SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૨ ઠાણ-૮-૭૦૨ બજાવવામાં આવતાં તંત્રીતાલ ત્રુટિત ઘન મૃદંગ આદિવાદ્યોના મધુર ધ્વનિની સાથે દિવ્ય ભોગોપભોગનો ઉપયોગ કરતો વિચરે છે. દેવની જે આત્યંતર અને બાહ્ય પરિષદ છે. તે તેના આદર સત્કાર કરે છે સ્વામી રૂપે સ્વીકારે છે, મોટા દેવોને બેસવા યોગ્ય આસન પર બેસાડવા નિમંત્રણ આપે છે. જ્યારે તે દેવોની કોઈ પણ સભામાં કોઇપણ વિષયને અનુલક્ષીને સામાન્ય વિશેષ પ્રયુક્તિઓવડે પોતાના વિષયની પ્રજ્ઞાપના પ્રરૂપણા કરે છે. ત્યારે કોઈની પણ સૂચના થયા વિના ચાર-પાંચ દેવો ઉભા થઈને આરઝુ કરે છે કે આપ વધુ સમય સુધી આપનું ભાષણ ચાલુ રાખો અમને આપની વાત ઘણી રૂચિકર લાગે છે. જ્યારે તે દેવ આયુનો ભવનો અને સ્થિતિનો ક્ષય કરી મનુષ્યભવમાં જન્મે છે ત્યારે પણ સમ્પન્ન યાવતુ ઘણા લોકો મળીને પણ પરાભવ ન કરી શકે એવા ઉત્તમ કુલોમાં પુરૂષપણે ઉત્પન્ન થાય છે. તે મનુષ્ય પુરૂષ પણ સુન્દર રૂપ, વર્ણ ગંધ, રસ, સ્પર્શથી સમ્પન ઈષ્ટ કાન્ત. યાવતું અતિશય મનોહર, હીનતારહિત, સ્વરવાળો, મનોજ્ઞસ્વરવાળો, અને અદિયસ્વરવાળો થાય છે ત્યાં તેની જે બાહ્ય અને આભ્યન્તર પરિષદ હોય છે તે પણ તેનો સત્કાર સન્માન કરે છે. જ્યારે તે બોલવા લાગે છે. ત્યારે લોકો કહે છે “આર્યપુત્ર બોલો, બોલો ઘણું, બોલો” [૭૦૩]સંવર આઠ પ્રકારના કહેલ છે. જેમકે - શ્રોત્રેન્દ્રિય સંવર યાવતુ સ્પર્શેન્દ્રિય સંવર, મનસંવર, વચનસંવર કાયસંવર. અસંવર આઠ પ્રકારના કહેલ છે. જેમકે–શ્રોત્રેન્દ્રિયઅસંવર યાવતું કાયઅસંવર. [૭૪]સ્પર્શ આઠ પ્રકારના છે -કર્કશ. મૃદુ. લઘુ. શીત. ઉષ્ણ. સ્નિગ્ધ રૂક્ષ. ૭૦૫] લોકસ્થિતિ આઠ પ્રકારની કહેલી છે જેમકે–આકાશના આધાર પર રહેલો વાયુ ઘનોદધિ-શેષ છઠ્ઠા સ્થાનની સમાન યાવતુ-સંસારી જીવ કર્મના આધાર પર રહેલ છે. પુદગલાદિ અજીવ જીવોથી સંગ્રહિત (બદ્ધ) છે. જીવ જ્ઞાનાવરણીયાદિ કર્મોથી સંગ્રહિત (બદ્ધ) છે. [૭૦]ગણી (આચાયની આઠ સંપદા કહેલી છે. આચારસંપદા,શ્રુતસંપદા, શરીરસંપદા,નસંપદા,વાચનાસંપદા-મતિસંપદા-પ્રયોગસંપદા-સંગ્રહપરિજ્ઞા સંપદા. | [૭૦૭)ચક્રવર્તીની પ્રત્યેક મહાનિધિ આઠ ચક્રની ઉપર પ્રતિષ્ઠિત છે અને આઠ-આઠ યોજન ઉંચા છે. [૭૦] સમિતિઓ આઠ કહેલી છે. જેમકે-ઈસમિતિ, ભાષાસમિતિ, એષણા સમિતિ, આદાન-ભંડમાત્રનિક્ષેપનાસમિતિ, ઉચ્ચાર-પ્રસવણશ્લેષ્મમલ સિંધાણ, પરિષ્ઠાપનિકા સમિતિ, મનસમિતિ, વચનસમિતિ, કાયસમિતિ. [૭૦]આઠ ગુણોથી સંપન્ન અણગાર આલોચના સાંભળવા યોગ્ય હોય છે. જેમકે આચારવાને, અવધારણાવાન, વ્યયવહારવાન, આલોચકનો સંકોચ મટાડવામાં સમર્થ, શુદ્ધિ કરવામાં સમર્થ, આલોચના કરનારની શકિત પ્રમાણે પ્રાયશ્ચિત દેવાવાળો, દોષ સેવનથી અનિષ્ટ થાય છે. તે સમજાવવામાં સમર્થ. આઠ ગુણોથી સંપન્ન અણગાર પોતાના દોષોની આલોચના કરી શકે છે. જાતિસંપન્ન, કુલસંપન્ન, વિનય સંપન્ન, જ્ઞાન સંપન્ન દર્શન સંપન્ન, ચારિત્ર સંપન્ન, ક્ષાંત, દાંત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy