SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ હર ચાપન્ન મહાપુરુષોનાં ચિરત વિષયાના જ પ્રસાદ છે. ' એવગેરે ઘણું કહીને તથા ખલ વિષયોની નિંદા કરીને ભરતના તિરસ્કાર કરીને બાહુબલી આત્મ-કલ્યાણ કરવા તૈયાર થયા. માહુબલીની દીક્ષા અને ભરતની ક્ષમાપના વિષમ વિષયાભિલાષાના ત્યાગ કરીને ઉત્પન્ન થયેલા શુભ પરિણામવાળા ખાહુબલીએ જાતે જ પંચમુષ્ટિક લાગ્ન કરીને વિધિપૂર્વક સામાયિક ઉચ્ચરીને વિચાયુ' કે · અતિશય વગરના જ્ઞાનવાળે હું અતિશયવાળા પેાતાના સહેાદરાનાં દર્શન કેવી રીતે કરી શકું ? એમ ચિંતવીને મૌનવ્રત ધારણ કરીને પાંચ મહાવ્રતાના ભારને વહન કરતા બાહુબલી ત્યાંજ કાઉસગ્ગ ધ્યાને ઊભા રહ્યા. ત્યાર પછી ઉત્પન્ન થયેલા પશ્ચાત્તાપવાળા મહાસ વેગથી આકર્ષાયેલા હૃદયવાળા અને પેાતાના વર્તનથી લજ્જા પામેલા ભરતાધિપ બાહુબલીના ચરણામાં પડીને કહેવા લાગ્યા— << હે મહાયશવાળા લઘુબંધુ ! પેાતાના સમગ્ર સહેાદાએ પાપથી અધમ બનેલા પાપીના ત્યાગ કર્યા, તે જ પ્રમાણે મર્યાદાનું ઉલ્લંઘન કરનાર, લજજા પામેલા મારા જેવા અનાય ના તમે ત્યાગ ન કરે. હું ઉત્તમપુરુષ ! સ્વાભાવિક સ્નડભાવથી પરિપૂર્ણ એવા તમારા જવાથી ખંધુરહિત બનેલનું મારું આ રાજ્ય પણ અકાર્ય કરવા સરખું અનિષ્ટ જણાય છે. આમાં મારા દોષ લગાર પણ નથી, પરંતુ આ દોષ હોય તે દોષના મૂલકારરૂપ સર્વ અનાચાર ધારણ કરનાર પાપી એવી રાજ્યલક્ષ્મીના છે. જે લક્ષ્મીના સંગથી પંડિતાઇ, જાતિ, પુરુષાર્થ, પરાક્રમ, કુલ, શીલ, ગુણ, વ્યવસ્થા, કીતિ વગેરે ચાલ્યાં જાય છે અને પાપ ઊભું રહે છે. ઉત્તમ શીલગુણને તે લક્ષ્મી સહેતી નથી, બંધુને ત્યાગ કરે છે, સજ્જન પુરુષને પણ હણી નાખે છે અને અનેક પ્રકારે ઠગવામાં ઉદ્યમવાળી હોય છે. તે કરેલા ઉપકારને ગણકારતી નથી, તેને ગુણામાં દાક્ષિણ્ય હેતુ નથી, તેના સંગવાળા કદાપિ પ્રતિધ પામતા નથી, પરાક્રમ, વિદ્યા, લજ્જા કે મર્યાદા તેને હોતી નથી. હંમેશાં અયોગ્ય કાર્ય કરાવવામાં ઉદ્યમવાળી જે રાજ્યલક્ષ્મી ખલપણાના લવાળી છે, તે ( રાજ્યલક્ષ્મી ) માનવડે ઉન્નત એવા માનવીઓને કેમ સૌંમત હાઇ શકે ? એ પ્રમાણે લાંબા સમય સુધી પોતાની રાજ્યલક્ષ્મીની નિંદા કરી, આત્માની ગર્હ કરીને ભરત મહારાજાએ દુઃખપૂર્ણાંક વિનીતા નગરીમાં પ્રવેશ કર્યાં. ત્યાર પછી દીર્ઘકાળ પંત બાહુબલી અંગે શાક કરતા, પેતાની નિંદા કરતા, સંસારસ્વભાવને વિચારતા, રાજ્યલક્ષ્મીની ગર્હ કરતા, સંવેગભાવનાથી શેાકના આવેગને પાતળા કરના ચક્રવતી ભરત મંત્રીના વચનના આગ્રહથી ભાગ ભોગવવા લાગ્યા. બાહુબલીને કેવલજ્ઞાનની ઉત્પત્તિ આ બાજુ એક વરસથી દુષ્કર તપ અને કાયક્લેશ અનુભવતા બાહુબલીને જાણીને તેના દુઃખથી અત્યંત પીડા પામેલી બ્રાહ્મી અને સુંદરીએ ઉપદેશ પૂર્ણ થયા પછી ત્રણે લેાકના ંધુ જગતના પિતામહ ઋષભદેવ ભગવંતને કહ્યું કે, બાહુબલી ઘણા સમયથી દુષ્કર તપ અને ચારિત્રનું પાલન કરી રહેલા છે, છતાં પણ હજુ મોહાંધકારના ક્ષય થતા નથી, અંતરાયકર્મ દૂર થતું નથી, તથા કેવલજ્ઞાન પ્રગટ થતું નથી, તે આપ કહેા કે, હજુ પણ તેને અંતરાયનું કયું કારણ નડે છે?” ભગવ ંતે કહ્યું કે, બાહુબલીનાં ઘણાં કર્મો ક્ષય પામી ગયાં છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy