SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ચાપત્ર મહાપુરુષોનાં ચરિત થઈને દેષ ઉઘાડા પાડીને ખલપણું પ્રગટ કરીને તમે અમને લજજા પમાડ્યા. હે કુમાર ! તમે એમના ભાઈ છો–એ શું ઓછી વાત છે ? પરંતુ આમ અનર્થફલવાળાં ખલપણનાં વચનો બોલવાથી શો લાભ?” બાહુબલીને પ્રત્યુત્તર એ પ્રમાણે દૂત બેલી રહ્યા પછી બાહુબલીએ ધીરપણને ત્યાગ કરીને કેપથી કહ્યું – અરે દૂત! તેને હું ભાઈ છું, તે કારણે હું શભા પામું છું?” તમારા સરખા જ આવું બેલી શકે છે, જે મહારાજના અન્નથી મેટા થયા છે. આમાં તારો દોષ નથી. કારણ કે-આચાર અને નીતિ ધારણ કરનાર સ્વામીના ઘરમાં હંમેશા વૃદ્ધિ પામેલે ઉત્તમકુલમાં જન્મેલ ધીરતાપૂર્વક ગૌરવવાળાં વચને બેસવાનું જાણે છે. હે દત ! વિનય રહિતપણે વચન બેલનાર એ પિતાનું શીલ પ્રગટ કરે છે, શીલથી પિતાની જાતિ અને સ્વામીનું નિર્મલ ગુણપણું જણાવે છે. બાહુબલીને તમારા સરખાથી અનર્થ કરાશે” એ વાત કેવી રીતે સંગત ગણવી? તે વાત સાંભળીને પિતાના સ્વામીને પરાભવ થવાથી આવેશમાં આવેલા દૂતે કહ્યું કે, “સર્વે પિતાનું હિત સમજનારા હોય છે, પિતાને આત્મા દરેકને વલ્લભ હોય છે, પરંતુ વિનાશ થવાને વખત આવે છે, ત્યારે મનુષ્ય વિપરીત બુદ્ધિવાળે થાય છે. તેથી કરીને તમે જે મારી જાતિ અને શીલ દૂષિત કર્યા, તેમાં તમારે દેષ નથી, કારણ કે તમે મહારાજના બંધુ છે. ભરતક્ષેત્રના સ્વામીના દોષ પ્રગટ કરવા' તે તમને સવથા ચાગ્ય ન ગણાય. વળી તમારા સરખાથી ગ્રહણ કરાયેલા દે કે ગુણો મહારાજને કયાં લાગવાના છે? કારણકે- જેમના ગુણસમુદાયને ઇંદ્ર–સહિત દે, અસુરે અને નરેન્દ્રો અતિઆદરથી માન આપે છે, તો તમારા સરખામી તે ત્યાં કઈ ગણતરી ગણવી? પોતા કરતાં અધિક હોય કે સમાન હોય તેઓ અહીં સ્તુતિ કરે, તેની જેમ ગણતરી કરાતી નથી, તેમ લોકોની સંખ્યા પૂર્ણ કરનારા તમારા સરખા નિદા કરનારની પણ કેટલી કિંમત ગણવી? તે હવે બહુ આત્મપ્રશંસાથી સર્યું. કાં તે રાજ્ય છોડીને પલાયન થવું, અગર દે, મનુષ્ય અને વિદ્યાધરેએ સ્વીકારેલી મહારાજાની આજ્ઞા સ્વીકારવી–આ બે માર્ગમાંથી ગમે તે એક માર્ગ સ્વીકાર્યા વગર હવે તમારે જીવવાની આશા ન રાખવી. બીજું તમે તે માત્ર નામથી જ બાહુબલી છે, હજુ તમે કયાંય કેઈનું પરાકમ જોયું નથી, વળી શત્રુસૈન્યને ભય પમાડનાર બાહુબલી તે તે કઈ બીજા જ છે.” દતનાં આ વચન સાંભળતાં જ સમગ્ર રાજચક ખળભળી ઉઠયું. સુભટોએ તેને સંભળાવ્યું કે “અરે દુરાચાર! દૂત! અમારી સમક્ષ મહારાજાને તિરસ્કાર કરી હજુ સુધી તું પ્રાણ ધારણ કરે છે ? હમણાં જ તું હતો ન હતો - થઈશ. તારે છેલ્લે જે કરવાનું હોય તે કરી લે -એમ કહીને સુભટોએ વિજળીના ચમકારા સરખું તેજસ્વી મંડલા ખેંચ્યું, ત્યારે હસ્તસંજ્ઞાથી બાહુબલીએ નિવારણ કરી કહ્યું-“અરે ! આને મારવાથી લાભ? દૂત એ અવધ્ય ગણેલે છે.” એમ કહીને તેને સભામંડપમાંથી બહાર કાઢયે. ભરતાધિપને સંદેશે કહેરાવ્ય કે- પિતાજીએ આપેલા રાજ્યમાત્રથી સંતોષ પામેલા મને સિંહ માફક કોપને જાગ્રત કરો, તે પિતાના વિનાશ માટે થાય છે તેમ કરવું તે તમને એગ્ય નથી. પિતાજીએ તમને દેશના ખંડે આપેલા જ છે. ભાઈઓને તે તમે નિર્વાસિત કર્યા અને તેમનાં રાજ્ય પડાવી લીધાં, તેથી આટલે ગર્વ કેમ કરે છે? જો તમે રાજ્ય, લક્ષમી, જીવિત અને કીર્તિને ઇરછતા હૈ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy