SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ બાહુબલીએ કરેલ માન ત્યાગ માત્ર મેહનીયકર્મને અલ્પ અંશ ઉદયમાં વતી રહે છે. તેટલા ઉદયમાં પણ કેવલજ્ઞાન ઉત્પન્ન થતું નથી. તેને હજુ મેહનીયકર્મના અંશભૂત માનને ઉદય વતે છે. તે ઉદય પણ તમારાં વચન સાંભળ્યા પછી તરત ઉપશાન્ત થશે, માટે તમે જલદી બાહુબલી પાસે જાઓ. એટલે ભગવંતની આજ્ઞાથી બંને આર્યાએ બાહુબલીની પાસે ગઈ. તેઓએ બાહુબલીને સંભળાવ્યું કે, “સંસાર–સ્વભાવના જાણકાર હે ભગવંત ! તૃણ, મણિ, ઢેફાં અને સુવર્ણને સમાન માનનાર, સમગ્ર સંગના ત્યાગ કરનારને હાથી પર આરોહણ કરવું યંગ્ય ન ગણાય. તેથી સ્વયં વિચાર કરીને હાથથી નીચે ઉતરે.” બ્રાહ્મી અને સુંદરીએ આમ કહ્યા પછી બાહુબલી વિચાર કરે છે કે વેલડી અને લતા-સમૂહથી વી ટળાયેલા અને બંધાયેલા દેહવાળા, જેના બંને પડખે રાફડાના થર બાઝેલા છે. એવા મને ગજાહણની વાત કેમ સંભળાવે છે ? ભગવંતની પાસેથી આવેલી આ બહેને ફેરફાર તે બેલે જ નહિ, માટે સાચી હકીક્ત શી હશે ? એ પ્રમાણે ચિંતવતાં સન્મતિથી જાણ્યું કે, “માનરૂપ હાથી, જેના ઉપર હું આરૂઢ થયેલ છું, તે માન ધર્મ, અર્થ, કામ અને વિનયન વિષ્ણભૂત છે. ક્રોધથી ઉત્પન્ન થનાર હોવા છતાં પણ તેમાં મૂળ કારણ હોય તે માને છે. માન મહાગ્રહથી ગ્રસિત થયેલા પુરુષમાં વિનય હતે નથી, વડીલવર્ગની આજ્ઞાને તે અનુસરતું નથી, વિદ્યા મેળવી શક્યું નથી, પરમાર્થ વિચારતે નથી, સંસાર અને મોક્ષ વિષયક ચિંતા કરતું નથી, પરમાર્થ દેખતે નથી, અભિમાન કરવા વડે માનવંતી સ્ત્રીઓનાં લાવણ્ય, રૂપ, યૌવન, મહિલાના ગુણે તથા સૌભાગ્ય નકકી પિતાના જ અંગમાં વિલય પામે છે. માનરૂપી મહાગ્રહના વળગાડવાળે પુરુષ બાકીના પુરુષાર્થોની પણ અવજ્ઞા કરે છે. માનથી પોતાની જાતને શુરવીર માનીને પારકા માટે યુદ્ધમાં મરણ પામે છે અને મનુષ્યપણું નિરર્થક હારી જાય છે. માન અને મદમાં મૂંઝાયેલ મતિવાળે તેવાં તેવાં કાર્યો કરે છે કે જેનાથી ઘણી વેદનાવાળી નારકીમાં પતન થાય છે. અભિમાન કરનાર પુરુષને દ્વેષી, પશ્ચાત્તાપ વગરનો તે વડીલોને ગણકારતું નથી, માતાની પણ અવગણના કરે છે, તેને પિતાનું ગૌરવ જાળવતાં આવડતું નથી, તેને અપકીર્તિને ભય હેતે નથી, લજજા, સ્નેહબંધન કે મર્યાદા હોતી નથી. તે કરેલાને ઉપકાર માનતા નથી, અપકારને ગણકારતું નથી, મિત્ર, કુલ, ગણ અને આચારની ખેવના કરતો નથી, માન વહન કરનાર પુરુષને અર્થ નિરર્થક થાય છે. નિંદિત માન એ સર્વ અનર્થોનું મૂલ છે. તે માનને હણનાર પુરુષ કલ્યાણપરંપરાને પ્રાપ્ત કરે છે. વિશેષમાં માનકષાયને જિતનાર જીવાદિક પદાર્થોના અભ્યાસથી નિશ્ચિત બુદ્ધિવાળે થઈ ઘણા પ્રકારનાં પવિત્ર આગમાદિ શાસ્ત્રોના અર્થની વિસ્તારવાળી વ્યાખ્યા જાણું શકે છે અને તેની આરાધનામાં સફળતા મેળવી શકે છે. તે પણ ત્યારે જ બની શકે છે કે જ્યારે ગુરુમહારાજ પ્રસન્ન મનવાળા અને ઘણા પવિત્ર શાસ્ત્રોના અભ્યાસી તૃણ, મણિ; હેફ અને સુવર્ણમાં સમાનભાવ સમજનાર તેમજ સુખદુઃખમાં સમતા રાખનાર હોય. તેમના પ્રત્યે વિનય કરી, તેમના ચિત્તની આરાધના કરી આપણુ પ્રત્યે પ્રસન્નતાવાળા કરવા જોઈએ. પરંતુ તેવા પ્રકારના વિનયમાં વિન કરનાર હોય, તે માને છે. માની પુરુષના ચિત્તમાં એમ થાય છે કે એ પણ મારા જે માણસ જ છે, તે પછી દીનતા ફળવાળો તેને વિનય કરવાથી શે લાભ?” એમ વિચાર્યા પછી ફરી પણ વિચારવા લાગ્યા કે, આવા અજ્ઞાની લેકે આચરેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy