SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૧૦ ૩૬૯ [૮૯૯]શ્રમણ ધર્મ દસ પ્રકારના છે, જેમકે–ક્ષમા, નિલભતા, સરળતા, મૃદુતા, લઘુતા, સત્ય, સંયમ, તપ, ત્યાગ, બ્રહ્મચર્ય. વૈયાવૃત્ય દસ પ્રકારના છે, જેમકે- આચાર્યની, ઉપાધ્યાયની, સ્થવિર સાધુઓની, તપસ્વીની, ગ્લાન ની, શૈક્ષ, કુલની, ગણની, ચતુર્વિધ સંઘની અને સાઘમિકની વૈયાવૃત્ય. [09] જીવપરિણામ દસ પ્રકારના છે, જેમકે–ગતિપરિણામ, ઈન્દ્રિયપરિણામ, કષાયપરિણામ, વેશ્યાપરિણામ, યોગપરિણામ, ઉપયોગપરિણામ, જ્ઞાનપરિણામ, દર્શનપરિણામ, ચારિત્રપરિણામ, અને વેદપરિણામ,અજીવપરિણામ દસ પ્રકારના છે. યથાબંધનપરિણામ,ગતિપરિણામ,સંસ્થાનપરિણામ,ભેદપરિણામ,વર્ણપરિણામ રસ પરિણામ, ગંધપરિણામ, સ્પર્શપરિણામ, અગુરુલઘુપરિણામ, અને શબ્દપરિણામ. [૯૦૧)આકાશસંબંધી અસ્વાધ્યાય દસ પ્રકારના છે. જેમકે-ઉલ્કાપાત- આકાશથી પ્રકાશપુંજનું પડવું. તે પડતાં એ પ્રહર સુધી અસ્વાધ્યાય દિશાદાહ-મહાનગરના દાહસમાન આકાશમાં પ્રકાશ દેખાય, તેમાં એક પ્રહર સુધી અસ્વાધ્યાય. ગર્જનાઆકાશમાં અકાલે ગર્જના થાય તો બે પ્રહર સુધી અસ્વાધ્યાય. વિદ્યુત-અકાલે વીજળી થાય તો એક પ્રહર સુધી અસ્વાધ્યાય. નિર્ધાત-આકાશમાં વ્યંતરાદિ દેવો વડે કરાયેલ મહાધ્વનિ અથવા ભૂમિકંપાદિ થાય તો તેમાં આઠ પ્રહર સુધી અસ્વાધ્યાય. જૂગયસંધ્યા એ ચંદ્રપ્રભાનું મળવું. યક્ષાદીપ્ત–આકાશમાં યક્ષના પ્રભાવથી જાજ્વલ્યમાન અગ્નિ દેખાય, તેમાં સ્વાધ્યાય ન કરવો. ધૂમિકા-ધુમાડાના જેવી વર્ણવાળા સૂક્ષ્મ વૃષ્ટિ, મિહિકા શરદ કાલમાં થવા વાળી સૂક્ષ્મ વષ, રજઘાતુ-સ્વભાવથી ચારે દિશામાં સૂક્ષ્મ ૨જની વૃષ્ટિ જ્યાંસુધી થાય છે ત્યાંસુધી અસ્વાધ્યાય હોય છે. ઔદારિક મનુષ્ય અને તિર્યંચના શરીર સંબંધી અસ્વાધ્યાય દસ પ્રકારે છે. જેમકે–અસ્થિ હાડકાં, માંસ, લોહી, અશુચિ સામંત–મૂત્ર અને વિષ્ટા સમીપમાં હોય તો અસ્વાધ્યાય, સ્મશાનની સમીપ, ચંદ્ર ગ્રહણ હોય તો સૂર્ય ગ્રહણ હોય તો પતન-રાજા, મંત્રી, સેનાપતિ, ગ્રામાધિપતિ પ્રમુખનું મરણ થાય તો અહોરાત્ર સુધી અસ્વાધ્યાય, રાજવિગ્રહ–રાજા વિગેરેનો સમીપમાં સંગ્રામ થતો હોય તો, ઉપાશ્રય અંદર ઔદારિક શરીર પડેલું હોય તો એકસો હાથની અંદર અસ્વાધ્યાય છે. [૯૦૨પંચેન્દ્રિય જીવોની હિંસા ન કરવાવાળાને દસ પ્રકારનો સંયમ થાય છે. જેમકે–શ્રોત્રેન્દ્રિયનું સુખ નષ્ટ નથી થતું, શ્રોત્રેન્દ્રિયનું દુઃખ પ્રાપ્ત નથી થતું યાવતુંસ્પર્શેન્દ્રિયનું સુખ નષ્ટ નથી થતું, સ્પશેન્દ્રિયનું દુઃખ પ્રાપ્ત નથી થતું. એ પ્રમાણે અસંયમ પણ દસ પ્રકારનો કહેવો જોઈએ. [૯૦૩]સૂક્ષ્મ દસ પ્રકારના છે. જેમકે–પ્રાણસૂક્ષ્મ-કુંથાઆ વિગેરે, પનક સૂક્ષ્મફૂલણ આદિ, બીજસૂક્ષ્મ-ડાંગર આદિનો અગ્રભાગ, હરિતસૂક્ષ્મ-સૂક્ષ્મ હરી ઘાસ, પુષ્પસૂક્ષ્મ-વડ આદિના પુષ્પ, અંડસૂક્ષ્મ-કીડી આદિના ઈંડા લયનસૂક્ષ્મ-સ્નેહ સૂક્ષ્મઘુઅર આદિ, ગણિત સૂક્ષ્મ-સૂક્ષ્મબુદ્ધિ વડે ગહન ગણિત કરવું ભંગ સૂક્ષ્મ- સૂક્ષ્મબુદ્ધિથી ગહન ભાંગા બનાવવા. ૦િ૪]જબૂઢીપસંબંધી મેરૂપર્વતથી દક્ષિણ દિશામાં ગંગા, સિંધુ મહાનદી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy