SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ઠાણું – ૨૪/૧૧૭ [૧૧૭] સત્યપ્રવાદ પૂર્વ (છઠ્ઠા પૂર્વ)ની બે વસ્તુઓ (વિભાગ) કહેલ છે. [૧૧૮] પૂર્વભાદ્રપદ નક્ષત્રના બે તારા છે. ઉત્તરાભાદ્રપદના બે તારા છે એ પ્રમાણે પૂર્વફાલ્ગુની અને ઉત્તરફાલ્ગુનીના પણ બે બે તારા કહેલ છે. [૧૧૯] મનુષ્ય ક્ષેત્રની અંદર બે સમુદ્ર છે લવણ સમુદ્ર અને કાલોદધિ સમુદ્ર. [૧૨૦] કામભોગોનો ત્યાગ નહિ કરવાવાળા બે ચક્રવર્તી મૃત્યુકાળમાં મૃત્યુ પામી નીચે સાતમી નરકપૃથ્વીના અપ્રતિષ્ઠાન નામક નરકવાસમાં નારકરૂપથી ઉત્પન્ન થયા. તેના નામ છે-સુભૂમચક્રવર્તી અને બ્રહ્મદત્તચક્રવર્તી. [૧૨૧] અસુરેન્દ્રોને છોડી ભવનવાસી દેવોની કિંચિત્ ન્યૂન બે પલ્યોપમની સ્થિતિ કહેલ છે. સૌધર્મ કલ્પમાં દેવતાઓની ઉત્કૃષ્ટ કિંચિત્ અધિક બે સાગરોપમની સ્થિતિ કહેલ છે. ઇશાન કલ્પમાં દેવતાઓની ઉત્કૃષ્ટ કિંચિત અધિક બે સાગરોપમની સ્થિતિ કહેલ છે. સનત્કુમાર કલ્પમાં દેવોની જઘન્ય બે સાગરોપમની સ્થિતિ કહેલ છે. માહેન્દ્રકલ્પમાં દેવોની જઘન્ય સ્થિતિ કિંચિત્ અધિક બે સાગરોપમની કહેલ છે. [૧૨૨] બે દેવલોકમાં દેવીઓ કહેલ છે. સૌધર્મમાં અને ઇશાનમાં. [૧૨૩] બે દેવલોકોમાં તેજોલેશ્યાવાળા દેવ કહેલ છે. સૌધર્મમાં અને ઇશાનમાં. [૧૨૪] બે દેવલોકોમાં દેવ કાયપરિચારક (મનુષ્યની જેમ કાયાથી વિષય સેવન કરવાવાળા) કહેલ છે, સૌધર્મમાં અને ઇશાનમાં બે દેવલોકના દેવો સ્પર્શપરિચારક દેવીઓના સ્પર્શમાત્રથી કામ સેવનાર કહેલ છે.- સનત્કુમાર કલ્પના અને માહેન્દ્ર કલ્પના. બે કલ્પમાં દેવ રૂપપરિચારક દેવીઓનું રૂપ જોઇને તૃપ્તિ પામનાર) કહેલ બ્રહ્મલોક અને લાન્તકમાં. બે કલ્પમાં દેવ શબ્દ પરિચારક (દેવીઓના ગાન આદિના શબ્દો સાંભળી તૃપ્તિ પામનાર કહેલ છે. - મહાશુક્રમાં અને સહસ્રામાં. બે ઇન્દ્રો મનઃપરિચારક કહેલ છે. એટલે આનત, પ્રાણત, આરણ અને અચ્યુત કલ્પનાદેવો દેવીઓના ચિન્તન માત્રથી વેદની તૃપ્તિ પામે છે. પરંતુ અહીં દ્વિસ્થાનનો અધિકાર હોવાથી બે ઈન્દ્રો એવું છે. [૧૨૫] ત્રસકાય અને સ્થાવરકાય રૂપ બે સ્થાનોમાં ઉપાર્જિત કરેલ પુદ્ગલોકાર્મણ વર્ગણના દલિકો) જીવોએ પાપકર્મ રૂપે સંચિત કરેલ છે, વર્તમાનમાં સંચિત કરે છે અને ભવિષ્યમાં સંચિત કરશે. એવી જ રીતે ઉપચિત કર્યા છે, ઉપચિત કરે છે, અને ઉપચિત કરશે. બાંધ્યા છે. બાંધે છે, બાંધશે, પૂર્વોક્ત બે સ્થાનોમાં ઉદીરણા કરી છે, ઉદીરણા કરે છે, ઉદીરણા કરશે, એવી જ રીતે વેદન કર્યા છે, વેદન કરે છે, વેદન કરશે. નિર્જરા કરી છે, નિર્જરા કરે છે, નિર્જરા કરશે. [૧૨૬] બે પ્રદેશવાળા સ્કંધો અનંત કહેલ છે. આકાશના બે પ્રદેશોમાં અવગાઢ (રહેવાવાળા) પુદ્ગલો અનંત છે. આ પ્રમાણે યાવ-દ્વિગુણ રુક્ષ પુદ્ગલો અનંત છે. સ્થાનઃ ૨ -ઉદ્દેસોઃ ૪ ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ સ્થાનઃ ૨ - ગુર્જરછાયા પૂર્ણ ૨૪૬ સ્થાન-૩ -- ઉદ્દેસો – ૧ઃ [૧૨૭] ઇન્દ્ર ત્રણ પ્રકારના છે, જેમકે-નામ ઇન્દ્ર, સ્થાપના ઇન્દ્ર અને દ્રવ્ય ઇન્દ્ર, ઇન્દ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy