SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૨૫]. नमो नमो निम्मल देसणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ zzzzzz s Indianawaz ૩ | ઠાણે અંગસૂત્ર-૩-ગુર્જરછાયા) (સ્થાન-૧) [૧] આયુષ્યમાન શિષ્ય! મેં સાંભળ્યું છે ભગવાને આ પ્રમાણે કહ્યું છે. [૨] આત્મા એક છે. [દડ એક છે (આત્મા જે ક્રિયાથી દંડિત થાય તે દંડ છે.) [૪]તક્રિયા એક છે. પ-૬] લોક છે આ લોક ધમસ્તિકાય અધમસ્તિકાય આદિ સકળ દ્રવ્યોના આધારભૂત આકાશ વિશેષ છે. લોકથી વિપરીત અલોક છે. તે અલોક એક છે. [૭-૮] પ્રદેશ અપેક્ષાએ, અસંખ્યાત પ્રદેશાત્મક હોવા છતાં પણ દ્રવ્યરૂપે એકત્વ હોવાથી ધમસ્તિકાય એક છે. ધર્મથી વિપરીત અધર્મદ્રવ્ય તે અધમસ્તિકાય એક છે. [૯-૧૦] કષાયપૂર્વક કર્મપુદ્ગલનો ગ્રહણ કરવા રૂપ બંધ એક છે. આત્માનું કર્મ પગલોથી સર્વથા મુક્ત થવું તે મોક્ષ એક છે. [૧૧-૧૨] શુભ કર્મ રૂપ પ્રકૃતિઓ પુણ્યરૂપ છે, તે પુણ્ય એક છે. અશુભ કર્મપ્રકૃતિઓ પાપરૂપ છે, તે પાપ એક છે. [૧૩-૧૪] કર્મબંધના હેતુઓ આશ્રવ કહેવાય છે. તે આશ્રવ એક છે. આશ્રવનો નિરોધ સંવર, તે સંવર એક છે. [૧૫-૧૬] વેદન (અનુભવ) કરવું તેનું નામ વેદના તે એક છે. આત્માથી કર્મપુદ્ગલો દૂર થાય તે નિર્જરા, તે એક છે. [૧૭] પ્રત્યેક નામકર્મના ઉદયથી પ્રાપ્ત પ્રત્યેક શરીરની અપેક્ષાએ જીવ એક છે. [૧૮] જીવોને બાહ્ય પુગલોને ગ્રહણ કર્યા વિના થતી વિમુર્વણા એક છે. [૧૯-૨૧] મનન કરવું તેનું નામ મન. તે મનનો વ્યાપાર એક છે. બોલવામાં આવે તે વચન. તેનો વ્યાપાર એક છે. વૃદ્ધિ પામે તે કાય, તેનો વ્યાપાર એક છે. [૨૨-૨૩] એક સમયમાં એક પયયની અપેક્ષાએ એકત્વ છે. તેથી ઉત્પાત એક છે. ઉત્પાતની જેમ ઉત્પન થયેલ પયયનો વિનાશ થવોને વિનાશ તે એક છે. [૨૪] વિગતાચ એટલે મૃત જીવનું શરીર સામાન્યની અપેક્ષાએ એક છે. [૨પ-૨૬] મનુષ્યભવમાંથી નીકળી નરકાદિમાં જીવનું જે ગમન તેનું નામ ગતિ, JlSucation International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy