SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ ઠા-૧૦-૯૦૪ ઓમાં દસ મહાનદીઓ મળે છે. તે આ પ્રમાણે ગંગા નદીમાં મળવા વાળી પાંચ નદીઓ યમુના, સરયુ, આવી, કોશી, મહી. સિંધુ નદીમાં મળવા વાળી પાંચ નદીઓ શતદ્ધ, વિવ સા, વિભાસા, એરાવતી, ચંદ્રભાગા. જેબૂદ્વીપના મેરૂથી ઉત્તર દિશામાં રક્તા અને રક્તવતી મહાનદીમાં દશ મહાનદીઓ મળે છે. જેમકે-કૃષ્ણા, મહાકૃષ્ણા, નીલા, મહાનીલા, તીરા, મહાતીરા, ઈન્દ્રા ઈન્દ્રપણા, વારિણા અને મહાભોગા. [૯૦૫-૯૦૬] જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં દશ રાજધાનીઓ છે. ચંપા, મથુરા વારાણસી, શ્રાવસ્તી, સાકેત, હસ્તિનાપુર, કાંડિલ્યપુર, મિથિલા, કોશામ્બી, રાજગૃહ, [૯૦૭આ દશ રાજધાનીઓમાં દશ રાજા મુંડિત યાવતુ પ્રવ્રુજિત થયાં ભરત, સગર, મધવ, સનકુમાર, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મહાપા, હરિપેણ, જયનાથ. [૯૦૮] જંબુદ્વીપનો મેરૂપર્વત ભૂમિમાં દસ સો એિક હજારીયોજન ઉંડો છે. ભૂમિ પર દસ હજાર યોજન પહોળો છે. ઉપર દસ સો [એક હજાર યોજન પહોળો છે. દસ દસ હજાર [એક લાખ યોજનનો મેરૂ પર્વતનો સમગ્ર પરિમાણ છે. [૯૦૯-૯૧૦]જબૂદ્વીપર્વત મેરૂપર્વતના મધ્યભાગમાં આ રત્નપ્રભા પૃથ્વીની ઉપર અને નીચેના બે ક્ષુલ્લક પ્રતિરો છે. લઘુ પ્રતિરોમાં આઠ રૂચકાકાર પ્રદેશો છે. (ગાયના આંચળને રૂચક કહે છે. તેથી તેવા આકારે ચાર રૂચકાકાર પ્રદેશો ઉપરના પ્રતરમાં છે અને ચાર નીચેના પ્રતરમાં છે.) એમ આઠ પ્રદેશો થાય છે. જેમકે- પૂર્વ, પૂર્વ દક્ષિણ, દક્ષિણ, દક્ષિણ-પશ્ચિમ, પશ્ચિમ, પશ્ચિમઉત્તર, ઉત્તર, ઉત્તરપૂર્વ ઉર્ધ્વ અઘોદિશા. આ દશ દિશાઓના દસ નામ આ પ્રમાણે છે–ઐન્દ્રી, આગ્નેયી, યમા, નૈઋત્યી, વાણી, વાયવ્યા, સીમા, ઈશાન, વિમલા, તમાં. [૧૧]લવણ સમુદ્રના મધ્યમાં દસ હજાર યોજનાનું ગોતીર્થવિરહિત ક્ષેત્ર છે. લવણ સમુદ્રના જલની શિખા દસ હજાર યોજનની છે. દરેક ચાર પાતાલ કલશ દશ-દશ સહસ્ત્ર એટલે એક એક લાખ યોજનના ઉંડા છે. તે કલશો મૂલમાં દશ હજાર યોજનના પહોળા . મધ્ય ભાગમાં એક પ્રદેશવાળી શ્રેણીમાં દસ-દસ હજાર [એક લાખીયોજન પહોળા કહેલા છે. કળશોનું મુખ દશ હજાર યોજન પહોળું છે. તે મહાપાતાલ કળશોની ઠીકરી વજમય છે અને દસ સો યોજનાની અને સર્વત્ર સમાન પહોળી છે. દરેક લઘુપાતાલ કલશ એક હજાર યોજન ઉંડા છે. મૂલમાં એકસો યોજના પહોળા છે. મધ્ય ભાગમાં એક પ્રદેશવાળી શ્રેણીમાં એક હજાર યોજન પહોળા છે. કળશોનું મુખ સો યોજન પહોળુ છે. તે લઘુ પાતાલ કલશોની ઠીકરી વજમય છે દશ યોજનની છે અને સર્વત્ર સમાન પહોળી છે. [૯૧૨]ધાતકીખંડ દ્વીપના મેરૂ, ભૂમિમાં એક હજાર યોજનના ઉંડા છે. ભૂમિ પર કંઈક ન્યૂન દશ હજાર યોજન પહોળા છે. ઉપર એક હજાર યોજન પહોળા છે. પુષ્કરવાર અર્ધદ્વીપના મેરૂ પર્વતોનું પ્રમાણ પણ આ પ્રકારનું જ છે. [૯૧૩દરેક વૃત્તવૈતાઢય પર્વત એક હજાર યોજન ઊંચા છે. ભૂમિમાં એક હજાર) ગાઉ ગહેરા છે. સર્વત્ર સમાન પત્યેક સંસ્થાનથી સંસ્થિત છે અને એક હજાર યોજન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy