SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૧૦ ૩૭૧ પહોળા છે. [૧૪]જબૂદ્વીપમાં દશ ક્ષેત્ર આ પ્રમાણે છે–ભરત, ઐરાવત, હૈમવત, હેરેણ્યવંત હરિવર્ષ, રમ્યક વર્ષ પૂર્વવિદેહ, અપરવિદેહ, દેવગુરૂ, ઉત્તરકુરૂ. [૯૧૫માનુષોત્તર પર્વત મૂલમાં એક હજાર બાવીશ યોજન પહોળો છે. [૧૬]દરેક અંજનક પર્વત ભૂમિમાં દશ સો (એક હજાર) યોજન પહોળા છે. ભૂમિ ઉપર મૂલમાં દશ હજાર યોજન પહોળા છે. ઉપર દસ સો (એક હજાર) યોજના પહોળા છે. દરેક દધિમુખ પર્વત દશ સો (એક હજાર) યોજન ભૂમિમાં ઊંડા છે. સર્વત્ર સમાન પત્યેક સંસ્થાનથી સંસ્થિત છે અને દશ હજાર યોજન પહોળા છે. દરેક રતિકર પર્વત દશ સો (એક હજાર) યોજન ઉંચા છે. દસ સો (એક હજાર) ગાઉ ભૂમિમાં ગહેરા છે. સર્વત્ર સમાન ઝાલરના સંસ્થાનથી સ્થિત છે અને દસ હજાર યોજન પહોળા છે [૯૧૭રુચકવર પર્વતો દશ સો યોજન ભૂમિમાં ગહેરા છે. મૂલમાં ભૂમિપર ] દશ હજાર યોજન પહોળા છે. ઉપર દસ સો યોજન પહોળા છે. આ જ પ્રકારે કુંડલવર પર્વતનું પરિમાણ પણ જાણવું જોઈએ. [૧૮]દ્રવ્યાનુયોગ દસ પ્રકારનો છે જેમકે- દ્રવ્યાનુયોગ-જીવાદિ દ્રવ્યોનું ચિંતન જેમકે–ગુણ પર્યાયવાળું હોય તે દ્રવ્ય. માતૃકાનુયોગ-ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય આ ત્રણ પદોનું ચિંતન જેમકે- “ઉત્પાદવ્યયધ્રૌવ્યયુકત સત્ એકાર્થિકાનુયોગ-એક અર્થવાળા શબ્દોનું ચિંતન જેમકે- જીવ, પ્રાણ, ભૂત અને સત્ત્વ આ એકાર્યવાચી શબ્દોનું ચિંતન. કરણાનુયોગ-સાધકતમ કારણોનું ચિંતન. જેમકે– કાલ, સ્વભાવ, નિયતિ અને સાધકતમ કારણોથી કત કાર્ય કરે છે. અર્પિતાનર્પિત-અર્પિત વિશેષણસહિત જેમ આ સંસારી જીવ છે. અનર્પિત-અર્પિત વિશેષણરહિત આ જીવ દ્રવ્ય છે. ભાવિતાભાવિતઅન્ય દ્રવ્યના સંસર્ગથી પ્રભાવિત હોય તે ભાવિત કહેવાય છે. અને અન્ય દ્રવ્યના સંસર્ગથી પ્રભાવિત ન હોય તે અભાવિત કહેવાય છે-આ પ્રકારે દ્રવ્યોનું ચિંતન કરાય છે. બાહ્યાબાહ્ય-બાહ્ય દ્રવ્ય અને અબાહ્યોનું ચિંતન. શાશ્વતાશાશ્વત-શાશ્વત અને અશાશ્વત દ્રવ્યોનું ચિંતન. તથાજ્ઞાન - સમ્યગ્દષ્ટિ જીવોનું જે યથાર્થ જ્ઞાન છે તે તથાજ્ઞાન છે. અતથા જ્ઞાન-મિથ્યાદષ્ટિ જીવોને જે એકંત જ્ઞાન છે તે અતથા જ્ઞાન છે. [૧૯] અસુરેન્દ્ર ચમરના તિગિચ્છકૂટ ઉત્પાત પર્વત મૂલમાં એક હજાર બાવીસ- યોજન પહોળો છે. અસુરેન્દ્ર અમરના સોમ લોકપાલના સોમપ્રભ ઉત્પાત પર્વત એક હજાર યોજનનો ઉંચો છે. એક હજાર ગાઉનો ભૂમિમાં ઊંડો છે. મૂલમાં (ભૂમિપર) એક હજાર યોજન પહોળો છે. અસુરેન્દ્ર ચમરના યમલોકપાલનો યમપ્રભઉત્પાતુ પર્વતનું પ્રમાણ પૂર્વવત છે. વરૂણના ઉત્પાદ પર્વતનું પ્રમાણ પણ એટલું જ છે. વૈશ્રમણના ઉત્પાત પર્વતનું પ્રમાણ પણ એટલું જ છે. વૈરાગનેન્દ્ર વૈરોચનરાજ બલિનો ચકે ઉત્પાતપર્વત મુલમાં એક હજાર બાવીશ ૧૦૨૨ યોજન પહોળો છે. જે પ્રકારે ચમરેન્દ્રના લોકપાલોના ઉત્પાત પર્વતોનું પ્રમાણ કહેલ છે. તે જ પ્રમાણે બલિના લોકપાલોના ઉત્પાત પર્વતોનું પ્રમાણ કહેવું. નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ઘરણનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy