SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૬, ૨૧૧ બતાવે છે. માટે હું તેમની આ એકાંત દ્રષ્ટિની જ નિંદા કરું છું, અન્ય કંઈ જ નહિ. અમે કોઈના રૂપ કે વેશ વિગેરેની નિંદા કરતા નથી. પરંતુ અમારા દર્શનના માર્ગનો પ્રકાશ કરીએ છીએ. એ માર્ગ સર્વોત્તમ છે અને આર્ય સત્પરષોએએ તેને નિર્દોષ કહ્યો છે. ઊંચી નીચી અને તિરછી દિશામાં સ્થિત ત્રસ અને સ્થાવર પ્રાણીઓની હિંસાથી ધૃણા કરનાર સંયમી પુરુષ આ લોકમાં કોઈની પણ નિંદા કરતા નથી. [૭પર-૭પ૩] ગોશાલક-તમારા શ્રમણ ભગવાન મહાવીર ઘણા ડરપોક છે. તેથી જ્યાં આગંતુક લોકો ઊતરતા હોય એવા ગૃહો કે આરામગૃહોમાં નિવાસ કરતા નથી. કારણકે તેઓ વિચારે છે કે આવા સ્થાનોમાં ઘણા મનુષ્યો કોઈ જૂન, કોઈ અધિક જાણનારા, કોઈ વક્તા તથા કોઈ મૌની નિવાસ કરે છે. કોઈ બુદ્ધિમનુ, શિક્ષિત, મેધાવી તથા સૂત્ર અને અર્થનો પારંગત બીજો સાધું મને કાંઈ ન પૂછી બેસે! એવી આશંકા કરીને મહાવીર સ્વામી ત્યાં જતા નથી. [૭૪૫-૭૫૫] આર્દિક-ભગવાનું મહાવીર સ્વામી નિમ્પ્રયોજન કાર્ય કરતા નથી. બાળકની જેમ વિચાર કર્યા વિના કંઈ કરતા નથી. તેઓ રાજાના અભિયોગથી પણ કોઈ પ્રવૃત્તિ કરતા નથી તો બીજાના ભયની તો વાત જ શી? તેઓ પ્રશ્નના ઉત્તર આપે પણ છે અને નથી પણ આપતા. તેઓ આર્યોના કલ્યાણ માટે તથા પોતાના તીર્થંકર નામકર્મના ક્ષયને માટે ધમપદેશ આપે છે. આશુ- પ્રજ્ઞ ભગવાનું મહાવીર સ્વામી ત્યાં જાય કે ન જાય, પરંતુ સમતાથી પ્રશ્નોના ઉત્તર આપે છે. પરંતુ અનાર્ય લોકો દર્શનથી જ ભ્રષ્ટ છે એવું જાણી ભગવાનું તેમની પાસે જતા નથી. [૭પ૬] ગોશાલક-હે આદ્રકુમાર ! ત્યારે તો મને એમ લાગે છે, કે જેમ કોઈ વણિક સ્વાર્થ બુદ્ધિથી લાભની ઇચ્છાથી મહાજનોનો સંગ કરે છે, તેમ તમારા જ્ઞાતપુત્ર શ્રમણ પણ એવા જ છે.. [૭પ૭-૭૬૦] આર્તક-ભગવાન મહાવીર સ્વામી નવા કર્મ કરતા નથી અને જૂનાં કર્મોનું ક્ષપણ કરે છે. તેઓ કહે છે, પ્રાણી કુમતિને છોડીને જ મોક્ષ પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે મોક્ષનું વ્રત કહ્યું છે. આવા મોક્ષની ઇચ્છાવાળા ભગવાન છે એમ હું કહું છું. વણિકો તો પ્રાણીઓનો આરંભ કરે છે, પરિગ્રહમાં મમત્વ રાખે છે અને જ્ઞાતિ-સંબંધને ન છોડીને લાભ નિમિત્તે બીજાનો સંગ કરે છે. તે વણિકો ધનના અન્વેષી, મૈથુનમાં આસક્ત અને ભોજનસાગ્રી માટે ભટકનારા હોય છે. તેથી અમે તેમને કામમાં આસક્ત, પ્રેમરસમાં ડૂબેલા અને અનાર્ય કહીએ છીએ. વણિકો આરંભ અને પરિગ્રહને છોડતા. નથી પરંતુ તેમાં અત્યન્ત બદ્ધ રહે છે, તેથી તેઓ પોતાના આત્માને દંડ દેનારા છે. જેને તમે તેમનો ઉદય કહો છો. તે વસ્તુતઃ ઉદય નથી, પરંતુ તે ચાતુગતિક સંસારને પ્રાપ્ત કરાવનાર અને દુઃખનું કારણ છે. વળી તે ઉદય કોઇ વખત પણ ન હોય. [૭૬૧-૭૬૨] વળી તે વણિકોનો લાભ એકાંત અને આત્યંતિક કહી શકાય નહિ. તેમાં કોઈ ગુણ નથી. પરંતુ ભગવાન જે લાભને પ્રાપ્ત છે તે સાદિઅનંત છે અને બીજા ઓને પણ એવા લાભની પ્રાપ્તિ માટે ઉપદેશ આપે છે. ભગવાનું ત્રાણ કરનાર અને જ્ઞાની છે. ભગવાનું કોઈ પણ પ્રાણીની હિંસા ન કરનાર, બધા પ્રાણીઓની અનુકંપાથી યુક્ત, ધર્મમાં સ્થિત અને કર્મના વિવેકના કારણ છે. એવા ભગવાન મહાવીર સ્વામીને આત્માને દેડનારા વણિક જેવા કહો તે તો તમારા અજ્ઞાનને અનુરૂપ જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy