SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૩ [૭૧૦]પ્રાયશ્ચિત્ત આઠ પ્રકારના કહેલ છે. જેમકે આલોચના યોગ્ય, પ્રતિક્રમણ યોગ્ય, ઉભય યોગ્ય, ૪ વિવેક (અશુદ્ધ આહાર પાણી પરઠવું) કાર્યોત્સર્ગ યોગ્ય, તપ યોગ્ય, છેદ યોગ્ય, મૂલ યોગ્ય એટલે ફરીથી મહાવ્રત ગ્રહણ કરવા યોગ્ય. સ્થાન-૮ [૭૧૧]મદ સ્થાન આઠ કહેલ છે. જેમકે જાતિમદ, કુલમદ, બલમદ, રૂપમદ, તપ મદ, સૂત્રમદ લાભમદ, ઐશ્વર્યમદ. [૭૧૨]અક્રિયાવાદીઆઠછે-એકવાદી,-અનેકવાદી,મિતવાદી, નિર્મિતવાદ સાતવાદી,-સમુચ્છેદવાદી, નિત્યવાદીઅનેમોક્ષઅથવા૫૨લોકનથીએમમાનવાવાળ, [૭૧૩] મહાનિમિત્ત આઠ પ્રકારના કહેલ છે. ભૌમ-ભૂમિ વિષયક શુભાશુભનું જ્ઞાન કરાવનાર શાસ્ત્ર, ઉત્પાત- રૂધિરવૃષ્ટિ આદિ ઉત્પાતોનું ફલ બતાવવાવાળું શાસ્ત્ર, સ્વપ્ન-શુભાશુભ સ્વપ્નોનું લ બતાવનાર શાસ્ત્ર, અંતરિક્ષ-ગાંધર્વ નગરાદિનું શુભા- શુભ ફલ બતાવનાર શાસ્ત્ર. અંગ-ચક્ષુ-મસ્તક આદિ અંગોના ફરકવાથી થનાર શુભા-શુભની સૂચના દેવાવાળું શાસ્ત્ર, સ્વર-ષડ્જ આદિ સ્વરે નું શુભાશુભ લ બતાવવા- વાળું શાસ્ત્ર, લક્ષણ-સ્ત્રી-પુરૂષના શુભાશુભ બતાવવા શાસ્ત્ર, વ્યંજન-તિલ મસ આદિ શુભાશુભ ફલ બતાવવાવાળું શાસ્ત્ર. [૭૧૪-૭૨૦]વચનવિભક્તિ આઠ પ્રકારની કહેલી છે. જેમકે નિર્દેશમાં પ્રથમા, ઉપદેશમાંદ્વિતીયા,કરણમાંતૃતીયા,-સમ્પ્રદાનમાંચતુર્થી,-અપાદાનમાંપંચમી,-સ્વામિ વના સંબંધમાં ષષ્ઠી-સન્નિધાન અર્થમાં સપ્તમી-આમંત્રણમાં અષ્ટમી. [૭૨૧]આઠ સ્થાનોને છમસ્થ પૂર્ણરૂપથી દેખતા નથી અને જાણતા નથી. જેમકે ધમસ્તિકાય-યાવત્ ગંધ, વાયુ. આઠ સ્થાનોને સર્વજ્ઞ પૂર્ણરૂપથી દેખે છે અને જાણે છે. જેમકે. ધર્માસ્તિકાય-આદિ પૂર્વોકત છે અને ગંધ તથા વાયુ. [૭૨૨] આયુર્વેદ આઠ પ્રકારનો કહેલ છે. જેમકે-કુમારભૃત્ય-બાલચિકિત્સા શાસ્ત્ર, કાયચિકિત્સા-શાસ્ત્ર,શાલાકય-ગળાથી ઉ૫૨ના અંગોની ચિકિત્સાનું શાસ્ત્ર, શલ્યહત્યા-શરીરમાં કંટકની ચિકિત્સાનું શાસ્ત્ર, જંગોલી-સર્પ આદિના વિષની ચિકિત્સાનું શાસ્ત્ર,ભૂતવિદ્યા- ક્ષારતંત્ર-વીર્યપાતની ચિકિત્સાનું શાસ્ત્ર રસાયન-શરીર આયુષ્ય અને બુદ્ધિની વૃદ્ધિના ઉપાયોગ બવતાવનાર શાસ્ત્ર. [૭૨૩]શકેન્દ્રની આઠ અગ્રમહિષીઓ છે. જેમકે પદ્મા, શિવા, સતી, અંજૂ, અમલા, આસરા, નવમિકા, રોહિણી. ઈશાનેન્દ્રની આઠ અગ્રમહિષીઓ છે, જેમકેકૃષ્ણા, કૃષ્ણરાજા, રામા, રામરક્ષિતા, વસુગુપ્તા, વસુમિત્રા, વસુંધરા. શકેન્દ્રના સોમ લોકપાલની અને ઈશાનેદ્રના વૈશ્રમણ લોકમાલની આઠ અગ્રમહિષીઓ છે. મહાગ્રહ આઠ છે. – ચન્દ્ર, સૂર્ય શુક્ર, બુધ બૃહસ્પતિ, મંગલ,શનૈશ્વર, કેતુ. [૭૨૪]તૃણ વનસ્પતિકાય આઠ પ્રકારના છે. જેમકે- મૂલ, કંદ, સ્કંધ, ત્વચા, છાલ, પ્રવાલ, પત્ર પુષ્પ. [૭૨૫]ચઉરિન્દ્રિય જીવોની હિંસા નહિ કરવાવાળાને આઠ પ્રકારનો સંયમ થાય છે. નેત્ર સુખ નષ્ટ નથી થતું. નેત્ર દુઃખ ઉત્પન્ન નથી થતુ. યાવત્ સ્પર્શ સુખ નષ્ટ નથી થતુ. 23 Jaination International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy