SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ તાવાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સમ્યગ્દર્શનની દ્રષ્ટિએ વિચારો તો સમ્યગ્દર્શન અસંખ્યાત છે. પણ સમ્યગ્દષ્ટિ અનંત છે. કેમ કે ચારેગતિમાં દ્રવ્ય રૂપ સમ્યગ્દર્શન વાળા જીવો અસંખ્યાત હોઈ શકે છે. જયારે છ% સ્થ અને સયોગી-તથા-અયોગી કેવળી એ ભવસ્થ ક્ષાયિક સદૃષ્ટિ જીવો તથા સિધ્ધસ્થ ક્ષાયિક સમ્મદ્રષ્ટિ જીવો મળી અનંતા છે. (૩)ક્ષેત્ર - વિક્ષિત તત્ત્વ અથવા તેનો સ્વામી કેટલા ક્ષેત્રમાં હોઈ શકે તે આદ્ધાર વડે નક્કી કરવું. [જયાં જીવાદિ દ્રવ્યો વસે છે તે ક્ષેત્ર.] જે વસ્તુની સંખ્યાનું જ્ઞાન થઈ ગયું તેનો ઉપર-નીચે આદી રૂપથી વર્તમાનમાં કેટલો નિવાસછેતે જાણવા માટે સંખ્યા પછી ત્રીજું ક્ષેત્રનું ગ્રહણ કર્યું છે. સમ્યગ્દર્શનમાં આ દ્વારને ઘટાવીએ તો લોકના અસંખ્યાતમાં સમ્યગ્દર્શન હોય છે. અર્થાત્ લોકાકાશનાઅસંખ્યાતમાંભાગે આકાશ-રૂપ ક્ષેત્રમાં સમ્યગ્દર્શની જીવો હોઈ શકે છે. લોકનો અસંખ્યાત ભાગ રૂપ૩૪૩ રાજુ પ્રમાણ લોકમાં જેટલો પ્રદેશ આવે તેટલા લોક પ્રદેશમાં સમ્યગ્દર્શન પ્રાપ્ત થઈ શકે છે [આઠમા દેવલોકનો દેવ બારમા દેવલોક જઈ ત્યાંથી ઉત્તર વૈક્રિય શરીરથી ત્રીજી નરકે જાય તે અપેક્ષાએ આઠ રાજલોક ક્ષેત્ર થાય.] (૪)સ્પર્શનઃ-વિવક્ષિત ક્ષેત્ર અથવા તેનો માલિક કેટલા ક્ષેત્રને સ્પર્શે છે? તેનું જ્ઞાન આ દ્વાર વડે કરાય છે.પદાર્થના વર્તમાન નિવાસને ક્ષેત્ર કહ્યું પણ ભૂત-વર્તમાન-ભાવિએ સૈકાલિક અવસ્થાને સ્પર્શના કહે છે. કેટલાકનેક્ષેત્ર અને સ્પર્શનસમાન હોય છે પણસ્પર્શનમાં સૈકાલિક અવસ્થાને લીધે તે ક્ષેત્ર કરતાં વધુ વિસ્તાર ધરાવે છે. . સમ્યગ્દર્શન કેટલા સ્થાનને સ્પર્શે છે? સમ્યગ્દર્શન તો લોકના અસંખ્યાત ભાગને જ સ્પર્શે છે. પણ સમ્યગ્દષ્ટિ (કવળી સમુદ્રઘાત અપેક્ષાએ) સંપૂર્ણ લોકને સ્પર્શે છે. સમ્યગ્દષ્ટિ અને સમ્યગ્દર્શનમાં શું તફાવત છે? સમ્યગ્દર્શન અપાય અભિનિબોધ રૂપ છે. મતલબકે (અપાય એટલેછૂટવું) સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે પછી છુટી જઈ શકે છે. અથવા છૂટી પણ જાય છે. જયારે સમ્યગ્દષ્ટિમાં (સદ્દવ્ય) તેનો સદ્ભાવ જ રહે છે. કેવળી સદ્દવ્યરૂપ છે માટે તેને સમ્યકષ્ટિ કહ્યા છે સમ્યગ્દર્શની નહીં કેમકે તેને (અપાય) તે છૂટવાનો યોગ નથી હોતો. [નોંધ:- દિગંબરોમાં સમ્યગ્દર્શની કે સમ્યગ્દષ્ટિ એવો ભેદ પડતો નથી. * અપાય એટલે અપાયનો બીજો અર્થમતિજ્ઞાન (મતિજ્ઞાનાંશ) કહ્યો. તેના યોગથી સમ્યગ્દર્શન કહેવાય છે. તે કેવળી ભગવંતોને હોતું નથી. માટે કેવળીને સમ્યગ્દષ્ટિ કહ્યાં. , ઉપશમ સમ્યગ્દર્શનીને મતિજ્ઞાન તથા ઉપશમ માં રહેલા દર્શન મોહનીયની પ્રકૃત્તિ આત્મા સાથે હોય છે એટલે સદ્દવ્યપણું હોય છે. ક્ષાયોપથમિક સમકિતિને અપાય (મતિજ્ઞાન) હોય જ છે. સાથે સમ્યગ્દર્શન મોહનીયનો ઉદય પણ હોય છે. તેથી તે બંને સમ્યગ્દર્શની જ છે. સાયિકસમકિતને પ્રકૃત્તિનો ક્ષય થયો હોય છે માત્ર અપાય (મતિજ્ઞાન) હોય છે. તેથી સમ્યગ્દષ્ટિગણ્યા છે. કેવળીને તો અપાય પણ નથી તેથી સયોગિઅયોગિ કેવળી અને સિધ્ધો સમ્યગ્દષ્ટિ જ ગણેલા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005031
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy