SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૯ ૩૫૯ કરવું જોઈએ, સ્ત્રીકથા ન કરવી જોઈએ. સ્ત્રીના સ્થાનને સેવનાર ન હોય, સ્ત્રીની મનોહર ઈન્દ્રિઓનુ દર્શન અને ધ્યાન ન કરવું જોઈએ. પ્રણીતરસનું આસ્વાદન ન કરવું, આહારાદિની અતિમાત્રા ન લેવી જોઈએ. પૂર્વે આહારાદિની અતિમાત્રા ન લેવી જોઈએ. પૂર્વે અનુભવેલ રતિ-ક્રીડાનું સ્મરણ ન કરવું જોઈએ. સ્ત્રીના રાગજનક શબ્દ અને રૂપની તથા સ્ત્રીની પ્રશંસાને અનુસરે નહિ સાંભળે નહિ, શારીરિક સુખાદિમાં આસકત થનાર ન હોય. બ્રહ્મચર્યની અગુપ્તિ નવ પ્રકારની છે. જેમકે એકાંત શયન અને આશનનું સેવન ન કરે પરંતુ સ્ત્રી, પશુ તથા નપુસંકવડે સેવિત શયના- સનનો ઉપયોગ કરે. સ્ત્રી કથા કહે. સ્ત્રીના સ્થાનનું સેવન કરે. સ્ત્રીઓની ઈન્દ્રિયોનું દર્શન યાવત્ ધ્યાન કરે. વિકારવર્ધક આહાર કરે. આહારાદિ અધિક માત્રામાં સેવન કરે. પૂર્વાનુભૂત રતિક્રીડાનું સ્મરણ કરે. સ્ત્રીઓના શબ્દ તથા રૂપની પ્રશંસા કરે. શારીરિક સુખાદિમાં આસકત રહે. [૮૦૩]અભિનંદન અરહંત પછી સુમતિનાથ અરહંત નવ લાખ ક્રોડ સાગર પછી ઉત્પન્ન થયા હતા. [૮૦૪]શાશ્વત પદાર્થ નવ છે. જેમકે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ. [૮૦૫]સંસારી જીવો નવ પ્રકારના છે. જેમકે–પૃથ્વીકાય યાવત્ વનસ્પતિકાય, બેઈન્દ્રિય યાવત્ પંચેન્દ્રિય. પૃથ્વીકાયિક જીવોની નવ ગતિ અને નવ આગતિ, જેમકે પૃથ્વીકાયિક પૃથ્વી- કાયિકોમાં ઉત્પન્ન થાય તો પૃથ્વીકાયિકોથી યાવત્ પંચોન્દ્રિયોથી આવી ઉત્પન્ન થાય છે. પૃથવીકાયિક જીવ પૃથ્વીકાય પર્યાયને છોડીને પૃથ્વીકાયિક રૂપમાં યાવત્ પંચેન્દ્રિય રૂપમાં ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે અપકાયિક જીવ યાવત્ પંચેન્દ્રિય જીવ પૂર્વોકત નવસ્થાનોમાં અને નવસ્થાનોમાંથી ઉત્પન્ન થાય છે. સર્વ જીવ નવ પ્રકારના છે. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, નૈરયિક, તિર્યંચપંચેન્દ્રિય, મનુષ્ય, દેવ, સિદ્ધ. બીજી રીતે પણ સર્વ જીવ નવ પ્રકારના છે, પ્રથમ સમયોત્પન્ન નૈરયિક યાવત્ અપ્રથમ સમયોપન્ન દેવ, સિદ્ધ. સર્વ જીવોની અવગાહના નવ પ્રકારની છે, જેમકે પૃથ્વીકાયિક જીવોની અવગાહના, યાવત્ પંચેન્દ્રિય જીવોની અવગાહના. સંસારીજીવ નવ પ્રકારના હતા, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે, જેમકેપૃથ્વીકાયિક રૂપમાં યાવત્ પંચેન્દ્રિય રૂપમાં. [૮૦૬] નવ કારણોથી રોગોત્પત્તિ થાય છે. અતિઆહારથી, અહિતકારી આહારથી, અતિ નિદ્રાથી અતિજાગવાથી, મળનો વેગ રોકવાથી, મૂત્રના વેગને રોકવાથી, અતિ ચાલવાથી, પ્રતિકૂલ ભોજનથી, ઈન્દ્રિ- યાર્થ વિકોપનતાથી. [૮૦૭]દર્શનાવરણીય કર્મ નવ પ્રકારનું છે જેમકે- નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા, ત્યાનગૃદ્ધિ, ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવલદર્શના નાવરણ. [૮૦૮]અભિજિત્ નક્ષત્ર કંઈક અધિક ૯ મુહૂર્ત સુધી ચંદ્રની સાથે યોગ કરે છે. અભિજિત્ આદિના નવ નક્ષત્રો ચંદ્રની સાથે ઉત્તરથી યોગ કરે છે. તે આ છે– અભિજિત્ શ્રવણ ઘનિષ્ઠા યાવત્ ભરણી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy