SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૨, ઉદેસો-૪ ૨૪૫ કામના કરી મરવું) અને તભવ મરણ (જે ગતિમાં છે તે જ ગતિનું આયુષ્ય બાંધી મરવું) તથા પર્વતથી પડીને મરવું અને વૃક્ષથી પડીને મરવું તથા પાણીમાં ડૂબીને મરવું અને અગ્નિમાં બળીને મરવું તથા વિષનું ભક્ષણ કરીને મરવું અને શસ્ત્રનો પ્રહાર કરી મરવું. બે પ્રકારનાં મરણ-ચાવતુ નિત્ય અનુજ્ઞાન ન હોય પરંતુ કારણ વિશેષથી નિષિદ્ધ પણ નથી, તે આ પ્રમાણે- વૈહાયસમરણ (વૃક્ષની શાખા વગેરે પર લટકી ગળામાં ફાંસો લગાડીને મરવું)અને ગૃધ્રપૃષ્ઠમરણ (કોઈ મોટા પ્રાણીના મૃત ફ્લેવરમાં પ્રવેશ કરી ગીધ આદિ પક્ષીઓથી શરીર ચૂસાવીને મરવું.) શ્રમણ ભગવાન મહાવીરે બે મરણ નિર્ગથોને માટે સદા ઉપાદેય રૂપે વર્ણિત કરેલ છે યાવતુ તેને માટે અનુમતિ દીધેલ છે તે આ છે પાદપોપગમન અને ભક્તપ્રત્યાખ્યાન. પાદપોપગમન બે પ્રકારનું કહેલ છે - નિહારિમ અને અનિહારિમ (ગિરિ કન્દરાદિમાં મરવું ક્યાં અગ્નિ સંસ્કાર ન થાય.) ભક્ત પ્રત્યાખ્યાન પણ બે પ્રકારનું કહેલ છે-નિહરિમઅનિહરિમએમની વ્યાખ્યાપૂર્વવતુ સમજવી. ૧૧૧] આ લોક શું છે ? જીવ અને અજીવ જ લોક છે અથતુ લોક જીવાજીવાત્મક છે. લોકમાં અનન્ત શું છે? લોકમાં જીવ અનન્ત છે અને અજીવ પણ અનન્ત છે. લોકમાં શાશ્વત શું છે? જીવ અને અજીવ. [૧૧૨] બોધિ બે પ્રકારની છે. જ્ઞાનબોધિ અને દર્શનબોધિ. બદ્ધ બે પ્રકારના છેજ્ઞાનબુદ્ધ અને દર્શનબુદ્ધ. મોહ બે પ્રકારનો છે- જ્ઞાનમોહ અને દર્શનમોહ તથા મૂઢ પણ જ્ઞાનમૂઢ અને દર્શનમૂઢના ભેદથી બે પ્રકારના છે. [૧૩] જ્ઞાનાવરણીય કર્મ બે પ્રકારનાં છે. દેશજ્ઞાનાવરણીય (મતિજ્ઞાનાદિને આંશિકરૂપે આચ્છાદિત કરનાર) અને સર્વજ્ઞાનાવરણીય (કેવળજ્ઞાનને રોકનાર.) દર્શનાવરણીય કર્મપણ આ પ્રમાણે બે પ્રકારનાં છે. વેદનીય કર્મ બે પ્રકારનું છેસાતાવેદનીય અને અસતાવેદનીય. મોહનીય કર્મ બે પ્રકારનું છે, -દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય. આયુષ્ય કર્મ બે પ્રકારનું છે, બદ્ધાયુ (કાય સ્થિતિ) અને ભવાયુ (ભવસ્થિતિ). નામ કમ બે પ્રકારનું છે, -શુભાનામકર્મ અને અશુભનામકર્મ. ગોત્ર કર્મ બે પ્રકારનું છે, ઉચ્ચગોત્ર અને નીચગોત્ર. અંતરાય કમ બે પ્રકારનું છે, પ્રત્યુત્પન્નર્વિનાશી. (વર્તમાનમાં હોવાવાળા લાભને નષ્ટ કરનાર) અને વિહિત-આગામીપથ (ભવિષ્યમાં થનાર લાભના માર્ગને રોકનાર.) [૧૧૪] મૂચ્છ બે પ્રકારની છે. પ્રેમપ્રત્યયા-રાગથી થનાર ઠેષ પ્રત્યયા-દ્વેષથી. થનાર. પ્રેમ પ્રત્યયા મૂચ્છ બે પ્રકારની કહેલ છે- માયા અને લોભ. ઢેષ પ્રત્યયા મૂચ્છ બે પ્રકારની કહેલ છે-ક્રોધ અને માન. [૧૧૫ આરાધના બે પ્રકારની કહેલ છે- ધાર્મિક આરાધના ધાર્મિકો એટલે સાધુઓની આરાધના અને કેવલી-આરાધના એટલે વિશિષ્ટ કૃત, અવધિ, મન:પર્યવ અને કેવલજ્ઞાનીઓની આરાધના. ધાર્મિક આરાધના બે પ્રકારની કહેલ છે. શ્રતધર્મ આરાધના અને ચારિત્રધરિાધના. કેવલિ આરાધના બે પ્રકારની કહેલ છે. અન્તકિયા (મોક્ષગમન) અને કલ્પવિમાનોપપત્તિ. [૧૧] બે તીર્થકર પ્રિયંગુ (વૃક્ષ-વિશેષ)ની સમાન વર્ણવાળા હતા-મલ્લિનાથ અને પાર્શ્વનાથ. બે તીર્થંકર પદની સમાન પદ્મગૌર (લાલ) વર્ણવાળા હતા- પદ્મપ્રભ - અને વાસુપૂજ્ય. બે તીર્થંકર ચંદ્ર સમાન વર્ણવાળા (શુક્લ) હતા-ચંદ્રપ્રભ અને પુષ્પદન્ત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy