાવાદ બોલાવું, અદત્તાદાન લેવું જાણીબુઝીને સચિત્ત પૃથ્વીપર બેસવું યા શયન કરવું સચિત્ત શિલા ઉપર અથવા સજીવ પીઠફલક પર બેસવું અથવા શયન કરવું, જીવ-પ્રાણ-હરિત-ઉત્તિર-પનક-દગ-મૃત્તિકા-જાળાવાળી ભૂમિ પર બેસવું અથવા શયન કરવું, જાણીબુઝીને મૂળ-કંદ-ત્વચા-પ્રવાલ-પુષ્પ-ફલ-હરિત આદિનું ભોજન 26 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy