SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૩, ઉસો-૧ ૨૪૭ ત્રણ પ્રકારના છે, જેમ કે- જ્ઞાનેન્દ્ર(કેવલજ્ઞાની અથવા સંપૂર્ણશ્રુત, અવધિ અને મન- પર્યવજ્ઞાનનાધારક), દર્શનેન્દ્ર (ક્ષાયિક સમ્યગ્વષ્ટિ) અને ચારિત્રેદ્ર (યથાખ્યાત ચારિત્રી). ઇન્દ્ર ત્રણ પ્રકારના છે, જેમકે-દેવેન્દ્ર(વૈમાનિકો અને જ્યોતિષ્કોના ઇન્દ્ર)અસુરેન્દ્રભવનપતિ-વ્યન્તરનિકાયનાઈન્દ્ર અને મનુષ્યદ્ર (ચક્રી). [૧૨૮] વિદુર્વણા ત્રણ પ્રકારની કહેલ છે, જેમકે- એકબાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને કરાતી વિકુવણા, એક બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના કરાતી વિફર્વણા, એક બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને અને ગ્રહણ કર્યા વિના પણ કરાતી વિકુવણા. વિદુર્વણા ત્રણ પ્રકારની કહેલ છે. જેમકે-એક આત્યંતર પુદ્ગલોને ગ્રહણ કરીને કરાતી વિમુર્વણા, એક આત્યંતર પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના કરાતી વિમુર્વણા અને ગ્રહણ કરીને તથા ગ્રહણ કર્યા વિના પણ કરાતી વિમુર્વણા. વિદુર્વણા ત્રણ પ્રકારની કહેલી છે, જેમકે - એક બાહ્ય આવ્યેતર પગલોને ગ્રહણ કરીને કરાતી વિકુવણા, એક બાહ્ય અને આત્યંતર પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના કરાતી વિકુવણા, એક બાહ્ય અને આત્યંતર પુગલોને ગ્રહણ કરીને અને ગ્રહણ કર્યા વિના કરાતી વિમુર્વણા. [૧૨૯] નારક ત્રણ પ્રકારનાં છે. -કતિસંચિત એક સમયમાં બેથી લઈને સંખ્યાત સુધી ઉત્પન્ન થવાવાળા, અકચિતસંચિત-એક સમયમાં અસંખ્યાત ઉત્પન્ન થવાવાળા, અવ્યકતવ્યસંચિત- એક સમયમાં એક જ ઉત્પન્ન થવાવાળા. એ પ્રકારે એકેન્દ્રિયને છોડીને શેષ વૈમાનિકદંડક સુધીના જીવો અકતિસંચિત જ છે. એકેન્દ્રિય તો એક સમયમાં અસંખ્યાત અથવા અનન્તઉત્પન્ન થવાને લીધેઅકતિસંચિત જ છે.કતિસંચિત કે અવ્યકત સંચિત નથી એ પ્રમાણે એકેન્દ્રિય સિવાય વૈમાનિક સુધી ત્રણ ભેદ જાણવા જોઇએ. ૧૩૦] પરિચારણા દિવોને વિષય-સેવન) ત્રણ પ્રકારની કહેલ છે જેમ કે કોઇ દેવ અન્ય દેવોને અથવા અન્ય દેવોની દેવીઓને વશમાં કરીને અથવા આલિંગનાદિ કરીને વિષય સેવન કરે છે. પોતાની દેવીઓને આલિંગન કરી વિષય સેવન કરે છે અને પોતાના શરીરની વિફર્વણા કરી પોતે પોતાનાથી જ વિષયસેવન કરે છે. કોઈ દેવ અન્ય દેવો અને અન્ય દેવોની દેવીઓને વશમાં કરીને વિષય સેવન નથી કરતા પરનું પોતાની દેવીઓને આલિંગન કરી વિષય-સેવન કરે છે. અથવા પોતે પોતાને દેવ યા દેવીરૂપે વિકર્તિત કરી તેની સાથે પરિચારણા કરે છે. કોઈ દેવ અન્ય દેવો અથવા અન્ય દેવોની દેવીઓને વશમાં કરીને વિષયસેવન નથી કરતો અને પોતાની દેવીઓને પણ આલિંગનાદિ કરીને પણ વિષય-સેવન નથી કરતો, પણ પોતે પોતાની જ દેવીરૂપે વિક્રિયા કરી પરિચારણા કરે છે. [૧૩૧] મૈથુન ત્રણ પ્રકારના છે. દેવતાસંબંધી, મનુષ્ય સંબંધી, તિર્યંચયોનિક સંબંધી. ત્રણ પ્રકારના જીવો મૈથુન કરે છે. જેમ કે- દેવો, મનુષ્યો અને તિર્યંચયોનિકજીવો. ત્રણ વેદવાળા જીવ મૈથુન સેવન કરે છે. જેમ કે સ્ત્રી, પુરુષ અને નપુંસક. [૧૩૨] યોગ ત્રણ પ્રકારના કહેલ છે. જેમ કે- મનોયોગ વચનયોગ અને કાયયોગ. નારક જીવોને આ ત્રણ યોગ હોય છે. આ પ્રમાણે વિકસેન્દ્રિયોને છોડી વૈમાનિક સુધી બધા દંડકોમાં ત્રણ યોગ સમજવા જોઇએ. ત્રણ પ્રકારના પ્રયોગ છે. જેમ કેમન પ્રયોગ, વચનપ્રયોગ અને કાયપ્રયોગ વિકસેન્દ્રિયોને છોડી યોગનું કથન કર્યું છે તે પ્રમાણે પ્રયોગના વિષયમાં પણ બધા દંડકો જાણવા જોઈએ. કરણ ત્રણ પ્રકારના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy