SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ ઠાણું- ૭-૬૮૨ શકેન્દ્રની સાત સેનાઓ અને સાત સેનાપતિઓ છે. જેમકે - દિલસેના યાવતુ ગંધર્વસેના. હરિણગમેથી-પૈદલસેનાનો સેનાપતિ. માઢર-રથ એમનો સેનાપતિ છે. સેતને-નટસેનાનો અધિપતિ, તંબુર, ગંધર્વસેનાનો અધિપતિ છે. ઇશાનેન્દ્રની સાત સેનાઓ અને સાત સેનાપતિઓ છે. જેમકે પૈદલ સેનાયાવતુ ગંધર્વ સેના. લઘુપરાક્રમ-પૈદલસેનાનો સેનાપતિ યાવતુ. મહાસેન-નરસેનાનો સેનાપતિ. રત- ગંધર્વસેનાનો સેનાપતિ. શેષ પંચમાં સ્થાન મુજબ જાણવું આ પ્રમાણે અશ્રુત દેવલોક સુધી સમજી લેવું. [૬૮૩-૬૮૪]ચમરેન્દ્રના ડ્રમ પૈદલસેનાપતિના સાત કચ્છ (સૈન્ય સમુહ) છે. જેમકે - પ્રથમ કચ્છ યાવતુ સપ્તમ કચ્છ. પ્રથમ કચ્છમાં ૬૪૦૦૦ દેવો છે. બીજા કચ્છમાં પ્રથમ કચ્છથી બેવડો દેવો છે. ત્રીજા કચ્છમાં બીજા કચ્છથી બેવડા દેવો છે. એ પ્રમાણે સાતમાં કચ્છ સુધી બેવડા દેવો છે. આ પ્રમાણે બલીન્દ્ર સેનાપતિના પણ સાત કચ્છ છે. વિશેષ એટલે કે - મહદ્ધમ સેનાપતિના પ્રથમ કચ્છમાં સાઠ હજાર દેવો છે. શેષ છ કચ્છોમાં પૂર્વવતુ બેવડા બેવડા કહેવા. આ પ્રમાણે ઘરણેન્દ્રના પણ સાત કચ્છ છે. વિશેષ રૂદ્રસેન સેનાપતિના પ્રથમ કચ્છમાં ૨૮000 દેવો છે, શેષ છ કચ્છોમાં પૂર્વવતુ. બેવડા બેવડા દેવો કહેવા. વિશેષ-પૈદલ સેનાના સેનાપતિઓના પૂર્વવત્ કહેવા. શકેન્દ્રના પૈદલ સેનાના સેનાપતિ હરિણગમેષી દેવને સાત કચ્છ છે. અમરેન્દ્રની સમાન અચ્યતેન્દ્ર સુધી કચ્છ અને દેવતાઓનું વર્ણન સમજવું દિલ સેનાપતિઓના નામ પૂર્વવત્ કહેવા. દેવતાઓની સંખ્યા આ બે ગાથાઓથી જાણવી. કેન્દ્રના દિલ સેનાપતિ હરિણગમેલી દેવના સાત કચ્છ છે. ઈશાનેન્દ્રના ૮૦,000 દેવો છે. સનકુમારના ૭૨, 000 દેવો છે. માહેન્દ્રના ૭૦, 000 દેવો છે. પ્રત્યેન્દ્રના ૬૦, ૦૦૦ દેવો છે. લાંતકેન્દ્રના પ૦, ૦૦૦ દેવો છે. મહાશુકેન્દ્રના ૪૦, ૦૦૦ દેવો છે. સહસ્ત્રારેન્દ્રના ૩૦, ૦૦૦ દેવો છે. આનતેન્દ્ર અને આરણેન્દ્રના ૨૦,૦૦૦ દેવો છે. પ્રાણતેન્દ્ર અને અચ્યતેન્દ્રના ૨૦, 000 દેવો છે. પ્રત્યેક કચ્છમાં પૂર્વ કચ્છથી બેવડ બેવડા દેવો કહેવા. [૬૮૫] વચનવિકલ્પ સાત પ્રકારના છે. જેમકે - આલાપ-અલ્પ ભાષણ, અનાલાપ - કુત્સિત ભાષણ, ઉલ્લાપ-પ્રશ્નગર્ભિત વચન, અનુલ્લાસ-નિદિત વચન, સંતાપપરસ્પર ભાષણ કરવું, પ્રલાપ - નિરર્થક વચન, વિપ્રલાપ-વિરૂદ્ધવચન. વિનય સાત પ્રકારનો કહેલ છે જેમકે - જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્ર વિનય, મનવિનય, વચનવિનય કાયવિનય લોકોપચારવિનય. પ્રશસ્ત મનવિનય સાત પ્રકારનો કહેલ છે. જેમકે- આલાપક-શુભ ચિંતન રૂપ વિનય. અસાવદ્ય - ચોરી આદિ નિંદિત કર્મ રહિત વિચાર. અક્રિય - કાયિકાદિ ક્રિયા રહિત વિચાર, નિરૂપકલેશ - શોકાદિ પીડા રહિત વિચાર, અનાશ્રવકર - પ્રાણાતિ પાતાદિ રહિત વિચારઅક્ષતકર પ્રાણીઓ ને પીડિત ન કરવા રૂપ ચિન્તન, અભૂતાભિશંકર - અભયદાન રૂપ ચિન્તન, અપ્રશસ્ત મનવિનય સાત પ્રકારનો કહેલ છે જેમકે --પાપક –અશુભ ચિંતન રૂપ, સાવધ ચોરી આદિ નિંદિત કર્મ, સક્રિય કાયિકાદિ ક્રિયા યુકત સોપકલેશ-શોકાદિ પીડા યુકત, આશ્રવકર પ્રાણાતિપાતાદિ આશ્રવ, ક્ષયકર - પ્રાણીયોને પીડિત કરવા રૂપ, ભૂતાભિશંકર- ભયકારી ચિન્તન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy