SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ ઠા-૩૩/૧૮૪ [૧૮૪] ત્રણ કારણોથી વસ્ત્ર ધારણ કરવા જોઈએ જેમ કે- લજ્જાના કારણે, પ્રવચનની નિંદા ન થાય તે માટે, શીતાદિ પરીષહના નિવારણ માટે. [૧૮૫ આત્માને રાગદ્વેષથી બચાવવાને ત્રણ ઉપાય કહેલ છે. જેમ કે- ધાર્મિક ઉપદેશનું પાલન કરે, ઉપેક્ષા કરે અથવા મૌન રહે. તે સ્થાનથી ઊઠીને સ્વયં એકાન્ત સ્થાનમાં ચાલ્યા જાય. તૃષાદિથી ગ્લાન નિગ્રંથને પ્રાસુક જલની ત્રણ દત્તિ ગ્રહણ કરવી કલ્પ છે. જેમ કે- ઉત્કૃષ્ટ મધ્યમ અને જઘન્ય. [૧૮] ત્રણ કારણોથી શ્રમણ નિગ્રંથ સ્વધર્મી સાંભોગિકની સાથે ભોજનાદિ વ્યવહારને તોડે તો વીતરાગની આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. જેમ કે- વ્રતોમાં “ગુરુતર' દોષ લગાડતા હોય અને જાતે જ જોઈ લીધો હોય તો તેની સાથે અથવા કોઇ મુનિ પાસેથી દોષો સાંભળ્યા હોય તેની સાથે. અથવા તો મૃષાવાદ આદિની ત્રણ વાર આલોચના કરાવ્યા બાદ ચોથી વાર દોષ સેવન કર્યો હોય તેની સાથે. [૧૮૭ ત્રણ પ્રકારની અનુજ્ઞા (શાસ્ત્રપઠનની આજ્ઞા) કહેલી છે. જેમ કેઆચાર્યની, ઉપાધ્યાયની, અને ગણનાયકની આજ્ઞા. ત્રણ પ્રકારની સમનુજ્ઞા કહેલી છે. જેમ કે- આચાર્ય ની ઉપાધ્યાય ની અને ગણનાયક ની એ પ્રમાણે ઉપસમ્પદાઅને આચાયદિ પદવીનો ત્યાગ પણ સમજવો. [૧૮૮] ત્રણ પ્રકારના વચન કહેલ છે. જેમ કે દવચન, તદન્યવચન અને નોવચન. ત્રણ પ્રકારના અવચન કહેલ છે. જેમ કે નોતદ્વચન, નોતદન્યવચન અને અવચન. ત્રણ પ્રકારના મન કહેલ છે. જેમ કે- તદ્દન, તદન્યમન અને અમન. " [૧૮] ત્રણ કારણોથી અલ્પવૃષ્ટિ થાય છે. જેમ કે- તે દેશમાં અથવા પ્રદેશમાં ઘણા ઉદકયોનિના જીવો અથવા પુદ્ગલો ઉદક રૂપથી ઉત્પન્ન ન થયા હોય, નષ્ટ થતા ન હોય, સમાપ્ત થયા ન હોય અથવા ક્ષેત્રસ્વભાવથી ત્યાં ઉત્પન્ન ન થાય. નાગદેવ, યક્ષ અને ભૂતોની સારી રીતે આરાધના નહીં કરવાથી ત્યાં વરસવા પ્રવૃત્ત થયેલ ઉદકપ્રધાન પુદગલ જે વરસવાવાળા છે તેને તે દેવ આદિ અન્ય દેશમાં લઈને ચાલ્યા જાય છે. ઉત્પન્ન થયેલ પરિપક્વ અને વરસવાવાળા મેઘને પવન વિખેરી નાખે છે. આ ત્રણ કારણોથી અલ્પવૃષ્ટિ થાય છે. ત્રણ કારણોથી મહાવૃષ્ટિ થાય છે, જેમ કે-તે દેશ અથવા પ્રદેશમાં ઘણા ઉદક યોનિના જીવો અને પુગલો ઉર્દુ રૂપથી ઉત્પન્ન થયા છે. સમાપ્ત થાય છે. નષ્ટ થાય છે દેવ, યક્ષ, નાગ અને ભૂતોની સારી રીતે આરાધના કરવાથી ત્યાં ઉત્પન્ન વરસવા પ્રવૃત્ત થયેલ ઉદકપ્રધાન પુદ્ગલ જે વરસવાવાળા છે તેને પ્રદેશમાં લઈ આવે છે. ઉત્પન્ન થયેલ, પરિપક્વ બનેલ અને વરસવાવાળા મેંઘને વાયુ નષ્ટ ન કરે. આ ત્રણ કારણોથી મહાવૃષ્ટિ થાય છે. [૧૯] ત્રણ કારણોથી દેવલોકમાં નવીન ઉત્પન્ન દેવ મનુષ્ય-લોકમાં શીઘ આવવાની ઇચ્છા કરવા છતાં પણ શીધ્ર આવવા સમર્થ થતા નથી. જેમ કે દેવલોકમાં નવીન ઉત્પન્ન દેવ દિવ્ય કામભોગોમાં મૂછિત હોવાથી, ગૃદ્ધ હોવાથી, સ્નેહપાશમાં બંધાયેલ હોવાથી, તેમાં તન્મય હોવાથી તે મનુષ્ય-સંબંધી કામભોગોનો આદર દેતો નથી, સારો સમજતો નથી, “તેનાથી કઈ પ્રયોજન છે” એવો નિશ્ચય કરતો નથી, તેની ઈચ્છા કરતો નથી, તે મને મળે' એવી ભાવના કરતો નથી. દેવલોકમાં નવીન ઉત્પના થયેલ દેવ કામભોગોમાં મૂછિત, વૃદ્ધ, આસકત અને તન્મય હોવાથી તેનો મનુષ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy