SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ સૂયગડો-૨૪૬-૭૩૮ આત્મવૃષ્ટિને ધારણ કરે અને જ્યાં સુધી મુક્તિ ન મળે ત્યાં સુધી તેમાં સંયમશીલ બની રહે. એમ હું કહું છું. અધ્યયન-૫-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણા (અધ્યયન-દ-આર્તકીય) [૭૩૮] ગોશાલક- હે આદ્રક ! હું કહું છું તે સાંભળો. શ્રમણ મહાવીર પહેલા એકાન્તમાં વિચરતા હતા અને તપસ્વી હતા અને હવે તેઓ અનેક ભિક્ષુઓને સાથે રાખીને પૃથક-પૃથક વિસ્તારપૂર્વક ધર્મનો ઉપદેશ આપે છે. [૭૩૯-૭૪૦] તે ચંચળ ચિત્તવાળા મહાવીર સ્વામીએ પોતાની આજીવિકા સ્થાપિત કરી છે કે જેથી તેઓ સભામાં જઈને ઘણા ભિક્ષુઓની મધ્યમાં ઘણા માણસોના યોગ્ય આશયને કહે છે. તેમનો વ્યવહાર પ્રથમના વ્યવહાર સાથે મેળ ખાતો નથી. તેથી કાંતો મહાવીરસ્વામીનો એકાન્તવાસનો વ્યવહાર સારો હોઈ શકે અથવા અત્યારના અનેક માણસો સાથે રહેવાનો વ્યવહાર સારો હોઈ શકે. પરંતુ બન્ને વ્યવહાર સારા હોઈ શકે નહિ. કેમકે બન્નેમાં પરસ્પર વિરોધ છે. આર્તક- ભગવાન મહાવીર સ્વામી પહેલા પણ એકાન્તનો જ અનુભવ કરતા હતા, અત્યારે પણ એકાન્તનો અનુભવ કરે છે અને ભવિષ્યમાં પણ એકાન્તનો જ અનુભવ કરશે. ૭િ૪૧-૭૪૨] ત્રસ અને સ્થાવર પ્રાણીઓના કલ્યાણકારી એવા શ્રમણ અને માહન ભગવાન મહાવીર સ્વામી કેવળજ્ઞાન દ્વારા સંપૂર્ણલોકને જાણીને સર્વજીવોના. કલ્યાણ માટે હજારોની મધ્યમાં ધર્મકથા કરતા હોવા છતાં પણ એકાંતનો જ અનુભવ કરે છે, કારણ કે તેમની ચિત્તવૃત્તિ એવા પ્રકારની જ છે. ભગવાનને ધમોપદેશ કરવામાં દોષ લાગતો નથી. કારણ તેઓ ક્ષાન્ત, દાન્ત, જિતેન્દ્રિય અને ભાષાના દોષોને ટાળનાર છે. તેથી ભગવાનું ભાષાનું સેવન કરે છે તે ગુણ જ છે, દોષ નથી. [૭૪૩] કર્મથી દૂર રહેનારા ભગવાન મહાવીર શ્રમણો માટે પાંચ મહાવ્રતો અને શ્રાવકો માટે પાંચ અણુવ્રતોના પ્રહણનો, પાંચ આશ્રવોના ત્યાગનો અને સંવરનો ઉપદેશ કરે છે. અને પૂર્ણ સાધુપણામાં વિરતિની શિક્ષા આપે છે. ૭િ૪૪] ગોશાલક- અમારા મતમાં ઠંડાપાણી, બીજકાય, આધાકર્મી આહાર, અને સ્ત્રીઓના સેવનમાં પણ એકાન્તચારી તપસ્વીને પાપ થવાનું માન્યું નથી. ૭િ૪૫-૭૪૭ આર્તક- કાચું પાણી, બીજકાય, આધાકર્મી આહાર અને સ્ત્રીસેવન કરનાર ગૃહસ્થો છે, પણ શ્રમણ નથી. જો બીજ, ઠંડું પાણી અને સ્ત્રીઓનું સેવન કરનાર પુરુષ પણ શ્રમણ હોત તો ગૃહસ્થો પણ શ્રમણ મનાત, કારણ તેઓ પણ તેમનું સેવન કરે છે. જે ભિક્ષ બીજ અને કાચા પાણીનો ભોગી છે અને જીવનની રક્ષા માટે ભિક્ષાવૃત્તિ ધારણ કરે છે, તે પોતાની જ્ઞાતિનો સંસર્ગ છોડીને પણ પોતાના શરીરનો જ પોષક છે. તે કમનો અન્ત કરનાર બની શકતો નથી. ૭િ૪૮] ગોશાલક-એવું કહીને તમે સમસ્ત પ્રવાદીઓની નિંદા કરો છો. બધા પ્રવાદીઓ પોતાના સિદ્ધાન્તને જુદા જુદા બતાવીને પણ પોતાના દર્શનને શ્રેષ્ઠ કહે છે. [૭૪૯-૭૫૧] આઢંક-શ્રમણો અને બ્રાહ્મણો પરસ્પર એક બીજાની નિંદા કરીને, પોતપોતાના દર્શનનો સ્વીકાર કરવામાં સિદ્ધિ અને પર પક્ષના સ્વીકારવામાં અસિદ્ધિ Jain Education International . For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy