SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ ઠાણ- ૮ -૭૮૩ [૭૮૩]સંસારી જીવો આઠ પ્રકારના છે. જેમકે–પ્રથમસમયોત્પન નૈરયિક, અપ્રથમ સમયોત્પન્ન નૈરયિક યાવતુ અપ્રથમ સમયોત્પન્ન દેવ. [૭૮૪]સર્વ જીવ આઠ પ્રકારના છે. જેમકે નૈરયિક, તિર્યંચયોનિક, તિર્યંચાણિ. મનુષ્ય, મનુષ્યાણી, દેવ, દેવીઓ, સિદ્ધ. અથવા સર્વ જીવ આઠ પ્રકારના છે. જેમ આભિનિ- બોધિક જ્ઞાની પાવતુ કેવલજ્ઞાની, મતિ અજ્ઞાની શ્રુત અજ્ઞાની વિભંગ જ્ઞાની. સંયમ આઠ પ્રકારના છે, જેમકે– પ્રથમ સમયનો સૂક્ષ્મસંપરામ-સરાગસંયમ અપ્રથમસમયનો સૂક્ષ્મપરાયસંયમ. પ્રથમસમયનો બાદર સરાગસંયમ. પ્રથમ સમયનો ઉપશાંતકષાય વીતરાગ સંયમ. અપ્રથમસમયનો ઉપશાંતકષાય વીતરાગ સંયમ.પ્રથમસમયનો ક્ષીણકષાય વીતરાગસંયમ અપ્રથમસમયનો ક્ષીણકષાય વીતરાગ સંયમ. ૭િ૮૫]પૃથ્વીઓ આઠ છે–રત્નપ્રભાથી ભાવતુઅધઃસપ્તમી સાત પૃથ્વીઓ અને આઠમી ઈષત્રાગભારા પૃથ્વી, ઈષપ્રાગભારા પૃથ્વીના બહુ મધ્ય દેશ ભાગમાં આઠ યોજન પ્રમાણનું ક્ષેત્ર કહ્યું છે. તે આઠ યોજનનું સ્થળ છે. આ પૃથ્વીના આઠ નામ છે. – ઈશત, ઈષતપ્રામ્ભારા, તનુ, તનુ તન, સિદ્ધિ, સિદ્ધાલય, મુક્તિ, મુક્તાલય. ૭િ૮૬]આઠ આવશ્યક કાર્યોને માટે સમ્યફપ્રકારે ઉદ્યમ, પ્રયત્ન અને પરાક્રમ કરવો જોઈએ પરંતુ આ વિષયોમાં પ્રમાદ ન કરવો જોઈએ, જેમકે અશ્રુત ધર્મને સમ્યક પ્રકારથી સાંભળવાને માટે શ્રત ધર્મને ગ્રહણ કરવા અને ધારણ કરવાને માટે, સંયમ કરીને પાપ કર્મ ન કરવાને માટે, તપશ્ચયથી જુના પાપ કર્મોની નિર્જરા કરવાને માટે તથા આત્મશુદ્ધિને માટે, નિરાશ્રિત-પરિજનને આશ્રય દેવા અને શૈક્ષને આચાર અને ગોચરી વિષયક મયદા શિખડાવવાને માટે તત્પર રહેવું જોઈએ. [૭૯૮]તે ઈન્દ્રિય જીવોની આઠ લાખ કુલ કોડીઓ છે. [૭૯૯]જીવોએ આઠ સ્થાનોમાં નિવર્તિત સંચિત પુદ્ગલ પાપકર્મના રૂપમાં ચયન કર્યું છે, ચયન કરે છે અને ચયન કરશે. જેમકે પ્રથમ સમય નૈરયિક નિવર્તિતયાવતુ-અપ્રથમ સમય દેવ નિર્વતિત એ પ્રમાણે ઉપચયન, બંધ, ઉદીરણા, વેદના અને નિર્જરાના ત્રણ ત્રણ દંડકો કહેવા. આઠ પ્રાદેશિક સ્કંધ અનન્ત છે. અષ્ટ પ્રદેશાવગાઢ પુદ્ગલ અનંત છે. યાવતું આઠ ગુણ રૂક્ષ પુદ્ગલ અનંત છે. સ્થાનઃ૮નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (સ્થાનઃ ૯) [૮૦૦નવકારણોથી સાંભોગિક શ્રમણ નિગ્રંથોને વિસંભોગી કરવામાં આવે તો ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ થતું નથી તે આ પ્રમાણે– આચાર્યના પ્રયત્નીકને, ઉપાધ્યાયના પ્રત્યેનીકને સ્થનિવરોના પ્રયત્નીકને, કુલના પ્રયત્નીકને ગણના પ્રત્યેનીકને સંઘના પ્રત્યેનીકને જ્ઞાનના પ્રત્યેનીકને દર્શનના પ્રત્યેનીકને ચારિત્રના પ્રત્યેનીકને. [૮૦૧]બ્રહ્મચર્યની ગુપ્તિ નવ પ્રકારની છે. જેમકે– એકાંત શયન અને આસનનું સેવન કરવું જોઈએ પરંતુ સ્ત્રી, પશુ, અને નપુંસકના સંસર્ગવાળા શયનાશયનનું સેવન ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy