SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ઠાણું – ૧/૯/૨૬ ૨૨૬ તે ગતિ એક છે. નરક આદિ ગતિઓમાંથી આવવું, આગતિ આગતિ એક છે. [૨૭-૨૮] વૈમાનિક અને જ્યોતિષ દેવતાઓનું મરણ તે ચ્યવન. તે ચ્યવન એક છે. દેવ અને નરક ગતિમાં જીવન્ત જે ઉત્પત્તિ તેનું નામ ઉપપાત તે ઉપપાત એક છે. [૨૯-૩૨] વિમર્શને તર્ક કહે છે. તે તર્ક એક છે. વ્યંજનાવગ્રહના ઉત્તર કાલમાં થનાર તિવિશેષ તે સંજ્ઞા, તે સંજ્ઞા એક છે. અર્થના નિર્ણય પછી સૂક્ષ્મ ધર્મના પર્યાલોચનરૂપ બુદ્ધિ તે મતિ, તે મતિ એક છે. વિશેષ જ્ઞાનસંપન્ન વ્યક્તિને વિશે કહેછે સામાન્યની અપેક્ષાએ વિજ્ઞ એક છે. [૩૩-૩૫] પીડા રૂપ પરિણતિને વેદના કહેવાય છે તે સામાન્યની અપેક્ષાએ વેદના એક છે. શરીરનું અથવા બીજાનું કુહાડા વગેરેથી છેદન કરવા રૂપ, તે છેદન એક છે. ભાલાદિ વડે શરીરને ભેદવું (વિદારવું-વીંધવું) તેનું નામ ભેદન. તે ભેદન એક છે. [૩૬] અન્તિમ શરીરધારી જીવતે ચરમ શરીરી. તેનું મરણ એક જ હોય છે. [૩૭] પૂર્ણ શુદ્ધ તત્ત્વજ્ઞ પાત્ર-કેવલી અથવા તીર્થંકર એક છે. [૩૮] સ્વકૃત કર્મફલનો ભોગી હોવાથી જીવોનું દુઃખ એક જ છે. [૩૯-૪૦] જેના સેવનથી આત્માને કલેશ પ્રાપ્ત થાય છે, તે અધર્મ એક છે. જેના આચરણથી આત્મા વિશિષ્ટ જ્ઞાનાદિ પર્યાયથી યુક્ત થાય છે. તે ધર્મ એક છે. [૪૧-૪૨] દેવ, અસુર અને મનુષ્યોનો એક સમયમાં મનોયોગ એક જ હોય છે. વચનયોગ અને કાયયોગ પણ એક જ હોય છે. દેવ, અસુર અને મનુષ્યોને એક સમયમાં એક જ ઉત્થાન, કર્મ બળ, વીર્ય અને પરાક્રમ હોય છે. [૪૩-૪૪] જ્ઞાન એક છે, દર્શન એક છે. ચારિત્ર એક છે. જેનો વિભાગ ન થઇ શકે એવા કાળના સૌથી સૂક્ષ્મ અંશને સમય કહે છે. તે સમય એક છે. [૪૫] પ્રકૃષ્ટ (નાનામાં નાના) દેશનું નામ પ્રદેશ છે, તે પ્રદેશ એક છે. ૫૨મ જે અણુ, તે પરમાણું તે પરમાણું એક છે. [૪૬] લોકાગ્રનું નામ સિદ્ધિ તે સિદ્ધિ એક છે. જે જીવ કૃત કૃત્ય થઇ ગયા સિદ્ધ એક છે, કર્મજનિત સંતાપનો અભાવ તેનું નામ પરિનિર્વાણ છે. તે એક છે. અને શારીરિક માનસિક દુઃખોથી સર્વથારહિત જીવતે પરિનિવૃત્તિ. તે પરિનિવૃત્તિ એક છે. [૪૭] શબ્દ એક છે, રૂપ એક છે; ગંધ એક છે, રસ એક છે, સ્પર્શ એક છે. શુભ શબ્દ એક છે, અશુભ શબ્દ એક છે. સુરૂપ એક છે, કુરૂપ એક છે, દીર્ઘ એ.ક છે, હ્રસ્વ એક છે વર્તુલાકાર એકછે, ત્રિકોણ એકછે, ચતુષ્કોણ એક છે. પૃથુલ-એક છે, ગોળ એક છે, કૃષ્ણ વર્ણ એક છે, નીલવર્ણ એક છે, લાલ વર્ણ એક છે, પીળોવર્ણ એક છે, સફેદવર્ણ એક છે, સુગન્ધ એકછે. દુર્ગન્ધ એકછે, તિક્તરસ એકછે, કટુક રસ એક છે, કષાય રસ એક છે, ખાટો રસ એક છે, મધુ૨ ૨સ એક છે. કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શ, આ બધા સામાન્ય અપેક્ષાએ એક છે. [૪૮] પ્રાણાતિપાત-યાવત્ પરિગ્રહ એક છે. ક્રોધ યાવત્ લોભ એક છે. પરપરિવાદનિન્દા એક છે, રતિ-અતિ એક છે, માયામૃષા-કપટયુક્ત જૂઠું કરવું તે એક છે. મિથ્યાદર્શન શલ્ય એક છે. [૪૯] · પ્રાણાતિપાતવિરમણ એકછે, યાવત્, પરિગ્રહવિરમણ એકછે, ક્રોધત્યાગ એક છે. યાવત્ મિથ્યાદર્શનશલ્ય-ત્યાગ એક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy