SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ સૂયગડો - ૨-૭૬૩ [૭૩-૭૬] બૌદ્ધ-કોઈ પુરુષ ખોળના પિંડને “એક પુરુષ છે એવું માની લોઢાના. શુળમાં પરોવીને અગ્નિમાં પકાવે તો તે પુરુષ અમારા મતમાં પ્રાણી-વધના પાપથી લેપાય છે. તથા અમારા મત પ્રમાણે તે મ્લેચ્છ જો મનુષ્યને ખોળ સમજીને તેને વીંધીને અગ્નિમાં પકાવે અથવા બાળકને તુમ સમજીને પકાવે, તો તે પ્રાણીઘાતના પાપથી લપાતો નથી. કોઈ પુરુષ મનુષ્યને કે બાળકને ખોળનો પિંડ સમજીને તેને શૂળથી વીંધી અગ્નિમાં પકાવે તો તે પવિત્ર છે અને બુદ્ધ (જ્ઞાની)ના પારણાને યોગ્ય છે. અને જે પુરુષ હંમેશા બે હજાર સ્નાતક ભિક્ષુઓને ભોજન કરાવે છે, તે પુણ્યનો મોટો પુંજ ભેગો. કરીને મહાપરાક્રમી આરોપ્ય નામનો દેવ બને છે. [૭૬૭૭૭] આદ્રક-સંયમી પુરૂષો માટે એ યોગ્ય નથી કે તે પ્રાણીઓનો ઘાત. કરીને પાપનો અભાવ બતાવે. એવું કહેવું વક્તા અને શ્રોતા બંને ને માટે અજ્ઞાનવર્ધક અને અકલ્યાણકારક છે. ઉપર નીચે અને તિરછી દિશામાં ત્રસસ્થાવર પ્રાણીઓના. સદુભાવનું ચિહ્ન જાણીને જીવહિંસાની આશંકાથી વિવેકી પુરષ હિંસાથી ધૃણા રાખી વિચારીને બોલે કે કાર્ય કરે તો તેને દોષ કેવી રીતે લાગે? એટલે નથી લાગતો. ખોળના પિંડમાં પુરૂષની પ્રતીતિ અને પુરુષમાં ખોળના પિંડની પ્રતીતિ થવી કદી સંભવે ? કદી નહિ. તેથી એવી પ્રતીતિ થવી એમ કહેનાર અનાર્ય ને અસત્યવાદી છે. જે વચન બોલવાથી પાપ લાગે છે, એવું વચન કદી ન બોલવું જોઈએ, તમારા પૂર્વોક્ત વચનો ગુણોનું સ્થાન નથી. તેથી દીક્ષિત પુરષ એવા નિસાર વચન બોલે નહિ. [૭૭૧-૭૭૩] અહો ભિક્ષુઓ! તમો એજ પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તમે જ જીવોના કર્મફળનો સારી રીતે વિચાર કર્યો છે. પૂર્વ સમુદ્રથી પશ્ચિમ સમુદ્ર સુધી તમારો જ યશ ફેલાયેલ છે. તેમજ હથેલીમાં રાખેલી વસ્તુની જેમ જગતને જોયું છે ! જીવોની પીડાનો આવી રીતે વિચાર કરી શુદ્ધ અન્નનો જ સ્વીકાર કરે છે અને છળ-કપટથી જીવિકા ચલાવનાર બનીને માયાવાળા વચન બોલતા નથી. આ જૈન શાસનમાં સંયમી પુરષોનો આજ ધર્મ છે. (તમારા કહેવા પ્રમાણે)જે પુરુષ બે હજાર સ્નાતક ભિક્ષુઓને પ્રતિદિન ભોજન કરાવે છે તે લોહીથી ભરેલા લાલ હાથવાળો અસંયમી પુરુષ આ લોકોમાં નિંદા પ્રાપ્ત કરે છે. [૭૭૪-૭૭૬] (એ બૌદ્ધ મતને માનનારા) પુરુષ માંસલોહીથી પુષ્ટ સ્કૂલ ઘેટાંને મારીને બૌદ્ધ ભિક્ષુઓના ભોજન માટે વિચારીને તેના માંસને મીઠું અને તેલ સાથે રાંધીને પીપળ વિગેરે મસાલાથી વઘારે છે. અનાર્ય કાર્ય કરનારા અજ્ઞાની રસલોલુપી બૌદ્ધ ભિક્ષુઓ ખૂબ માંસ ખાઈને પણ એવું કહે છે કે અમે પાપથી લેવાતા નથી. જેઓ આવા પ્રકારનું માંસ ભોજન કરે છે તે અજ્ઞાની માણસો પાપનું સેવન કરે છે. કુશળ પુરુષ એવું માંસનું ભોજન કરવાની ઈચ્છા પણ કરતા નથી અને માંસભક્ષણમાં દોષ નથી, એવા કથનને મિથ્યા માને છે. [૭૭૭-૭૭૮] તેથી ભગવાન મહાવીરના શિષ્ય ઋષિગણ સંપૂર્ણ પ્રાણીઓની દયા માટે હિંસાદોષને ટાળીને તથા સાવધની આશંકાથી પોતાને માટે બનાવેલા. ભોજનનો ત્યાગ કરે છે. પ્રાણીઓના ઉપમદનની આશંકાથી સાવદ્ય અનુષ્ઠાનને વર્જિત કરનાર સાધુઃ પરષ સર્વે પ્રાણીઓને દંડ દેવાનું છોડીને આવા પ્રકારનો આહાર કરતા નથી. અમારા ધર્મમાં સંયમીઓનો એ જ ધર્મ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy