SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૪, ઉદેસ-૧ જ્ઞાતા છે, તથા જે પુરુષ બુદ્ધિથી યુક્ત છે, એવા પણ સ્ત્રીઓને વશીભૂત થઈ જાય છે. [૨૬૭-૨૬૮] પરસ્ત્રી સેવન કરનાર પુરુષના હાથ પગ કાપી નાખવામાં આવે છે અથવા તેની ચામડી કે માંસ કાપી લેવામાં આવે છે અને અગ્નિમાં બાળવામાં આવે છે તેમજ તેના અંગ કાપી તેના ઉપર ક્ષાર સિંચવવામાં આવે છે. પાપી પુરષો આ લોકમાં કાન, નાક અને કંઠનું છેદન સહન કરે છે, પરંતુ એવો નિશ્ચય કરતા નથી કે હવે અમે ફરીથી પાપ નહિ કરીએ. [સ્ત્રીનો સંગ ખરાબ છે તે અમે સાંભળ્યું છે, એમ કોઈ કહે પણ છે. એમ પણ કહે છે કે સ્ત્રીઓ હવે હું આવું કરીશ નહીં' એવું બોલીને પણ અપકાર કરે છે. [૭૦] સ્ત્રીઓ મનમાં બીજું વિચારે છે, વાણીથી બીજું કહે છે અને કાર્યમાં વળી બીજું જ કરે છે. માટે સાધુ ઘણી માયા કરનારી સ્ત્રીઓને જાણીને તેમનો વિશ્વાસ ન કરે. [૨૭૧] કોઈ યુવતી વિચિત્ર વસ્ત્રાલંકાર પહેરીને સાધુ પાસે આવીને કહે છે કે હે ભયથી બચાવનારા સાધુ! હું વિરક્ત બનીને સંયમ પાળીશ માટે મને ધર્મ કહો. [૨૭૨-૨૭૩ હું શ્રાવિકા હોવાથી સાધુની સાધર્મિણી છું એવું કહીને સ્ત્રીઓ સાધુ પાસે આવે છે. પરંતુ જેમ અગ્નિ પાસે લાખનો ઘડો પિગળવા લાગે છે, તે પ્રમાણે સ્ત્રી-સંસર્ગથી વિદ્વાન પુરુષ પણ શીતળવિહારી બની જાય છે. જેમ અગ્નિથી સ્પર્ધાયેલો લાખનો ઘડો શીધ્ર તપ્ત બનીને શીધ્ર નષ્ટ થઈ જાય છે, તે પ્રમાણે અણગાર સ્ત્રીના સંસર્ગથી શીધ્ર સંયમભ્રષ્ટ થઇ જાય છે. રિ૭૪] કોઈ ભ્રષ્ટાચારી સાધુ પાપ કર્મ કરે છે પણ આચાર્ય વગેરેના પૂછવા પર કહે છે હું પાપકર્મ કરતો નથી. આ સ્ત્રી તો બાળપણથી મારા અંકે શયન કરનારી છે. [૨૭પ તે મૂખની બીજી મૂર્ખતા એ છે કે તે પાપકર્મ કરીને પાછો ઈનકાર કરે છે, એમબમણું પાપ કરે છે, તે સંસારમાં પોતાની પૂજા ઈચ્છતો અસંયમની ઈચ્છા કરે છે. [૨૭૬] દેખાવમાં સુંદર આત્મજ્ઞાની સાધુને સ્ત્રીઓ આમંત્રણ આપીને કહે છે કે હે ભવસાગરથી રક્ષા કરનારા આપ આ વસ્ત્ર, પાત્ર, અન અને પાન ગ્રહણ કરો. [૨૭૭] પૂર્વોક્ત પ્રકારના પ્રલોભનને સાધુ ભુંડને લલચાવનાર ચાવલ વગેરે અન્નની સમાન જાણે. વિષયપાશમાં બંધાયેલો અજ્ઞાની મોહ પામે છે. એમ હું કહું છું. અધ્યનનઃ૪-ઉદેસોઃ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (અધ્યયનઃ૪-ઉદેસોઃ ૨) [૨૭૮] સાધુ રાગદ્વેષ રહિત બનીને ભોગમાં કદી ચિત્ત ન લગાવે, જો કદી ભોગમાં ચિત્ત લાગી જાય તો તેને જ્ઞાનવડે પાછું હઠાવે. સાધુ માટે ભોગ ભોગવવો તે આશ્ચર્યની વાત છે, છતાં કેટલાક સાધુ ભોગ ભોગવે છે, તે વાત તમે સાંભળો. [૨૭૯-૨૮૫] ચારિત્રથી ભ્રષ્ટ, સ્ત્રીમાં આસક્ત, વિષયભોગમાં દત્તચિત્ત સાધુને પોતાના વશમાં જાણીને, સ્ત્રી તેના મસ્તક ઉપર પગથી પ્રહાર કરે છે. સ્ત્રી કહે છે-ભિક્ષો ! જો મારા જેવી કેશવાળી સ્ત્રી સાથે વિહાર કરવામાં તમને શરમ આવતી હોય તો આ જગ્યાએ જ મારા વાળ ઉખેડીને (લોચ કરીને) ફેંકી દઉં છું. પરંતુ તમે મારા વિના કોઈ જગ્યાએ જાશો નહીં. અને જ્યારે તે સ્ત્રી જાણી લીએ છે કે સાધુ મારા વશમાં આવી ગયા છે ત્યારે તે સ્ત્રી તેને નોકરની જેમ કાર્ય કરવા માટે પ્રેરિત કે છે. તે કહે છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy