SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ નબાપ. ૮ D [5] શબ્દશાનઃસત-વસ્તુનું અસ્તિત્ત્વ કે વિદ્યમાનતાને સત્ કહે છે. સંય-વસ્તુના પરિણામોની ગણતરીને સંખ્યા કહે છે. ક્ષેત્ર-વસ્તુના વર્તમાન કાળના નિવાસને ક્ષેત્ર કહે છે. -વસ્તુના ત્રણે કાળ સંબંધી નિવાસને સ્પર્શન કહે છે. વોઈ વસ્તુની સ્થિર રહેવાની મર્યાદાને કાળ કહે છે. અંતર-વસ્તુના વિરહ કાળને અંતર કહે છે. ભાવ-પશમિક ક્ષાયિક-ક્ષાયોપથમિક-ઔદયિક પારિણામિક એ પાંચ ભાવ છે. એન્જિનાત્વ-અન્ય પદાર્થોની અપેક્ષાએ વસ્તુની હીનતા-અધિકતાનું વર્ણન તે U [6]અનુવૃત્તિ - (૧)પ્રમાણ વૈધામ: થી ધામ ની અનુવૃત્તિ લીધી છે. (૨)નીવાળીવઝવ, સૂત્ર ૪ (૩)તસ્વાર્થ શ્રદ્ધાન, સૂત્ર ૨ થી સગર્શનમ્ U [7]અભિનવટીકા-જે રીતે નિર્દેશ આદિછારોનું વિવેચન કર્યું તે રીતે આઆઠ દ્વારને પણ જીવાદિ તત્ત્વોમાં ચર્ચા શકાય. પરંતુ અહીં માત્ર સમ્યગ્દર્શનના સંદર્ભમાંજ આ આઠે દ્વારોની વિચારણા કરી છે. કેમ કે અહીં તેર (ચૌદ) માર્ગણાને આધારે કઈ રીતે મૂલવણી થઈ શકે તેને મહત્વ આપ્યું છે. જ સમ્યગ્દર્શનના સંદર્ભમાં આઠે દ્વારોની વિચારણા (૧) સત એટલે વિદ્યમાનતા. વિવલિત વસ્તુ જગતમાં વિદ્યમાન છે કે નહીં? તે બાબત વિચારણા માટે આ દ્વાર છે. જો કેસ શબ્દનો સાધુ-અર્ચિત-પ્રશસ્ત-સત્ય-અસ્તિત્ત્વએ રીતે કેટલાંયે અર્થો છે. તેમાં અહીં સત્ નો અર્થ અસ્તિત્વ સ્વીકાર્યો છે. સમ્યગ્દર્શન જગતમાં વિદ્યમાન છે. તે ચેતનનો ગુણ હોવાથી ચેતન (જીવ)માં જ વિદ્યમાન છે. અજીવ (જડ)માં હોતો નથી. છતાં દરેક જીવ સમ્યગ્દર્શનયુકત હોય તેવું બનતું નથી. પણ સિધ્ધનાજીવોકેકેવળીભગવંતોમાં નિયમા ક્ષાયિકદર્શનવિદ્યમાન હોય છે. બીજા જીવોમાં હોય અને ન પણ હોય. [ગતિ-ઈન્દ્રિય વગેરે *૧૩/૧૪ અનુયોગ દ્વારા થકી તેની વિચારણા આગળ કરી છે. આ અનુયોગ દ્વારોને જીવસમાસ તથા માર્ગણા કહી છે.] (૨)સંખ્યા-વિવક્ષિત વસ્તુની અથવા તેના માલિકની સંખ્યા કેટલી છે? તેની વિચારણા આ દ્વાર થકી થાય છે. જેનો સદ્ભાવ-વિદ્યમાનતા પ્રસિધ્ધ છે તેજ પદાર્થોની સંખ્યાત અસંખ્યાત કે અનંત રૂપે ગણના કરાય છે. માટે જ સત્ પછી સંખ્યાનું ગ્રહણ કરાયું છે. *સ્વોપજ્ઞ ભાષ્યમાં ૧૩ દ્વાર છે. કર્મગ્રન્થ મુજબ ૧૪ માર્ગણા દ્વારો છે તે તફાવત છે. અ. ૧/૪ Jain Education International www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005031
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy