SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ પિન્ન મહાપુરુષોનાં ચરિત માર્ગથી સર્યું. માટે હું ભગવંતની પાસે જાઉં અને જેમને અતિશાયી નિર્મળ જ્ઞાન ઉત્પન્ન થયું છે, એવા મારા ભાઈઓનાં દર્શન કર્યું. અનાદિ અનંત જંતુઓને કાળથી થયેલી મેટા પણાની વિવક્ષા છે–એમ ભાવના ભાવતા ભાવતા ઓસરી ગયેલા મહામાન–પર્વતવાળા માયા વેલડી સાથે શરીર પર વીંટળાયેલ વેલડી તથા મેહપડલને દૂર કરનાર બાહુબલી ભગવંતની પાસે જવા માટે તૈયાર થયા. આ સમયે વિખરાઈ ગયેલા મહામહનીયકર્મને સમૂહવાળા દિવ્યજ્ઞાન થવામાં એક માત્ર માનકર્મના આવરણવાળા તેમણે અનુકમે ક્ષપકશ્રેણી શરૂ કરી, જેથી ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળ વિષયક પદાર્થોના સ્વરૂપને જણાવનાર એવું દિવ્ય કેવલ જ્ઞાન તેમને પ્રગટ થયું, સ્વામી પાસે જઈને કેવલીની પર્ષદામાં બેસી ગયા. દુર્વચનથી મરીચિની સંસારવૃદ્ધિ કેઈક સમયે ભારતનો પુત્ર મરીચિ સૂર્યના પ્રચંડ કિરણોથી તપેલા મધ્યાહ્ન સમયે પરસેવે, મેલ વગેરેથી વ્યાપ્ત શરીરવાળે, તરતના કરેલ લચથી યુક્ત મસ્તકવાળે, હંમેશાં યાચના કરવાના પરિષહથી પરાભવ પામેલે, બેંતાલીશ દોથી રહિત, ભિક્ષા-શુદ્ધિનું પાલન કરતે, ગ્રીષ્મના તાપથી તપેલી રેતી વડે શેકાતા ચરણકમલવાળો ભગવંતના ધર્મથી જુદા વેષની કલ્પના કરીને પોતાની ઈચ્છા પ્રમાણે વિચરવા લાગે. કેઈક સમયે ભરત ચક્રવતીએ બાકીના તીર્થકરો અને ચક્રવતીઓના પ્રશ્નના અંતે પૂછયું કે- “હે ભગવંત ! આ પર્ષદામાં કેઈ તેવા પ્રકારના તીર્થકરને જીવ છે? ભગવંતે કહ્યું કે, તારો પુત્ર મરીચિ પિતાનાધિપતિ ત્રિપૃષ્ઠ નામનો પ્રથમ વાસુદેવ થશે, તેમજ ફરી વિદેહમાં ચક્રવતી થશે અને યોગ્ય સમયે તીર્થંકર-નામકર્મ બાંધીને આ વીશીમાં વર્ધમાન નામના છેલ્લા તીર્થકર થશે.” ત્યાર પછી ભરતચક્રવતી વિવિધ પ્રકારના આહાર તૈયાર કરાવીને સાધુઓને નિમંત્રણ કરે છે. ભગવંતે તેને કહ્યું કે, આ આહાર સાધુને ન કલ્પે તે છે. સાધુ માટે બનાવેલે આધાકર્મ, સામે લાવેલ અને વળી રાજપિંડ હેવાથી અમને અકથ્ય ગણાય. એ સાંભળી આમણ-દુમણું ભરત મહારાજાએ કહ્યું- હે ભગવંત! તે પછી મારે શું કરવું? ત્રણેકના ગુરુ અષભદેવે કહ્યું – “તું ખેદ ન પામ, અધિક ગુણવાનેને આપ.” ગુણરહિત અગ્ય પાત્રને પરિહાર કરવા માટે કાકિણું રત્નવડે નિશાની કરવા પૂર્વક માહણેની ઉત્પત્તિ કરીને તેમને આહારદાનને વિનિયોગ કરાવ્યું. તેમજ ભરતક્ષેત્રમાં સાધુઓને વિહાર કરવાની અનુમતિ આપી. પછી મરીચિને વંદન કરવા માટે ગયા. ભરતે અન્યલિંગના વેષવાળા મરીચિને સ્પષ્ટ કથન કરવા પૂર્વક કહ્યું કે, “આ તારા વેષને નહિં, પણ તું છેલ્લે તીર્થકર થનાર હેવાથી તને વંદન કરૂં છું.” મરીચિએ પણ “હું છેલ્લે તીર્થંકર થઈશ” એમ જાણીને અભિમાન કર્યું. માનસ્તંભ સાથે અફળાય, તેણે અભિમાન કરવાથી નીચગોત્રકર્મ બાંધ્યું. પિતાની મતિથી કપેલા વેષયુક્ત થઈભગવંતની સાથે વિચારવા લાગ્યા. પિતાની દેશના-શક્તિથી અનેક પ્રકારે ઘણુ જીને પ્રતિબોધ પમાડે છે અને પ્રતિબંધ પામે એટલે પ્રભુની પાસે દીક્ષા લેવા ભગવંતના શિષ્યપણે અર્પણ કરે છે. ભવિતવ્યતાના ગે કેઈક દિવસે તેવા પ્રકારની માંદગીના સમયમાં મરીચિને કપિલે પૂછ્યું કે, “હે ભગવંત ! નિરુપમ મોક્ષમાર્ગ ક્યાં છે?” ત્યારે ઉતાવળમાં યથાર્થ જ નિવેદન કર્યું કે- “ભગવંતની સમીપમાં” ફરી કપિલે પૂછ્યું કે- “હે ભગવંત ! શું અહીં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy