SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૭, ૩૪૯ પ્રશસ્ત વચનવિનય સાત પ્રકારનો કહેલ છે જેમકે - અપાપક, અસાવદ્ય યાવતું અભૂતાભિશંકર રૂપ વચન અપ્રશસ્ત વચનવિનય સાત પ્રકારનો કહેલ છે જેમકે - પાપક યાવતું ભૂતાભિશંકન. પ્રશસ્ત કાયવિનય સાત પ્રકારનો કહેલ છે જેમકે- ઉપયોગ પૂર્વક ગમન સ્થિર રહેવું. સુવું. ડેલી આદિનું ઉલ્લંઘન કરવું.અર્ગલા આદિનું અતિક્રમણ. અને ઇન્દ્રિઓનું પ્રવર્તન. અપ્રશસ્ત કાયવિનય સાત પ્રકારનો કહેલ છે જેમકે – ઊપયોગ વિના ગમન કરવું - યાવત્ ઉપયોગ વિના ઈન્દ્રિયોનું પ્રવર્તન કરવું. લોકોપચાર સાત પ્રકારનો છે.-અભ્યાસવર્તિત્વ-ગુરૂ આદિના સમીપ રહેવું પરછંદાનું વર્તિત્વ – બીજાના અભિપ્રાય પ્રમાણે આચરણ કરવું. કય હેતુ - હું એમની પાસેથી શ્રુતને પામ્યો છું તેથી તેનું કહેવું મારે માનવું જોઈએ, એમ વિચારી વિનય કરવો. કતપ્રતિકૃતિતા - તેની સેવાક્યનો તે કંઈક ઉપકાર કરશે એમ સમજી વિનય કરવો. આર્તગવેષણા - દુઃખથી પીડાયેલને ઔષધાદિનુ ગવેષવું. દેશકાલજ્ઞતા-દેશ અને કાલને જાણવું સર્વ અર્થને વિષે અપ્રતિલોમતા-બધા અવસરોમાં અનુકૂળ રહેવું. [૬૮૭]સમુઘાત સાત પ્રકારના છે-વેદનાસમુદ્યાત કષાયસમુદ્યાત તૈજસસમુદ્રઘાત મારણાંતિક સમુદ્દઘાત, વૈકિયસમુઘાત આહારકસમુદ્દઘાત અને કેવલીસમુઘાત. મનુષ્યોના સાત સમુદ્દાત કહેલ છે. પૂર્વવત. શ્રમણ ભગવાન મહાવીરના તીર્થમાં સાત પ્રવનચનિલય થયા-બહુરત (દીર્ધકાલમાં કાર્યની ઉત્પતિ માનવાવાળા), જીવ પ્રદેશિક (અન્તિમ જીવ- પ્રદેશમાં જીવત્વ માનનાર), અવ્યકિતક - (સાધુ આદિ ને સંદિગ્ધ દ્રષ્ટિથી જોનાર), સામ- ચ્છેદિક - (સર્વભાવોને ક્ષણિક માનવાવાળા), કૅક્રિય - (એક સમયમાં બે ક્રિયાઓ માનવાવાળા), ત્રેરાશિક - (જીવ રાશિ અજીવ રાશિ નો જીવરાશિ.) અબદ્ધિક - જીવકર્મથી સ્પષ્ટ છે બદ્ધનથી,આ સાત પ્રવચનનિહનવો ના સાત ધર્માચાર્ય હતા જેમકે - જમાલી, તિષ્યગુપ્ત, આષાઢ, અશ્વમિત્ર, ગંગ, ષડુલૂક, ગોષ્ઠામાહિલ. [૬૮] આ પ્રવચન નિહનવોના સાત ઉત્પત્તિ નગર આ પ્રમાણે હતા - શ્રાવસ્તી, ઋષભપુર, શ્વેતામ્બિકા, મિથિલા, ઉલ્લકાતીર, અંતરંજીકા દશપુર. [૬૦] સાદાવેદનીય કર્મના સાત અનુભાવ છે જેમકે – મનોજ્ઞશબ્દ મનોજ્ઞરૂપ થાવતુ મનોજ્ઞ સ્પર્શ, માનસિક સુખ, વાચિક સુખ. અસતાવેદનીય કર્મના સાત અનુભાવ છે. જેમકે - અમનોજ્ઞશબ્દ - યાવત્ - માનસિક અને વાચિક દુઃખ [૬૯૧] મઘા નક્ષત્રના સાત તારા છે. અભિજિત આદિ સાત નક્ષત્રપૂર્વ દિશામાં દ્વાર- વાળા છે. જેમકે - અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા પુર્વાભાદ્રપદા, ઉતરાભાદ્ર- પદા, રેવતી, અશ્વિની આદિ સાત નક્ષત્ર દક્ષિણ દિશામાં દ્વાર વાળ છે જેમકે - અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશિરા, આદ્ર, પુનવર્સ, પુષ્ય આદિ સાત નક્ષત્રો પશ્ચિમ દિશામાં દ્વારવાળા છે. જેમકે - આ પુષ્ય, અશ્લેષા, મઘા, પૂર્વાફાલ્ગની, હસ્ત, ચિત્રા, સ્વાતિ આદિ સાત નક્ષત્રો ઉત્તર દિશામાં દ્વારવાળા છે. જેમકે – સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂવષાઢા, ઉત્તરાષાઢા. [૬૯૨-૬૯૫] જંબુદ્વીપમાં સૌમનસ વક્ષસ્કાર પર્વત પર સાત ફૂટ છે. જેમકે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy