SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ સૂયગડો - ૧/૪/૨/૨૮૫ તુંબડી કાપવા માટે છરી લઇ આવો અને મારા માટે ઉત્તમ ફળ લઇ આવો. હે સાધુ ! શાક પકાવવા માટે ઇંધન લાવો. રાત્રિમાં પ્રકાશ માટે તેલ લાવો. મારા પગ રંગી દો. મારી પીઠ ચોળી દો. મારા માટે નવા વસ્ત્રો લાવો અથવા આ વસ્ત્રો સાફ કરી દો. મારે માટે અન્ન અને પાણી લાવો તથા ગંધ અને રજોહરણ લાવીને આપો. હું લોચની પીડા સહન કરી શકતી નથી, માટે વાણંદ પાસે વાળ કપાવવાની મને આજ્ઞા આપો. મારે માટે અંજનપાત્ર, અલંકાર અને વીણા લાવીને આપો. લોધ્રના ફળ અને ફૂલ તથા એક વાંસળી તેમજ યૌવનરક્ષક કે પૌષ્ટિક ગોળી પણ લાવો. ઉશીરના (એક વનસ્પતિ) પાણીમાં પીસેલ કમળકુષ્ટ તગર અને અગર લાવીને આપો. મોઢા ઉપર લગાડવાનું તેલ તેમજ વસ્ત્રો વગેરે રાખવા માટે વાંસની બનેલી પેટી લાવો. [૨૮૬-૨૯૫] હોઠ રંગવાનું ચૂર્ણ લાવો. છત્રી, પગરખાં અને શાક સમારવા માટે છરી લાવો તેમજ ગળી વગેરેથી વસ્ત્ર રંગાવીને આપો. શાક બનાવવા માટે તપેલી લાવો, આમળા લાવો. પાણી રાખવા માટે પાત્ર લાવો, ચાંદલો કરવા માટે તથા અંજન માટે સળી લાવો. તેમજ હવા કરવા માટે વીંજણો લાવી આપો. હે સાધો ! નાકના વાળ ચૂંટવા માટે ચીપિયો લાવો. વાળ સમારવા માટે કાંસકી, અંબોડા પર બાંધવા માટે ઊનની ગૂંથેલી જાળી, મુખ જોવા માટે દર્પણ, તેમજ દાંત સાફ ક૨વા માટે દંતજર્મન લાવો. સોપારી, પાન, સોય, દોરા લાવો, રાત્રિએ બહાર જવામાં મને ડર લાગે છે માટે પેશાબ કરવાની કુંડી લાવો. સૂપડું, ખાંડણી તથા ખાર ગાળવા માટે વાસણ લાવો. ચંદાલકદેવપૂજાનું પાત્ર, કરક-જળ અથવા દિરાનું પાત્ર મને લાવી આપો, મારા માટે પાયખાનું બનાવી દો. પુત્રને રમવા માટે એક ધનુષ લાવી દો. અને શ્રમણપુત્ર એટલે તમારા પુત્રને ગાડીમાં ફેરવવા માટે એક બળદ લાવો. માટીની ટિકા તથા ડિંડિમ લાવો. કુમારને રમવા માટે કપડાનો દડો લઇ આવો. ચોમાસું આવી ગયું છે માટે મકાન અને અન્નનો પ્રબંધ કરો. નવી સૂતળીથી બનેલી માંચી બેસવા માટે લાવો. હરવા ફરવા માટે પાદુકા લાવો. મને ગર્ભ-દોહદ ઉત્પન્ન થયો છે, માટે અમુક વસ્તુ લાવો આ પ્રમાણે સ્ત્રીઓ દાસની જેમ પુરુષો પર હુકમ કરે છે. પુત્ર જન્મ થવો તે ગૃહસ્થાશ્રમનું ફળ છે. તે ફળ ઉત્પન્ન થતાં સ્ત્રી કોપાયમાન થઇ પતિને કહે છે કે આ પુત્રને કાંતો ખોળામાં લો અથવા ત્યાગી દો. અને કોઇ કોઇ પુત્રપોષણમાં આસક્ત પુરુષ ઊંટની જેમ ભાર વહન કરે છે. સ્ત્રીના વશીભૂત પુરુષ રાત્રે ઊઠીને પણ ધાવમાતાની જેમ પુત્રને ખોળામાં સુવાડે છે. તે અત્યંત લજ્જાશીલ બનવા છતાં પણ ધોબીની પેઠે કપડાં ધુવે છે. સ્ત્રીવશ થઈને ઘણા પુરુષોએ આવું કાર્ય કર્યુ છે. જે પુરુષ ભોગના નિમિત્તે સાવઘ કાર્યમાં આસક્ત છે, તે દાસ મૃગ કે ખરીદેલા ગુલામ જેવા છે, અથવા તેનાથી પણ અધમ છે. [૨૯૬-૨૯૭] આ પ્રમાણે સ્ત્રીના વિષયમાં કહ્યું છે. માટે સાધુ સ્ત્રી સાથે પરિચય કે સહવાસ ન કરે. સ્ત્રી સંસર્ગથી ઉત્પન્ન થતાં કામભોગો પાપને ઉત્પન્ન ક૨ના૨ છે એમ તીર્થંકર દેવોએ કહ્યું છે. સ્ત્રીસંસર્ગથી પૂર્વોક્ત અનેક પ્રકારના ભય પ્રાપ્ત થાય છે. માટે સ્ત્રીસહવાસ કલ્યાણકારી નથી. તેથી સ્ત્રી તથા પશુનો પોતાના હાથથી સ્પર્શ ન કરે. [૨૮] વિશુદ્ધ લેશ્યાવાન, સંયમની મર્યાદામાં સ્થિત સાધુ મન વચન અને કાયાથી પરક્રિયાનો ત્યાગ કરે. શીત, ઉષ્ણ વગેરે બધા સ્પર્શો સહન કરે છે તે જ સાધુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy