SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ભરતના દૂતનાં બાહુબલીને વચને કારણ કે, દેવના હૃદયમાંથી ક્ષણવાર પણ કુમાર ખસતા નથી. આ સંગમ (સંગ્રામ)ને સમય છે, એમ જાણુને દેવે કેઈને મોકલ્યો નથી. જે તમે કહ્યું કે શરીરની કુશલતાની તપાસ કરવા માટે–તે તે વિષયમાં જણાવવાનું કે દેવે અને મનુષ્યો વગેરે જેના પાદપીઠનું નિરંતર સેવન કરે છે, તમારા સરખા જેમના બંધુ હોય, તેમના કુશલની શંકા જ ક્યાં રહી? રાજ લક્ષ્મીનું એક છત્રછાયામાં રહેવું, ચાર સમુદ્ર સુધી આજ્ઞાને વિસ્તાર પામ” એમ કથન કરતાં તમે, અનેક સંકલ્પ વડે વિકલ્પ ઉત્પન્ન કરાવનાર, પરમેશ્વરની સમીપ વર્તનાર પિશુન જન (દુર્જન-ચાડીચુગલી ખેર લેકીને ઉભય સિદ્ધિ દ્વારા અવકાશ-રહિત કર્યા છે. હંમેશા સ્નેહનું સ્થાનક હોય તે ગુણસમુદાય કે બંધુજન, તે હે કુમાર ! મહારાજના મહાભિષેક–સમયે પણ આપ ન પધાર્યા–એ જાણવાની ઉત્કંઠાવાળા દેવે ન આવવાનું કારણ જાણવા માટે મને મોકલ્યા છે. દૂતનું વચન પૂર્ણ થયા પછી બાહુબલીએ કહ્યું, સહવાસથી પરાભવની શંકા થાય, તેથી હું ન આવ્યું. અમારા સરખાને વિષે આજ્ઞા સ્કૂલના પામે, તે તે અલંકાર ગણાય, નહિ કે પરાભવ કહેલું છે કે–“ દે, અસુરે, કિન્નરે, વિદ્યારે અને નરેન્દ્રો વડે સ્વીકારાતી તે આજ્ઞા જે બંધુઓમાં સ્કૂલના પામે, તે ફક્ત એ છેડે અલંકાર છે.” બંધુઓ પ્રત્યે નેહ કેવા પ્રકાર છે, તે તે અઠ્ઠાણું ભાઈ એના વૃત્તાન્તથી સર્વલેકમાં પ્રસિદ્ધ છે. અથવા તે તે પરમાર્થથી બંધુ છે. કારણ કે “જે પાપમાં જોડવા માટે ઉપદેશ આપે તે વૈરી છે–એમાં સંદેહ નથી. જે ધર્મબુદ્ધિ કરાવે તે મનુષ્ય તેને શ્રેષ્ઠ બંધુ છે” એવી રીતે કદાચ પ્રિયગણપણાની પ્રાપ્તિ થતી હોય તે ભલે થાય. એ પ્રમાણે બાર્બલીના વચનની સમાપ્તિ થયા પછી તે મહાઆશયવાળું વચન કહેવાનું શરૂ કર્યું -“હે કુમાર ! બંધુપણાના અંગે તમારા વિષે આજ્ઞા ખેલના પામે, તે તે સુંદર ગણાય, તે પણ કેટલાક દુર્જનક અવળી કલ્પના કરે, માટે તેમની આજ્ઞામાં વર્તવું યોગ્ય છે. કારણ તેઓ તમારા વડીલ બંધુ છે. તેમજ જે સુચરિત ચરિત્રવાળે, ત્યાગી, કૃતજ્ઞ છે, જેને પ્રતાપ દૂર સુધી ફેલાયેલ છે, સમસ્ત ઉપધિ (ઉદધિ-સમુદ્ર) ક્યારાને ખેડનાર, શસ્ત્ર-કુશલ છે, તથા જે નિરંતર રાજ-મહાવૃક્ષની છાયા સેવવાને અભિલાષી છે, તે પર-પરિણતિથી નિર્વિકાર એવાં લક્ષમીનાં ફળોને ભેગવે છે.” જે ભાઈઓની સાથે અથડામણની વાત કરી, તેમાં મહારાજાને દેષ નથી. સૂર્ય ઉદય થાય, તે સમયે બાકીના તારાઓનું તેજ ઘટી જાય, એ શું સૂર્યને દેષ ગણાય? મહારાજાએ તેઓને કહેલું હતું કે, “તમારી ઈચ્છા પ્રમાણે રાજ્યલક્ષ્મી ભેગે, છતાં પણ મોટાભાઈની સંપત્તિ સહન ન કરી શકવાથી પિતાની મેળે જ ચાલી ગયા, તેમાં મહારાજ શું કરે ? અમૃતમય શિશિર ઋતુના શીતળ કિરણવાળા સમગ્ર જીવલેકને શાંતિ આપનાર ચંદ્રને પિતાના દોષથી હાથીના દાંત અને કમલે સહન કરી શકતા નથી. બીજું મહારાજના ગુણપક્ષપાતને દૂષિત કરીને પોતાને ખલપુરુષપણે સ્થાપન કર્યો. કારણ કે-સજ્જન પુરુ પારકા છતા દેને પણ નકકી ઉચ્ચારતા નથી, જ્યારે દુજેને ગુણને છોડીને અછતા દોષ પ્રગટ કરે છે. બીજું તમે હજુ મહારાજના ગુણ જાણ્યા નથી. કદાચ જન્માંધ પુરુષ કેઈ પ્રકારે ચંદ્રને ન દેખી શકે, તેથી શું તેની પ્રગટ શોભા ભુવનને આનંદ ન પમાડે? વળી હે મહારાજ! સહેદર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy