SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ હણ- ર૪૯ હોવાના કારણે અભેદ નયની અપેક્ષાથી જીવ યા અજીવ કહેલા છે. [૧૦] બે રાશિઓ કહેલ છે- જીવ રાશિ અને અજીવ રાશિ. બંધ બે પ્રકારનાં કહેલ છે. - રાગ અને દ્વેષ. જીવ બે પ્રકારથી પાપ કર્મ બાંધે છે. રાગથી અને દ્વેષથી. જીવ બે પ્રકારથી પાપ કર્મોની ઉધરણા કરે છે- આબુપરમિક વેદનાથી (સ્વેચ્છાથી સ્વીકૃત વેદનાથી) અને ઔપક્રમિક વેદનાથી (કોદયના કારણ થી હોવાવાળી વેદનાથી) એ જ પ્રમાણે બે પ્રકારોથી જીવ કર્મોનું વેદન કરે છે અને બે પ્રકારથી નિર્જરા પણ કરે છે એટલે આભ્યપગમિક વેદનાથી અને ઔપક્રમિક વેદનાથી. [૧૦૧ બે પ્રકારથી આત્મા શરીરનો સ્પર્શ કરી બહાર નીકળે છે. જ્યારે ઈલિકા ગતિથી આત્મા બહાર નીકળે છે, ત્યારે એક દેશથી શરીરનો સ્પર્શ કરીને નીકળે છે અને જ્યારે કદ્કગતિથી નીકળે છે, ત્યારે સર્વદેશથી સ્પર્શ કરીને નીકળે છે. એ પ્રમાણે બે પ્રકારથી સ્કૂરણ કરી સ્ફોટન કરી અને સંકોચન કરીને, આત્મા શરીરથી બહાર નીકળે છે. [૧૦૨] બે પ્રકારથી આત્માને કેવલી પ્રરૂપ્ત ધર્મ સાંભળવા મળે છે. કર્મોના ક્ષયથી અને ઉપશમથી. આ પ્રમાણે યાવતુ બે કારણોથી જીવને મનઃ પર્યયજ્ઞાન ઉત્પન્ન થાય છે (ઉદય પ્રાપ્ત કર્મોનો ક્ષય અને અનુદિત કર્મનો ઉપશમ.). [૧૦૩-૧૦૬] ઔપમિક કાળ બે પ્રકારનો કહેલ છે- પલ્યોપમ અને સાગરોપમ. પલ્યોપમનું સ્વરૂપ શું છે? એક યોજન વિસ્તારવાળા પલ્ય એક દિવસના અથવા ઉત્કૃષ્ટ સાત દિવસના ઉગેલાવાળોના અગ્રભાગ નિરંતર અને નિવિડ રૂપથી ઠસોઠસ ભરવામાં આવે અને સો-સો વર્ષમાં એક એક વાળ કાઢવાથી જેટલા વર્ષમાં તે પલ્ય ખાલી થઈ જાય તેટલા કાળને એક પલ્યોપમ સમજવું જોઈએ. એવા ૧૦ ક્રોડાકોડી પલ્યોપમનું એક સાગરોપમ કાળ હોય છે. [૧૦૭] ક્રોધ બે પ્રકારનો કહેલ છે. આત્મપ્રતિષ્ઠિત અને પરપ્રતિષ્ઠિત. પોતે પોતાની ઉપર હોવાવાળો અથવા પોતાના વડે ઉત્પન કરેલ ક્રોધ આત્મપ્રતિષ્ઠિત ક્રોધ કહેવાય છે. બીજાપર થવાવાળો યા બીજાવડે ઉત્પન્ન કરેલ કોઈ પરપ્રતિષ્ઠિત કહેવાય છે. એ પ્રમાણે નારકથાવતુ વૈમાનિકો સંબંધી ઉક્ત માન, માયા, યાવતું મિથ્યાદર્શન શલ્ય સુધીના બધા પાપસ્થાનકોના બે-બે ભેદો જાણવા તથા નારકોથી લઈ વૈમાનિક દેવો સુધીના ચોવીસ દેડકોના જીવોના ક્રોધાદિ પણ સમજવા જોઈએ. ૧૦૮-૧૦૯] સંસારસમાપનક (સંસારી) જીવ બે પ્રકારના કહેલ છે- ત્રસ અને સ્થાવર, સર્વ જીવ બે પ્રકારનાં કહેલ છે- સેન્દ્રિય અને અનિયિ . આ પ્રમાણે સશરીરી અશરીરી પર્યન્ત નિમ્ન ગાથાથી સમજવું જોઈએ. જેમ કે-જીવ બે પ્રકારના છે :- સિદ્ધ અસિદ્ધ, સેન્દ્રિય અનિદ્રિય, સકાય અકાય, સયોગી અયોગી, સવેદી અવેદી, સકષાય અકષાય, સલેશ્ય અલેશ્ય, જ્ઞાની અજ્ઞાની, સાકારોપયુક્ત અનાકારોપયુક્ત, આહારક અનાહારક, ભાષક અભાષક, ચરમ અચરમ અને સશરીરી અશરીરી. [૧૧] શ્રમણ ભગવંત મહાવીરે શ્રમણ નિગ્રંથો માટે બે પ્રકારના મરણોને ઉપાદેય કહ્યા નથી તે મરણોને નિરૂપિત કર્યો નથી. વ્યક્તિ વચનો દ્વારા પ્રરૂપિત કર્યો નથી, તેમની પ્રશંસા કરી નથી, તેમની અનુમોદના પણ કરી નથી. તે બે મરણો નીચે પ્રમાણે સમજવાઃ વલનમરણ (સંયમમાં ખેદ પામતા મરવું તે) અને વિશાત મરણ (ઇન્દ્રિય વિષયોને વશ થઈ પતંગની જેમ મરવું તે) તથા એ પ્રમાણે નિદાન મરણ (ઋદ્ધિ ભોગ આદિની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy