SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન ૭. ૩૪૭ [૬૭૪-૭૫]શકેન્દ્રના વરુણ નામક લોકપાલની સાત અગ્રહિષીઓ છે. એ રીતે ઇશા- નેન્દ્રના સોમ નામક લોકપાલની, ઈશાનેન્દ્રના યમ લોકપાલની જાણવી. ઇશાનેન્દ્રના આત્યંતર પરિષદના દેવોની સ્થિતિ સાત પલ્યોપમની છે. એ રીતે શકેન્દ્રની અગ્રમહિષી દેવીઓની સ્થિતિ, સૌધર્મ કલ્પમાં પરિગૃહીતા દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. [૭] સારસ્વત લોકાન્તિક દેવના સાતસો દેવોનો પરિવાર છે. આદિત્ય લોકનિક દેવનો સાતસો દેવોનો પરિવાર છે. ગતિોય લોકાન્તિક દેવને સાત દેવોનો પરિવાર છે. તુષિત લોકાન્તિક સાત હજાર દેવેનો પરિવાર છે. [૬૭૭-૭૮]નકુમાર કલ્પમાં દેવતાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની છે. માહેન્દ્ર કલ્પમાં દેવતાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ કંઈક અધિક સાત સાગરોપમની છે. બ્રહ્મલોક કલ્પમાં દેવોની જઘન્ય સ્થિતિ સાત સાગરોપમની છે. બ્રહ્મલોક અને લાંક કલ્પમાં વિમાનોની ઉંચાઈ સાતસો યોજનની છે. [૬૭૯]ભવનવાસી,વ્યંતરસૌધર્મ અને ઇશાન કલ્પમાં દેવોના ભવધારણીય શરીરોની ઉંચાઈ સાત હાથની છે. [૬૮] નંદીશ્વર દ્વીપની અંદર સાત દ્વીપો આવી જાય છે. જેમકે - જંબૂદ્વીપ, ઘાતકીખંડ દ્વીપ, પુષ્કરવરદ્વીપ, વરૂણવરદ્વીપ, ક્ષીરવરદીપ, વૃતવરદ્વીપ, ક્ષોદવરદીપ. નંદીશ્વર દ્વીપની અન્દરમાં સાત સમુદ્રો છે. જેમકે - લવણ સમુદ્ર, કાલોદ સમુદ્ર, પુષ્કરોદ સમુદ્ર, કરુણાદ સમુદ્ર, ખીરોદ સમુદ્ર, વૃતોદ સમુદ્ર, શીદોદ સમુદ્ર. [૬૮૧] સાત પ્રકારની શ્રેણીઓ કહેલી છે. જેમકે ઋજુઆયતા (સરલા લાંબી) એકતઃ વઝા (એકબાજૂથી વક્ર) દ્વિઘાવક્રા (બંને બાજુથીવક્ર) એકતઃ ખા(જે શ્રેણીમાં એક બાજુ ત્રસનાડીથી બહારનો આકાશ હોય. દ્વિધાખા (બંનેબાજુ આકાશ હાય), ચક્રવાલા (ચક્ર સમાન), અર્ધચક્રવાળા (અર્ધગોળાકાર). [૬૮૨] ચમર અસુરેન્દ્ર અસુરરાજની સાત સેનાઓ છે અને સાત સેનાપતિઓ છે. જેમકે- દિલસેના, અશ્વસેના, હસ્તિસેના, મહિષસેના, રથસેના, નટસેના, ગંધર્વસેના. પૈદલસેનાનો સેનાપતિ દ્રુમ છે. શેષ પાંચમાં સ્થાનની સમાન યાવતુ રથસેનાનો સેનાપતિ કિન્નર છે. નટસેનાનો સેનાપતિ રિષ્ટ છે. ગંધર્વસેનાનો સેનાપતિ ગીતરતિ છે. બલિ વૈરાચનેન્દ્રની સાત સેનાઓ છે અને સાત સેનાપતિઓ છે. જેમકે - પૈદલસેના યાવતુ ગંધર્વસેના. મહાદ્ધમ-પૈદલસેનાનો સેનાપતિ યાવતુ કિંપુરૂષ- રથસેનાનો સેનાપતિ. મહારિષ્ટ-નટસેનાનો સેનાપતિ. ગીતયશ-ગંધર્વસેનાનો સેનાપતિ છે. ધરણેન્દ્રની સાત સેનાઓ અને સાત સેનાપતિઓ છે. પૈદલસેના યાવતુ ગંધર્વસેના. રૂદ્રસેન-પેદલસેનાનો સેનાપતિ યાવતું આનંદ રથસેનાનો સેનાપતિ. નંદન-નરસેનાનો સેનાપતિ, તેતલી ગંધર્વસેનાનો સેનાપતિ. નાગકુમારેન્દ્ર ભુતા- નિંદની સાત સેનાઓ અને સાત સનાપતિઓ છે. પૈદલસેના યાવતુ ગંધર્વસેના. દક્ષ પદલસનાનો સેનાપતિ યાવતું નંદુત્તર રથસેનાનો સેનાપતિ. રતિ-નટસેનાનો સેનાપતિ માનસગંધર્વસેનાનો સેનાપતિ.આ પ્રકારે ઘોષ અને મહાઘોષ સુધી જાણવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy